ખાનગીકરણ ક્યાં કારણે આવી રહ્યું છે…?

ખાનગીકરણ ક્યાં કારણે આવી રહ્યું છે…?

આજે શિક્ષક દિન છે, વિચાર કરો સરકારી શાળાઓ સતત બંધ થતી જઇ રહી છે અને એમાં સરકાર સાથે આપણે પણ એટલા જ જવાબદાર છીએ

સરકારી શિક્ષણની ગુણવત્તા ઘટી ઘટીને ઝીરો થઈ ત્યાં સુધી કોઈ શિક્ષકને ખાસ પરવા નોહતી… આપણને પણ નોહતી, ક્યાંથી હોય આપણાં બાળકો પ્રયવેટમાં છે. આપણી સેલરી ચાલુ છે… બાળકો અને શિક્ષણની ગુણવત્તા ઘટી ત્યાં સુધી ખાસ ક્યાંય ઉહાપોહ થયો નહિ પણ શાળાઓ બંધ થવાથી સરકારી નોકરીઓ ખતરામાં આવી એટલે શિક્ષકોને અચાનક સરકાર (સિસ્ટમ કહો, સરકાર તો દર પાંચ વર્ષે બદલાય પણ આ સિસ્ટમ નહિ.) દોષી લાગી…

હું માનું છું કે સરકારી શાળા બંધ થવી એમ કહો કે કોઈ પણ સરકારી એવી શાખાઓ બંધ થાય કે જેના લાભ જોઈતા એટલે કે ગરીબ વર્ગને મળતી હોય એનું બંધ થવું સારી બાબત નથી… પણ બીજો પક્ષ એ પણ છે કે આજકાલ મજૂરી કરનારા પણ દેખાદેખી પોતાના બાળકને ભણાવવા બમણી મજૂરી કરશે, લૉન લેશે પણ પ્રયવેટમાં જ ભણાવશે… સરકારીમાં કોઈ પોતાના બાળકને મોકલવા તૈયાર નથી કારણ કે છાપ જ એવી થઈ ગઈ છે…

તમે વિચારો પ્રાયવેટમાં શિક્ષકોને 5 કે 10 હજારથી વધુ પગાર નથી મળતાં છતાં લોકોની નજરોમાં એમનું શિક્ષણ સ્તર ઊંચું છે… જોકે મને નથી લાગતું કારણ કે હું પોતે સરકારીમાં ભણેલો છું… પણ વાસ્તવિકતા બહુમતી દ્વારા નક્કી થાય કારણ કે દેશ લોકશાહી અસ્તિત્વમાં છે… અને આ તફાવત આંખો સામે છે…

તો હવે વિચારો કે સરકારી શાળામાં ઓછામાં ઓછો 30+ (વધુ તો વિચારશો જ નહીં) પગાર મેળવવા છતાં એવી કઇ સમસ્યાઓ આવી જેણે સરકારી શિક્ષણ પરથી લોકોનો વિશ્વાસ આ હદે તોડી નાખ્યો… હવે સ્થિતિ એવી છે કે સરકારી શાળામાં દસ બાર છોકરા શોધવા પણ શિક્ષકોએ ઘેર ઘેર ફરવું પડે છે આવામાં દેખીતી વાત છે કે સરકારને મોટા પગાર વાળા શિક્ષકો કે શાળાઓના ખર્ચ ન પોષાય… પણ પણ અને પણ… શિક્ષણને ઘોર ખોદી કોણે…?

દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટ મોંઘુ છતાં ભરોસાપત્ર અને સરકારી સસ્તું કે નિઃશુલ્ક છતાં અવિશ્વસનું કેન્દ્ર કેમ બનતું ગયું… કારણ સ્પષ્ટ છે પ્રયવેટમાં ઓછા પગારે યોગ્ય કામ કરાવવાની ત્રેવડ છે અને કારનારની તૈયારી છે, જ્યારે સરકારીમાં મોટા પગરો લઈને પણ યોગ્ય કામ કરાવવની ત્રેવડ નથી અને કરનારની ભડવાઈઓ છે… ન હોય તો કેમ તમારા બાળક સરકારીમા નથી ભણતા…? કેમ તમે સરકારીમાં ઈલાજ નથી કરાવતા…? કેમ તમે બીએસએનએલ નથી વાપરતા… આ દરેક ક્ષેત્રમાં કામ કરતા દસ કર્મચારી જેટલો પગાર સરકારી ક્ષેત્રમાં એક માણસ લેવા છતાં કેમ કામ નથી થતું… જવાબ છે ભડવાઈ… નિષ્ક્રિયતા અને વગર મહેનતે કે હરામનું ખાવાની નિયત…

એક સમાય એવો આવશે જલ્દી જ જ્યારે બધું જ ખાનગી થઈ જશે… અને એનું કારણ સરકાર નહીં સરકારી તંત્રમાં રહેલા કર્મચારીની નિષ્ક્રિયતા અને હરામનું ખાવાની નિયત જ હશે…

અપવાદ રૂપ સારા લોકો બધેય છે, પણ લોકશાહીમાં નિર્ણય બહુમતી દ્વારા થાય અને એ બહુમતી મોટા પગારે નિષ્ક્રિય કાર્ય કરવાની નિયત વાળાની છે… એટલે સરકારને પ્રશ્ન જરૂર કરો પણ એની બીજી બાજુ ચોક્કસ વિચારો…

સત્ય હંમેંશા કડવું હોય… ઘણાને લાગી ચૂક્યું હશે.. પણ એનો કોઈ જવાબ કે હલ નથી… આ જ સત્ય છે, તમે નજરે જોયેલું હશે… સરકારી ખાતામાં આવું જ હોય તમે રોજબરોજ સાંભળો છો…😊😊😊

એટલે આ બધામાં શિક્ષકો પણ આવી જાય… આઈ હોપ સુધારની શરૂઆત થશે અને તો જ પ્રજા ખાનગીકરણની વિરોધી થશે બાકી હું તો એનો સમર્થક છું… કારણ કે એટલીસ્ટ કામ તો સમયે થાય…😊

– સુલતાન

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.