કઈ માનસિકતામાં જીવીએ છીએ આપણે…?

કઈ માનસિકતામાં જીવીએ છે આપણે… 🤔🤔 જ્યાં એક મોબાઈલ ફોન જેવી નજીવી વાત માટે સગાઈ તૂટી જાય છે…

અહીં કોઈ રેકોર્ડિંગ કે કોઈ બેન કે કોઈ સગા કે સંબંધી જેવી કોઈ વાત નથી કરવાની… એ બધું તો સાચું હોય તોય સામે આવેલું સત્ય માત્ર છે. પણ આવા જ હજારો સત્ય સામે આવ્યા વગર પણ ક્યાંકને ક્યાંક ભજવાઈ રહ્યા છે. શુ છે આ બધાનો આશય…? શુ આપણે ખરેખર માણસાઈ મૂકીને એમાંથી વિમુખ થઈ રહ્યા છીએ. કે પછી આપણે હવે જરૂરિયાત અને સ્વાર્થ આગળ એટલા આંધળા થતા જઇ રહ્યા છીએ કે એના આગળ આપણે કાઈ જોઈ જ નથી શકતા…🤔 સોરી સ્વાર્થ કરતા વધુ દેખાદેખી અને ન હોઈએ એવા દેખાડવાની અર્થહીન દોડ…

આ કોલ રેકોર્ડિંગમાં વારંવાર જે રીતની વાત થાય છે એ પ્રમાણે જે તે બેનને સાસરીમાં બધાય સુખ છે અને આ વાતની ખાતરી પણ બેનના સગા મોટા બેન કરે છે, અને એ એમ પણ કહે છે કે પિયરમાં પણ એ પપ્પાના કાળજાનો કટકો છે અને એને માંગેલી વસ્તુ માત્ર આંગળીના ઈશારે જ ત્યાં મળે છે… વાત પરથી લાગે છે કે કદાચ ઇ માંગે તો તાજમહેલ બાંધી દયે ઘરના પણ તોય માનસિકતા એવી છે કે આઈફોન તો છોકરો જ લઈને આપે… જાણે લગ્ન છોકરા સાથે નહિ કરીને આઈફોન સાથે કરવાના સેય 🙄🙄 આ બાબત એટલે દર્શાવી કે મોટા ભાગની ફેંકમફેક સમાજમાં કે સોસાયટીમાં આમ જ થતી હોય છે… દહેજ માંગવા વાળા દીકરાનો પરિવાર હોય કે આ રીતની માંગણી કરનાર દીકરીનો પરિવાર… એ લોકો ગમે એમ કરીને પોતાના બાળકની ખોટી માર્કેટિંગ કરતા જ હોય છે. કરણ કે માર્કેટિંગ સારી હોય તો જ ભાવ સોરી લાભ સારો મળે ને… ચાલો માતા પિતા તો પોતાના સંતાનની મોટી જ વાતો કરે ને આ વાત પણ જાવા દઈએ…

કોલ ચાલુ છે… વારંવાર કંપની ફેરવવાની વાત છે. પરિવાર સારો હોવાની ખાતરી છે, છોકરી પણ દુઃખી નહિ થાય એવુંય બેન ખુદ કયે સે… એટલે કે લગભગ જીવન જરૂરી બધુંય બરાબર જ છે, પણ આ બધું સારું તોય વાત કેમ વારે ઘડીએ વળી ફરીને આઇફોન પર અટકી જાય… હવે આવી વાહિયાત માંગને સંતોષવા માટે પાછું બહાનું પણ કેવું બનાવે કે સગાઈ થાય તો લોકો પુસે ને કે કયો ફોન લઈ દીધો… એલા ભલા માણસ, સગાઈ થાય એટલે લોકો છોકરો કેવો છે કેમ છે એ પૂછે કે મોબાઈલ કયો લઈને આપ્યો એમ પૂછે… અને પૂછે તોય આ વ્યવસ્થા કે પ્રથાને શરૂ કોણ કરી રહ્યું છે… તમે અમે કે આપણા જેવા લોકો જ ને…? કેમ આવા પ્રશ્ન સામે આપણે એમ ન કહી શકીએ કે સબંધ જોડવા માટે પ્રેમ જોઈએ, વ્યક્તિત્વ સારા હોવા જોઈએ… પરણવા અને સાથે રહેવા ખાસ તો સમજ જોઈએ… કોઈ મોંઘો ફોન, બંગલો. ગાડી કે આઈફોન નહિ…

એક સમય હતો જ્યારે અમે નોકિયાના 1100 લઈને ગામ ગજવતા કે અમારી પાસે ફોન છે અને આજની પીઢીને મોંઘા ફોનમાં પણ શરમ આવે… કેમ? કારણ કે એમના એમ જ મોજ કરતા લોકો છે હજુય આપણી આસપાસ પણ ના આજની પેઢી આઈફોનમાંય ખુશ નથી… કારણ કે અભિલાષાઓ સતત વધી રહી છે. અભિલાષાઓ પણ કેવી…? એવું વસ્તુની જરૂરિયાત ઉભી કરવામાં આવી રહી છે… વાસ્તવમાં જેની કોઈ જરૂર નથી, પણ બસ બધાને દેખાડવું છે… ક્યારેય કોઈએ વિચાર્યું છે કે તમારી આ મહત્વકાંક્ષા સંતોષવા તમારા જ માતાપિતા કેટલો ભોગ આપે છે… આ સમજવું હોય તો ક્યારેક પોતે કમાઈને એકાદ સાદો ફોન પણ ખરીદી જુઓ, એટલે નોકિયા પણ આઈફોન લાગશે…😊

એમાઈ થી નીચા જોણું શનું થઈ જાય? હું તો કહું છું સાવ સાદો ફોન હોય તોય નીચા જોણું શેનું…? આજેય હજારો લોકો છે જેની પાસે નોકિયા કે સેમસંગનો સાદો ફોન પણ નથી. ચાલો તોય માની લઈએ કે ઉઠવા બેસવાનું મોટા લોકો જોડે હોય તો થોડુંક વ્યવસ્થિત જોઈએ, પણ સાલું થોડુંક એટલે કેટલું વ્યવસ્થિત એની કોઈક તો વ્યાખ્યા હોય કે નહીં… એવી તો બેન ક્યા અંબાણીના ઘેર ઉઠક બેઠક કરે છે કે એને એમાઈ ફોન જોઈને પણ નીચા જોણું થાય…🤔🤔 અને આટલું નીચા જોણું થતું હતું તો સગાઈ પછી જ કેમ થાય… પેલા પણ આઈફોન વગર જીવતી હતી મેં તો ત્યારે જ નીચા જોણું થાયું હોત તો ડૂબી મરી હોત ને..🤔🤔 કે કોઈકને પૈસા હોય એટલે જ નખરા સુજે…🤔

નીચા જોણું… મેં આ જ એમાઈ સાથે ચારેક કંપની સાથે કામ કર્યું છે… 700 કરોડથી 7 કરોડ સુધીની સંસ્થાના અધિકારીઓ જોડે બેસીને ચર્ચાઓ પણ કરી છે… મને તો ક્યારેય કામ કરતી વખતે ત્યાં જરાય નીચા જોણું થયું હોય એવું નથી લાગ્યું… પણ આજની પ્રજાતિને લાગી જાય છે, આ હાઈબ્રીડ પ્રજાતિ આવનારા સમય માટે નાસુર બની જવાની છે. કારણ કે આ એ જ પ્રજાતિ છે જેને કાલે થોડીક ભણ્યા ગણ્યા પછી પોતાના જ ગામડાના કે સાદગીથી જીવેલા માતા પિતાને જોઈને પણ નીચા જોણું લાગશે…🤔🤔

કેમ…? કેમ કે એમણે પોતે આખું જીવન સેમસંગનું ડબલુ વાપરીને તમને આઈફોન રાખવા જેવા કર્યા છે એટલે…🤔 આવા હલકા મોબાઈલ થી પણ હલકા તો આ લોકોના થઈ ગયેલા વિચારો છે બીજું કાંઈ નહીં… આ પ્રજાતિ જ કાલે ઉઠીને માતા પિતાને રોપ જમાવવા ઘરના નોકર તરીકે ઓળખાવી દે… અને આ બધું શા માટે…? તો બસ કોઈકને દેખાડવા કે પોતે કેટલો હાઈ પ્રોફાઈલ છે… શા માટે… શુ ફરક પડે છે કોઈ દેખે કે ન દેખે કે માય જાય… એ થોડે આપણને આપી દેવાના છે… આપણું આપણે જ રળી ખાવાનું છે તો આપણી ચાદર છે એટલામાં જ મોજથી રહીએ… આઈફોન ન હોય તો શું જીવન અટકી જાય છે… 🤔 ના ને… તો પછી કેમ…? લગ્ન જેવા સંબંધમાં એક ફોન જેવા સામાન્ય કારણે સબંધ તૂટી જાય એનાથી વધારે હવે આ નવી પેઢી પાસે શુ આશા રાખવી.. આ લોકો હવે શુ સાથે સાત ભવ જીવી નાખવાના…? અરે સાત તો દૂર એક જન્મ પણ જીવી લેવાના… આ જ હવાઈ પ્રજાના કારણે સબંધ આજકાલ મજાક બનીને રહી ગયા છે…

આ કોઈ હિના કે ધ્રુવલની વાત નથી… આ આપણા સમાજમાં સડાની જેમ ઘર કરી રહેલી એ ગંદકીની વાત છે, જે આવનારા દિવસોમાં અસાધ્ય બની જશે. આ કોઈ ભૌતિક ગંદકી નથી પણ વૈચારિક ગંદકી… માનસિક ગંદકી… અને સંબંધોમાં ઘટતી જઇ રહેલી સ્થિરતાની નિશાની છે… કારણ કે હવે પ્રેમ પણ સાબિત કરવાનો પ્રમેય બની ગયો છે. પણ સાબિત કરવા કરવાનું શુ…? એ કદાચ કોઈને ખબર નથી. શુ આઈફોન લઈ દેવાથી પ્રેમ સાબિત થઇ જાય…🤔🤔 ના…પણ આવી જ હીનાઓ અને હીનાની બેનો સમાજમાં છે. નો ડાઉટ ગંદકી બંને બાજુ છે… પણ આજકાલ દહેજ પ્રથા તો લગભગ નાશપ્રય થઈને ઉલટી પડી ગઈ છે… પણ તોય આપણે હજુ પુરુષો ને જ કોશ્યા કરવાના છે… આપણે ક્યારેય વાસ્તવિક સમસ્યાને તો સમજવા પ્રયત્ન નથી કર્યો…

આજના સમયમાં ખુશી અને સબંધ બધાની વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે. સ્વાર્થ અને જરૂરિયાત એ પણ વાહિયાત જરૂરિયાતોએ એવું તે ઘર કરી લીધું છે કે આપણે સંબંધને ભુલાવી આભાસી ખુશીઓ શોધતા વલખા મારી રહ્યા છીએ… અને અંતે… મરી જઈએ છીએ પણ કાંઈ મળતું નથી… આ પોલો કોહેલીઓની વાર્તા આલકેમિસ્ટ જેવું છે… ખુશીઓ આપણા નજીક છે અને આપણે એને દૂર ક્યાંક શોધી રહ્યા છીએ…

તમે જોયું છે ક્યારેય ઝૂંપડ પટ્ટીમાં ડાયવોર્સ થતાં…🤔🤔 પણ ઓડી વાળામાં અવારનવાર આ તમને સહજતાથી જોવા મળે છે… કેમ…? કારણ કે એક જગ્યાએ લાગણી મહત્વની છે અને એક જગ્યાએ દેખાડો…😊😊

આ કિસ્સો ઘણી રીતે લોકોએ પોતાના જીવનમાં ઉતારવા જેવો છે… તમે ધ્રુવલ બનશો તો ચાલશે પણ… હિના ક્યારેય ન બનતા… એ પણ એક ફોન માટે… જીવનની ખુશીઓ માટે લડવું યોગ્ય છે, પણ આભાસી ખુશીઓ માટે નહીં…

જીવનમાં આનંદ હોવો જરૂરી છે… પ્રેમ હોવો જરૂરી છે… આઇફોન ન લઈ દે એવો હશે તો ચાલશે પણ આઈફોન આપીને રોજ રાત્રે એજ આઈફોન વારંવાર ચેક કરતો હશે તો એવા આઈફોનને તમે શુ કરશો…🤔 ઝૂંપડાની આઝાદી, સોનાના પિંઝરા કરતા અનેકઘણી ખુશીઓ આપે છે… પણ આ સમજવામાં તમને સમય લાગી જાય છે, અથવા સમજાય ત્યારે સમય વીતી જાય છે…

કોઈ ઓન મુદ્દે આઝાદી અને સ્વતંત્રતાની અવાસ્તવિક વાતને આગળ કરીને આવા મુદ્દાઓ ઢાંકી દેવાય છે. પણ પ્રશ્ન એમ છે કે કઇ આઝાદી… કયું સુખ… કઇ જરૂરિયાત એવી છે જેના વગર જીવન અટકી જાય છે…. રોટલી, કપડાં અને મકાન તો દરેકને જોઈએ અને મધ્યમ વર્ગ સુધી દરેક પાસે એ છે, તો પછી આ શોઅપ માટે અમીરી દેખાડવા પોતાના ઝુંપડા શુ કામ બાળવા…🤔🤔

આ એમાઈ વાળો ગયો… શુ ખબર આ જ સાચો હીરો હોત તો… હવે મળશે એ આઈફોન લઈ દેશે પણ જીવનમાં ઘણી વસ્તુઓ જરૂરી છે એ નહીં આપી શકે તો…🤔🤔

મુદ્દો મજાકનો છે પણ ખરેખર વિચારેબલ પણ છે…😊😊

– સુલતાન ( હું પોતે જ 😁)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.