Kavygoshthi

કાવ્યગોષ્ઠી ઈ-સામાયિક



     

          કાવ્યગોષ્ઠી એ ગુજરાતી સાહિત્યના આધુનિક યુગમાં ડીજીટલ માધ્યમ દ્વારા પદ્ય રચનાઓને દરેક મહિનાના અંતમાં ઇબુક અને વર્ચ્યુઅલ સ્વરૂપેવાંચકો સામે પ્રકાશિત કરતુ ઈ-સામાયિક છે. અમારો મુખ્ય હેતુ હમેશા નવા અને શીખાઉ કવિઓ ને એક યોગ્ય માધ્યમ પૂરું પાડવાનો છે કાવ્યગોષ્ઠી ઈ-સામાયિકના વૈચારિક પાયા છેક વર્ષ ૨૦૧૫ના અંતમાં નંખાયા હતા. પણ એને વાસ્તવિક સામયિકનું સ્વરૂપ મેળવતા આઠ મહિના જેવો સમય નીકળી ગયો અને છેવટે સપ્ટેમ્બર માસના અંતમાં ઇબુક સ્વરૂપે પ્રથમ અંક પ્રકાશિત થયો ત્યારબાદ ઉત્તરો ઉત્તર દરેક માસના અંતમાં કાવ્યગોષ્ઠી સામાયિક સમયસર વાંચક મિત્રો સમક્ષ મુકાય છે.

           અમારો મુખ્ય હેતુ માત્ર અને માત્ર પદ્ય સાહિત્યને વર્તમાન સમયે જેટલે સુધી પહોચે છે એના કરતા પણ વધુ લોકો સુધી એક ડીજીટલ સામયિક સ્વરૂપના માધ્યમથી વાંચકના આંગળીના ટેરવે સુધી પહોચતો કરવાનો છે. અમારી ટીમ ક્યાંકને ક્યાંક સાહિત્ય સાથે જડાયેલી છે. ન કોઈ સિદ્ધ હસ્ત કવિ છે ના કોઈ સેલેબ્રિટી પણ હા અમારા આ નાનકડા પરિવારના બધા જ શીખનાર છે. બધાજ અહી સાહિત્ય ક્ષેત્રના વિદ્યાર્થી છે. જીવનની રાહ પર ચાલતા, રોજે રોજની આ દુનિયામાં બનતી ઘટનાઓને આંખોથી જોનાર, લાગણીઓને શબ્દોથી કંડારનાર, લખનાર અને જીવનના ભેદી રહસ્યો શીખનાર. કોઈક થોડુક વધુ જાણે છે કોઈક ઓછું પણ બધા વચ્ચે એક સબંધ છે. જેનું નામ છે કાવ્ય સબંધ જે બંધારણો અને નિયમો કરતા વધુ લાગણી, સ્પંદન, અહેસાસ અને સંવેદનનો છે. દરેક વાસ્તવિક જીવનમાં માત્ર કવિ નથી પણ હા દરેકના અંદર એ કવિ જીવ જીવંત છે. જીવનના મધ્યમાં હજુ શ્વાસ લેતો, શીખતો અને ચાલવા મથતો સાવ નાનકડા બાળક સમો. બસ આ તત્વને સહારે, એની અવાજને ચીલે ચાલી દરેક વ્યક્તિ લખી શકે છે. બસ એવુજ કઈક છે અમારા કાવ્ય ગોષ્ઠી પરિવારમાં. અમારો સાહીત્યક પરિવાર માત્ર ગુજરાત પુરતો માર્યાદિત નથી રહ્યો, એ અમેરિકા જેવા ફોરેઇન દેશોમાં રહેતા કવી જીવ સાથે પણ જોડાયેલો છે. એક દર્પણ છે આ ગ્રુપ દરેક સ્પંદનનું, દરેક લાગણીનું, દરેક અહેસાસનું, દરેક ક્ષણનું, અને સાહિત્યના નવ સર્જનનું…

Kavygoshthi

 

કાવ્યગોષ્ઠી સામયિકના સફળ ૧૪ અંક પ્રકાશિત થઈ ચુક્યા છે. અને હવે સામયિક સ્વરૂપે કાવ્યગોષ્ઠી વિરામ સ્વરૂપે પણ આપની સમક્ષ હયાત છે.

કાવ્યગોષ્ઠી સદાય સાહિત્યને પ્રોત્સાહન આપે છે અને આપતું રહેશે….

પહેલા સામાયિક સ્વરૂપે અને હવે ડીજીટલ સ્વરૂપે…

ટૂંક સમયમાં કાવ્યગોષ્ઠી સામયિકની રચનાઓ આપ યુટ્યુબ દ્વારા માણી શકશો…

Advertisements