વગર મહેનતે હરામનું ખાવાની નિયત કેટલી છે…

લોકોને વગર મહેનતે હરામનું ખાવાની નિયત કેટલી છે… એ દર્શાવતો એક સ્ક્રીનશોટ વારંવાર નેટવર્ક માર્કેટિંગમાં બતાવવામાં આવે છે… ત્યાં કહેવાય છે કે ભારતમાં નોકરીઓ લે કામ છે જ નહીં… 🙄🙄

આ ન્યૂઝમાં દર્શવાયેલ એક ન્યુઝ પ્રમાણે 62 ચપરાસીની ભરતી માટે 93000 આવેદન થયા જેમાં 3740 જણા પીએચડી હોલ્ડર છે… કેન યુ ઈમેજીન… શુ દેશની સ્થિતિ વાસ્તવમાં આટલી ખરાબ છે…🤔 કે આ સરકારી નોકરીની ભૂખ છે, કારણ કે એમને જાણ છે ત્યાં ઉપરનું મળી રહે અને કામ પણ નહીં…

જો એમ નથી તો… પ્રાઇવેટ નોકરીમાં કેમ કોઈ પીએચડી હોલ્ડર ચપરાસી તો દૂર વર્કર માટે પણ નથી જતો…🤔 કારણ કે ત્યાં કામનો હિસાબ રોજ રાત પડ્યે દેવાનો હોય છે… કોઈ પીએચડી હોલ્ડર આ હદે લાચાર હોય તો મને સંપર્ક કરો પાંચ દસ હજારની નોકરી હું અપાવીશ, આઈ સપત…

બીજી બાજુ છે માયકાંગલી યુવા પેઢી…

એક તરફ લોકો મજૂરી કરીને આગળ નથી આવતા ત્યાં અમુક વગર મહેનતે મુજરા કરીને સ્ટાર બની રહ્યા છે…(આ સ્ટાર બની રહ્યા છે એ ગુનેગાર ઓછા અને એવાને સ્ટાર કે આદર્શ બનાવતી વિકૃત પ્રજાતિ આ માટે વધુ જવાબદાર તત્વ છે.) પરિણામે યુવાનોમાં આ બાજુ ઝુકાવ વધી રહ્યો છે, નાચવની શરૂઆત થઈ ચૂકી છે. બાળકો નાનપણથી જ રીલ અને ટિકટોક તરફ વળી રહ્યા છે. કોઈને મજૂરી કરવી જ નથી એમ કહો તો પણ ખોટું નથી, બધાને બસ નાચી કે વિચિત્ર વિકૃત વિડીયો બનાવીને કમાઈ લેવું છે… આ માટે આ લોકો કપડાં, સંસ્કાર કે સંસ્કૃતિ કે ખાનદાનની ઈજ્જત બધું જ કિનારે કરી શકે છે… શુ આ પેઢીને ખરેખર હાર્ડ વર્ક અને કામની કદર છે…? શુ આ લોકો ખરેખર મહેનતનું અન્ન ખાવાની વિચારધારા રાખે છે…? શુ આ લોકોને ખરેખર મહેનતના રોટલાની કિંમત સમજાય છે…? શુ આ લોકો ખરેખર બેરોજગાર છે કે પછી એ લોકો આ યુગનું નિર્માણ જાતે કરી રહ્યા છે…? એવો યુગ જ્યા મહેનત સામે મુજરા મક્કમ બની રહ્યા છે… મહેનત કરતાને બે સમયનું ભોજન નથી મળતું ત્યાં બીજી બાજુ આ વિકૃતિ ગણાતી સેલિબ્રેટી ફાઇવસ્તારમાં મહાલી રહી છે… શુ આ વિકાસની દોડમાં આપણે જવાનું છે…🤔 હું એવા કોઈ મુજરાકારને સ્ટાર નથી માનતો અને આદર્શ તો જરાય નહિ… એમની કદર મારી દ્રષ્ટિમાં મેદાનમાં કરતબ કરતા મદારી કરતા પણ ઓછી છે કમશે કમ એ સમાજને મહેનત કરવા પ્રેરે છે, મહેનતનું ખાય છે. એ યુવા પેઢીને આભાસી સંસાર નથી બતાવતો, એ સમાજને ગુમરાહ નથી કરતો એ વગર મહેનતે કરોડપતિ કે સ્ટાર બનવાના સપના નથી દેખાડતો… 5 મિલિયન કે 50 મિલિયન ફોલોઅર ધરાવતા કેરેકટર અને માણસાઈ વગરના સ્ટાર કરતા મારા મતે એ રોજના 200 કમાતો મદારી વધુ સન્માનનીય છે, પ્રસંશનીય છે અને આદરણીય છે. આવો વ્યક્તિ આદર્શ પણ હોય તો એમાં ખોટું નથી…

એવી પેઢીનું નિર્માણ થઇ રહ્યું છે જ્યાં માતા પિતા મજૂરી કરીને મરી રહ્યા છે અને દીકરા, દીકરી, વહુ કે પત્ની, કે પિતા કે પતિ સોશિયલ મીડિયામાં નાચી રહ્યા છે. બાયું ભાયું બનવા તરફડી રહી છે ભાયું બાયું બનવા… આપણે આભાસી સંસારમાં પોતાને ખુશ કરવાના મૃગજળ પાછળ એવા ઘેલા છીએ કે આપણે પોતાના જેન્ડરથી/અસ્તિત્વથી જ નાખુશ છીએ…

વિચાર કરો…
જેની પાસે પેટ્રોલના પૈસા કે દાળ ચાવલ ખરીદવાના પૈસા નથી એ બાયું પાછળ હજારો વાપરે છે. જેના ઘરમાં ખાવાના વાંધા છે એ ડીએસએલર અને કેટીએમ લઈને ઈંસ્તામાં સ્ટાર બનાવની હોડમાં છે… આપણે પોતાના પરિવાર માટે ઓછું અને લોકોને દેખાડવા વધુ જીવીએ છીએ… મા બાપને પ્રેમ આપણે લાઇક્સ મેળવવા પૂરતો કરીએ છીએ… પતિ કે પત્નીને પ્રેમ જે રૂમની અંદર થવો જોઈએ એ દુનિયાની સામે થઈ રહ્યો છે. (થાય છે એનો વિરોધ નથી, એ માત્ર લોકોને દેખાડવાનું માધ્યમ બની રહ્યો છે એ ચિંતાનો વિષય છે.) આ રેસમાં યુવા જ નથી… બાળકો પણ છે (ભણવાની ઉંમરમાં બાળકો આ નશામાં ગરકાવ થઈ રહ્યા છે.), વડીલો પણ છે (યુવાનોને માર્ગદર્શન આપવાની ઉંમરે આ લોકો એમને નબળું ઉદાહરણ પ્રદર્શિત કરી રહ્યા છે.) કોઈકની દીકરી, કોઈકની વહુ અને કોઈકના ઘરનું માન સન્માન પણ ત્યાં મુજરા કરી રહ્યું છે… આનંદ લેવામા કાંઈ ખોટું નથી, પણ જ્યારે આપણે વર્તનમાં સાવ નિમ્ન કક્ષાનું વલણ અપનાવીએ ત્યારે એ ખોટું છે.. આ આભાસી સંસારમાં પોતાને વાયરલ કરવા આપણે માણસને છાજે એવું વર્તન પણ નથી કરી રહ્યાં આપણે એનાથી પણ નિમ્ન સ્તરે જઇ રહયા છીએ એ ખરેખર ચિંતાનું કારણ છે…😑😑

જો તમે પણ આમ જ જીવી રહ્યા છો તો આ ધાબળો તમારી માટે જ છે, સત્વરે ઓઢી જ લેજો…

ઉમેરો :

માન-સન્માનના ભોગે તમે આમિર બની જશો પણ અર્થશાસ્ત્રમાં અને મનોવિજ્ઞાનમાં જરૂરિયાતનો એક પિરામિડ આવતો કદાચ તમને યાદ હોય જેને અબ્રાહમ મારસ્લો (નામ ફેરબદલ હોઈ શકે) સિદ્ધાંત કે પિરામિડ કહે છે. એ પ્રમાણે માણસની સૌથી સર્વોચ્ચ નીડ પૈસા નથી એ માન સન્માન અને રુતબો કે મોભો છે. જેને પૈસાથી નથી ખરીદી શકાતો… જો તમે પૈસા માટે એને જ ગુમાવી દેશો તો એક સમય કદાચ એવો આવશે તમે અંબાણી બની જશો પણ માન સન્માન વગર તમને એ અમીરી તુચ્છ લાગશે. તમને એ સ્ટેજ પર થશે કે કાશ આનાથી સારું હું ગરીબ હોત… આવું મોટા ભાગના અમીરો ફેશ કરતા હોય છે… એક ઉદાહરણ સુર્યવંશમ ફિલ્મને લઈ શકો… જેમાં હીરા ઠાકુર અને કેવડા ઠાકુરના પાત્ર છે. એક પાસે પૈસા છે અને રુતબો છે જ્યારે એક પાસે પૈસા હોવા છતાં રુતબો નથી…😊 આ ફિલ્મ એટલે કારણ કે કોઈ એબુ નહિ હોય જેણે આ ફિલ્મ બે કરતા ઓછી વાર જોઈ હોય…

  • સુલતાન

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.