ચૂંટણી આવી ગઈ છે, વોટ આપતા પહેલા જરીક વિચારજો ખરા…

ચૂંટણી ટાણે અથવા ચૂંટણી પછીના સમયે એક જાગૃત નાગરિક તરીકે તમે શું કરી શકો…? જો કે અહીં તમે કઈ પાર્ટીના ખોળામાં બેસેલા છો, તો એ વિષય આ ચર્ચામાં જ સંપૂર્ણ અલગ પ્રકારનો છે. કારણ કે અહી ઓર્ગેનીકતા રહેતી જ નથી… અહી અર્થ થાય છે કે તમને એમ કરવા માટે પૂરતા પૈસા મળ્યા હોય અને તમે એમની નોકરી કરી રહ્યા છો, અથવા તમારા સગા છે અથવા મિત્ર છે અને તમને આવનાર ભવિષ્યમાં એનાથી કોઈ લાભ મળવાની સંભાવના છે, તો એ વાત પણ અલગ છે. કારણ કે નોકરીમાં પોતાની અંગત મતની ગણતરી રહી જતી નથી. ખાસ કરીને ત્યારે જ્યારે યુધ્ધના મેદાનમાં જ તમે એમની સાથે ઉભા છો. સો આ આર્ટીકલ તમારા માટે ત્યારે કામનો છે, જ્યારે તમે એક સ્વતંત્ર નાગરિક તરીકે વિચારો છો, વર્તો છો અથવા એમ કરવા ઈચ્છો છો. તમે પાર્ટીને નહિ દેશના હિતમાં અથવા તમારી નૈતિક જવાબદારી સાથે તમારી આંતરિક ઈચ્છા અને અવાજ સાંભળીને તમે મત આપવાના છો તો જ… બાકી નહિ…

◆ અસંતોષ એ ક્યારેય નિર્ણય લેવાનો આધાર ન હોઈ શકે…😊

આવા સમયે ચૂંટણી માથે છે… રોજ નવા નવા નેતાઓ માર્કેટમાં આવવા માટે તમને સાવ એવા સપના પણ દેખાડશે જે કદાચ એમની સરકાર કેન્દ્રમાં બની ગયા પછી ખુદ પ્રધાનમંત્રી બની જાય તો પણ પૂર્ણ કરવા લોજીકલી કે કાયદાકીય રીતે શક્ય નથી. પણ, આપણી પ્રજા બહુ ભોળી છે અને જલ્દી નેતાઓની વાતોમાં આવી જાય છે. ઘણી વાર આ કાર્ય એવા લ9કો દ્વારા કરાવવામાં આવે છે જેના પર તમે વિશ્વાસ કરો છો અથવા એનાથી પ્રભાવિત છો. જો કે ચૂંટણીમાં સત્તા પક્ષનો વિરોધ થાય એ સ્થિતિમાં આ બધાની પાછળ વાસ્તવમાં પ્રજાનો સત્તા પક્ષની સામેનો અસંતોષ પણ જવાબદાર છે, પણ… અસંતોષના આવેશમાં નિર્ણય લેવાય એ પણ યોગ્ય નથી. નિર્ણય હંમેશા સંપૂર્ણ મનોમંથન પછીનો જ હોવો જોઈએ… કારણ કે તમારો મત સામે વાળાને તમારી ઉપર પાંચ વર્ષ સુધી બિનશરતી શાસન આપી દેશે. મોકો આપવો એ આવક પ્રકારે આવશ્યક છે પણ બીજી સ્થિતિ જોતા કદાચ એ જ મોકો તમને વધુ મુશ્કેલીમાં પણ મૂકી શકે…. અહી કોઈ પક્ષની વાત નથી… સામાન્ય વાત છે…

◆ તો તમે પક્ષ અને વિપક્ષને કેવી રીતે તપાસી શકો…?

દરેક વિપક્ષ અને સત્તા પક્ષને બરાબર તપાસો… આજે જે તમને આવીને વાયદા કરી રહ્યા છે એમણે આ પહેલા ક્યારેય તમારા વાયદા સાંભળ્યા છે…? સત્તા નથી એટલે કેવી રીતે સાંભળે એવી વાહિયાત દલીલ તો ક્યારેય ન કરવી… કારણ કે જે લોકો જીતવા માટે લાખો ફૂંકી શકતા હોય એ તમારી સમસ્યાને આવાજ આપવા જો ખરેખર ઈચ્છે તો હજાર તો ફૂંકી જ શકે છે, અને વિપક્ષમાં હોવાથી પાવર સાવ નકામો નથી થઇ જતો. વિપક્ષના નેતા પણ પોતાની વગ ધરાવતા જ હોય છે. આ વગને તમે એમની લાઈફ સ્ટાઇલમાં આરામથી જોઈ શકોક છો. એટલે જો ખરેખર ઈચ્છે તો એ પ્રજા માટે સત્તા વગર પણ ઘણા પ્રકારે મદદરૂપ થઇ શકે છે… પણ, ઈચ્છે તો…

◆ સત્તા પક્ષ ક્યારેય નથી સાંભળતો એવામાં શુ કરવું…?

ઘણા લોકો કહે છે સત્તા પક્ષે અમને ક્યારેય સાંભળ્યા નથી…? તો સત્તાપક્ષે નથી સાંભળ્યા એટલે બીજાને જીતાડી દઈએ…? શું એવું ન બની શકે કે સત્તા આવ્યા પછી, વિકલ્પ આપેલા પણ એવું જ વર્તન કરે અને ન સાંભળે…? તો શું કરશો…? ફરીથી પાંચ વર્ષની રાહ જોશો… કારણ કે આમ થાય તો જે હાથમાં છે એવા પણ જાય… પણ પછી શું ફરી પાંચ વર્ષ એમ કરીને રાહ જોશો કે હવેની ચૂંટણીમાં આમને પણ પાડી દેવાય… આમ ક્યાં સુધી પાડી દેવાના ઓરતા લઈને સમય વિતાવતા રહેવાનું…? જો કે બીજો કોઈ રસ્તો પણ નથી છતાં આ પણ કાયમી માર્ગ તો નથી જ ને…? તો શું કરી શકાય…?

◆ સત્તા વગર કેટલા પ્રયત્ન કોઈએ કર્યા છે, એ તપાસ આવશ્યક છે.

તમને અથવા તમારા કોઈ મિત્ર કે સગાને સારા લાગતા ઉમેદવારને જીતાડી દેવાના…? ના, સારા લાગતા નહિ… સારા હોય એવા ઉમેદવારને જીતાડો… એ ગમે તે પક્ષનો હોય… કારણ કે ચૂંટણી પ્રચાર એ શો રૂમ છે, અને એમના ભૂતકાળના કરેલા કાર્યો અથવા વ્યક્તિત્વ વાસ્તવિક વસ્તુ… ચૂંટણી ટાણે તો બધાય પોતાના ફુગ્ગા જ હવામાં છોડવાના છે. એવા ફુગ્ગામાં ક્યાંય કોઈ વાસ્તવિકતા હોતી નથી. આવા સમયે લોકોને તપાસો… સત્તા પક્ષ જ્યારે તમારી વિચારધારામાં હવે ફીટ નથી બેસતો, ત્યારે આ સમય છે કે વિપક્ષમાં ઉભેલા લોકોને તપાસો… શું એ લોકો સત્તા મેળવવા પૂરતા જ તમારા હમદર્દ બની રહ્યા છે અથવા બનીને આવ્યા છે…? કે ભૂતકાળમાં સત્તા ન હોવા છતાં એમણે એમના દ્વારા થઇ શકતા કાર્યો કર્યા જ છે અને હંમેશા પ્રજાના પ્રશ્નો સાંભળ્યા છે.

◆ સોશિયલ મીડિયામાં ખાલી સત્તા પક્ષને કોષવું એ મજબૂત કારણ નથી વિશ્વાસ કરવાનું…

ટ્વીટ કરીને વિરોધ કરવો એ કામ નથી, ક્રોંકિટ કામ શોધો…? ભણેલો છે એટલે જીતાડી દેવો… આ પણ વિચારેબલ… જુના લોકો કહેતા ભણ્યો છે પણ ગણ્યો નથી… આજકાલના શિક્ષણનું સ્તર એવું છે કે એમબીએ વાળા કરતા સમોસા વેચવા વાળો વધુ આગળ છે, સો થીંક અગેઇન… મજબુત કારણ શોધો… જો કોઈ મજબુત કારણ છે તો જીતાડો બાકી સત્તા પક્ષનો વહાવ જુઓ… ગુજરાતી કહેવત છે, કે અણસાર ન હોય ત્યારે સામા વહેણમાં ન તરાય… કારણ કે રાજકીય અથવા કેન્દ્રીય સત્તા પક્ષના ઉમેદવારને તમે કામ કરવા પ્રેશર કરી શકશો… કારણ કે એની પાસે સત્તા પક્ષ નથી કરવા દેતો એવું બહાનું નથી હોતું… નવા ને કૈક કહેશો તો એ કહી દેશે એક શીટથી હું શું કરું અથવા અમને ઉપરથી કામ કરવા નથી દેતા… શક્ય છે એમના બહાના સાચા હોય પણ આપણે બહાના સાંભળવા તો એમને નથી ચૂંટ્યા ને…? વી નીડ રીઝલ્ટ… સત્તા પક્ષને જ જીતાડો તો પણ જરૂરી છે કે એ કામ ન કરે એટલે બેસી રહેવાનું… જેટલા જાગૃત સોશિયલ મીડિયામાં ચૂંટણી ટાણે થાવ છો એટલા રોજીંદા જીવનમાં થાવ અને સવાલ કરતા શીખો… શરૂઆત સોસાયટી પ્રમુખથી કરો અને પછી કોર્પોરેટર… ન સાંભળે તો, એના પણ માર્ગો હોય છે… ઉપર સુધી રજૂઆત… પણ જો તમને એમ જ વહેમ હોય કે બધું કેન્દ્રના આધીન છે, તો તો કદાચ તમારે આશા જ મૂકી દેવાય… કારણ કે જો એમ હોય તો કોઈને પણ વોટ આપો એ નિરર્થક જ ગણાશે… બદલાવ એ કોરી કલ્પના માત્ર છે, આ સ્થિતિમાં…

◆ બહાના ઓળખાતા શીખો…

અમે સત્તામાં નથી અમે શું કરી શકીએ…? સમજ વિકસાવો કે અમને સત્તા અપાવો તો જ અમે બદલાવ લાવીએ, એ માત્ર અને માત્ર સત્તાની ભૂખ છે. કારણ કે પોતાના આંતરીક (પારિવારિક કે રેલો આવે એવા મુદ્દા) મામલામાં જો એ સત્તામાં ન હોવા છતાં છેક કેન્દ્ર સરકાર સુધીની લાગવગ કરાવી શકતા હોય… તો પ્રજાના પ્રશ્નો માટે પણ ઈચ્છે તો એ ઘણું સત્તા વગર પણ કરી શકે…. કારણ કે રાજનીતિમાં ક્યારેય કોઈ દુશ્મન નથી હોતા… આ ભાવના માત્ર કાર્યકર્તાઓમાં અને ફેસબુકી જીવાતોમાં જ હોય છે. આ સિવાય તમે નોટીસ કરો આ બધા જ બદલાવિયા વાયદા ચૂંટણી પૂરતા આવે છે, એક સ્ટેજ પર આવવા. ભૂતકાળના યુવા નેતાઓ અને અંદોલનને અને સંગઠનોને તપાસો વિગતવાર અભ્યાસ કરો… પોતાનું કામ નીકળ્યા પછી નવી વિચારધારા લાવેલા નમુના જ જૂની વિચારધારાના ખોળામાં પોતાનો ભાગ લઈને ક્યાંકને ક્યાંક ગોઠવાઈ ગયા છે. અને આ લોકો ચૂંટણી પૂરતા જ એક્ટીવ થાય છે, બાકી એયને પોતપોતાની જીંદગીમાં મસ્ત છે. કાર્યાલય પણ ચૂંટણી પૂરતા જ એક્ટીવ થાય છે, પછી ત્યાં કોર્પોરેટર તો શું કાગડા પણ નથી ઉડતા… શું આ જોવા જીતાડવાના છે…? આ સવાલો ક્યારેય કર્યા છે…?

◆ ચૂંટણીના વાયદાના કુણીએ ચોપડેલા ગોળમાં ન ભરમાશો…

કોઈ પક્ષે પોતાના વાયદા પુરા કર્યા હોય એવું આજસુધી તો બન્યું નથી. સત્તા પક્ષે તો અમુક મોટા અને મહત્વના વાયદાઓ કરી બતાવ્યા છે, કદાચ એમની પસંદગી જ એના માટે થયેલી… પણ હાલ ક્ષેત્રીય ચૂંટણી છે એટલે કેન્દ્ર નહિ પોતપોતાના વિસ્તાર મુજબ એનું આકલન કરવું દરેક પ્રજાની પોતાની જવાબદારી છે, હું કહું આને આપો એટલે કે નેતા કહે મને આપો એટલે વોટ નાખવો એ એમની લુચ્ચાઈ કરતા પહેલા તમારી મૂર્ખતા છે. એટલે મુર્ખ બનતા પહેલા થોડાક જાગૃત બનજો, કમશે કમ સોશિયલ મીડિયામાં બથમબથ્થી આવતી વખતે બની જાઓ છો એટલા તો બનજો જ… તમને સમજાય કે ન સમજાય સત્તા પક્ષ અને વિપક્ષની વ્યક્તિગત રીતે હંમેશા સાંઠગાંઠ હોય જ છે. વિપક્ષમાં હોવા છતાં એમની સત્તાઓ લગભગ યથાવત હોય છે, જ્યાં સુધી સત્તાને પાડી દેવાની કે નુકશાન પહોચાડવાની એમની કોશિશ ન હોય…. એટલે કે ઈચ્છે એવા કામ કઢાવી શકવાની સત્તા એમની પાસે હંમેશા હોય જ છે. અનેક ઉદાહરણો હાજર છે જ્યાં પતિ સત્તામાં છે અને પત્ની વિપક્ષમાં… તો શું એ લોકો તમે લોકો સોશિયલ મીડિયામાં લડી મારો છો એમ લડી મરતા હશે…? રાજનીતિને રાજનીતિ સુધી જ રાખો… એ વ્યક્તિગત સબંધમાં વિનાશક બની શકે છે.

◆ હર્ષદ મહેતાની ભાષામાં સમજો, પ્રોફિટ એ દરેક વ્યવસાયનો કોમન સબ્જેક્ટ છે…

દસ લાખ ખર્ચીને આવનારો નેતા/કોર્પોરેટર/અધિકારી/સરકારી બાબુ કે ગમે તે હોય એ પોતાના પૈસા કાઢી લેવાની ગણતરી સાથે જ આવતો હોય છે. બીજું જે લોકો ફેસબુકમાં પોતાના રોજીંદા કામધંધા છોડીને પાર્ટી પાર્ટી કરે છે એ પોતાના લાભ વગર આમ કરે જ નહિ એ દેખીતી વસ્તુ છે. આ ભાવનાને નોકરી અથવા સર્વિસ કહી શકો… તમે જ વિચારો, તમે તમારી રોજીંદી નોકરી છોડીને ક્યારેય પાર્ટીના પ્રચાર કરવા રાત-દિવસ દોડો છો…? ના… નહિ જ ગયા હોવ સિવાય કે રોજ કમાઓ એનાથી વધુ મળતું હોય… કારણ કે પોતાની કમાણી મુકીને જનારા બહુ ઓછા છે. તો જનારા ક્યાંકને ક્યાંક લાલો લાભમાં જ લુંટાય છે એમ પણ સમજવું… (અહી તમે એમણે ખોટા ન ચીતરી શકો, કારણ કે એક પ્રકારે આ પણ કામ છે. નોકરીમાં જે પગાર આપે એનું કામ કરવું જરાય ખોટું નથી.) સો થીંક ત્રણેક વાર બીફોર કોઈના કીધામાં વહી જતા… જે લોકો આજે કહી રહ્યા છે કે એક મોકો આપીએ…? આ વાતના મર્મને સમજો… આ સરકાર છે કોઈ ફેસબુક પોસ્ટ નહિ કે એક અવસર કઈ પણ વિચાર્યા વગર આપી દેવાય… કારણ કે તમારો એક મોકો એના પાંચ વર્ષના લાભમાં પરિણમે છે. જુનો ઓછું ખાય નવો જાજુ ખાય એવું તમે ક્યાંક સાંભળ્યું હશે. એટલે જો બદલાવની શક્યતા જ નથી તો વોટની વ્યર્થતા શા માટે…? બદલાવ…? શું કોઈએ વાયદા લેખિતમાં આપ્યા છે, શું કોઈએ કહ્યું છે કે હારીશ તો પણ તમારી સાથે ઉભો રહીશ અને ઉભો રહ્યો હોય એવો કોઈ છે નેતા…? નહિ જ હોય… સ્પષ્ટ છે, જાહેરાત ગ્રાહકને ત્યારે કરાય જ્યારે વસ્તુ વેચવાની હોય….

◆ ઓલ ઓવર કઈ પાર્ટી શું કરે છે, રાજનીતિમાં શું ચાલે છે… એને કેમ કરીને સમજવું…? સીધો મુદ્દો સમજો…

સૌથી પહેલા તો રેલીઓ સાંભળવાનું છોડી દો, મોટાભાગે એ અંધારામાં ફેંકાતા તીર જ હોય છે. ખાસ કરીને ન્યુઝ, ભાષણો અને નિવેદનો ઓછી જોવાની રાખો. વધારે પડતો ફોકસ વિધાનસભા, રાજ્યસભા અથવા લોકસભામાં તમે મોકલેલા તમારા નેતા કઈ રીતેની વાતો કરે છે, કયા પ્રશ્નો ઉઠાવે છે અને કયો પક્ષ એને કેવી રીતે સમર્થન કે વિરોધ કરે છે. આ બધું, જુઓ, જાણો સમજો અને પોતાની રીતે એને વિચારો… કારણ કે સરકારની નીતિ અને રાજનીતિ ત્યાં ઉઘાડી પડે છે. નિર્ણયો અને કાયદા તેમજ દેશની વાસ્તવિક રાજનીતિ કહો કે વિચારધારા કહો એક ત્યાં નક્કી થાય છે, બાકી રેલીમાં આપવામાં આવતા લાડવા એ કુણી પર લગાડવામાં આવતા ગોળ જેવા હોય છે. કારણ કે ત્યારે માત્ર અને માત્ર સત્તા મેળવવાની અથવા સત્તા ટકાવી રાખવાની એકમાત્ર રણનીતિ હોય છે. લોજીક, વિચારધારા અને વાસ્તવિકતા સાથે એમને ક્યાંય કાઈ લેવા દેવા હોતો નથી. આ જ સત્ય છે, તેમ છતાં આપણે ચૂંટણી ટાણે આપવામાં આવતા વચનો વાયદા સાંભળીએ છીએ પણ સંસદ, લોકસભા કે એવા કોઈ ભવનની ગતિવિધિને અવગણી દઈએ છીએ. શા માટે…? જો વાસ્તવિકતા સાંભળવી, સમજવી અને જાણવી હોય તો ફરજીયાત તમારા રાજનેતા કે પક્ષના વાસ્તવિક પ્રતિબિંબને જુઓ કે એ ત્યાં કઈ રીતે તમારું પ્રતિનિધિત્વ કરે છે…

એની વે લખવા ઘણું બધું છે, પણ સમય ઓછો છે અને મુદ્દાની સમય સમયિકતા રહી નથી…😊😊

~ અસ્તુ…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.