ટૂંકા કપડાં એટલે આઝાદી…? આવું ક્યાં સુધી…?

આ ફોટાવ મૂકી મૂકીને જે ફેમિનિઝમની વાતો થાય છે એ એક લેવલ સુધી ઉચિત છે… કે મૂળ માનસિકતામાં જ વાંક છે… કપડાં ઓછા કે વધારે હોવાથી કોઈ ફેરફાર નથી જ આવતો… મૂળે તો માનસિકતામાં જ બધુ બીજ રહેલું છે..

પણ બીજી બાજુ એ પણ છે કે મહિલાઓ કહે છે નાના કપડાં જોઈને જ કેમ.. અને પુરુષ કહે છે નાના કપડાં હોય એટલે… મૂળે ઝગડો જ નાના કપડાનો છે… પણ અમુક બાયું લઈને બેઠી છે કે કેમ ન પહેરીએ… આ પ્રશ્નનો જવાબ મુશ્કેલ છે. પણ જો કરો તો સ્વતંત્રતા, ઓપનનેસ અને આઝાદીની વાત થાય…

શુ અડધા કે ટૂંકા કપડાં પહેરવા જ આઝાદી છે… શા માટે સ્ત્રીઓએ હમેશા કપડાંની બાબતે જ લડતું રહેવાનું… જો કે વાસ્તવમાં સમાનતા અને આઝાદીને કપડાં સાથે કોઈ લેવા દેવા જ નથી… પુરુષને તમે ક્યારેય જોયો છે કે અન્ડરવીયર અને બંડીમાં ગામમાં ફરતો…? ના, ને… કોઈ પુરુષે આ બાબતે મોરચો માંડ્યો કે સ્ત્રીઓ ટૂંકા કપડામાં ફરે તો અમે કેમ નહીં…? જવાબ છે જરાય નહિ.. તો પછી ટૂંકા કપડાંને આઝાદી અને સ્વતંત્રતા કે ઓપનનેસ સાથે જોડીને વાહિયાત વીચારધારા ફેલાવવી જ કેમ…?

ટૂંકા જ કપડાં કેમ પહેરવા છે…🤔 આનું કોઈ વ્યવસ્થિત લોજિક છે ખરું.. ફેશન અને અલગ દેખાવાની હોડ સિવાય…🤔 નહીં ને… તો પછી કેમ દરેક વાર અર્થહીન મુદ્દાને ટીંકી ટીંકીને આ વિચારધારાને સમર્થન આપવાનું…?

અને જો અહીં સમાનતાને જોડવી છે… તો પુરુષ હંમેશા પુરા કપડામાં જ ફરતા હોય છે… ક્યાંય કોઈ એવી ફેશન મેં ભારતમાં નથી જોઈ જ્યાં ચડ્ડી અને બંડી પેરવાની ફેશન હોય…🤔🤔 તો ફિર કયો… શુ જરૂર છે… પાછા આવી વીચારધારા વાળી બાયું જ ગામની અને પુરા કપડાં પહેરતી બાયુને એક લેવલ પર અભણ અને ગવાર સમજે.. (આ બાબતનો વિરોધ ન કરવો, ફેમિલી સાથે જવાનું થાય ત્યારે અમારો રાજસ્થાની પહેરવેશ જોઈને અનેક લોકો આજે પણ આમ વર્તે છે, જેમાં સ્ત્રીઓ પણ હોય છે જેનો હું અઢળક વાર સાક્ષાત્કાર કરી ચૂકયો છું. જો કે એવી મંદબુદ્ધિ વ્યક્તિઓ માટે ન તો અમે અમારો પહેરવેશ છોડવાના કે ન સંસ્કાર. અમારી આઝાદીની વ્યાખ્યા દેખાદેખીના આઝાદી વિચારને આધીન નથી.) તો પ્રશ્ન અહીં એ થાય કે આ મુદ્દો સ્વતંત્રતા કે આઝાદી સાથે તો ક્યાંય બંધ બેસતો જ નથી…😊

( નોંધ : આ જસ્ટ એક બીજી બાજુની નજર છે. અહીં કોઈ પ્રકારે ટૂંકા કપડાના કારણે જ બધુ થાય એવું કહેવાનો આશય નથી. જો કે એ મેં પ્રથમ લાઈનમાં જ કહ્યું છે. પણ આખી વાતમાં છે એમ માનસિકતા… આ બધામાં ક્યાંય સ્વતંત્રતા, આઝાદી કે ટૂંકા કપડાં જવાબદાર નથી… જવાબદાર છે આપણી ગંદી થતી જઈ રહેલી માનસીકતાની… બાકી હિન્દી ફિલ્મો (ટૂંકા કપડાં અને આઝાદીની વાહિયાત ફિલુસૂફી પર ચાલતી ફિલ્મો) અને સાઉથની (વાસ્તવિક આઝાદી અને ફેમિલી સાથે જોઈ શકાય તેવી) ફિલ્મોની સ્થિતિ જોઈ શકો છો. એ લોકો બધા જ સંસ્કાર સાથે હિટ તો શું સુપર હિટ ફિલ્મો આપી શકે છે…)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.