ક્યાં સુધી…?


Published on

ક્યાં સુધી…?

Date : 23-22-2025
Place : દરિયા કિનારો (જે તને સૌથી વધુ પસંદ છે.)

કોઈ માણસ પોતાને સાબિત કરવા કઈ હદ સુધી જઈ શકે…🙄🙄 વર્ષોનો સબંધ પળમાં ભૂલી જાય એ પણ માત્ર પોતાનો ઈગો સેટિસફાય કરવા… માત્ર એ દર્શાવવા કે એ જ સાચું છે, હોય છે અને રહેવાનું પણ છે… વારંવાર પોતાને મનાવવા કોઈકને મજબુર કરનાર એક વાર જો કોઈને ન મનાવી શકે તો એની ઈચ્છાઓ નર્યો દંભ માત્ર છે…

એ વ્યક્તિ સામે તમે ક્યારેય સાચા હોઈ જ ન શકો… ભલે ને એ તમને સ્વાર્થી કહે, તમને નફ્ફટ માણસ કહે, તમને પોતાનો ઉપયોગ કરતું કહે, તમને મેન્ટલી સાયકો કહે, તમને મળવાને પોતાના જીવવનની સૌથી મોટી ભૂલ ગણાવે, તમારી વાતો પણ એને બહેશ લાગે, તમારું મોઢું સુધ્ધાં જોવા ન માંગે, તમને એ ઈચ્છે ત્યારે અને ધારે ત્યાં સુધી ભૂલી શકે/ઇગ્નોર કરી શકે, પોતાનું સાચું કરવા એ તમને બોલવાનો કે વ્યક્ત થવાનો પણ અવસર ન આપે… યુ નો બાય એટલે બાય… પણ શું કોઈનો અવાજ દબાવી દેવાથી તમે સાચા થઈ જાવ…🤔🤔

હજુ ઘણું બધું છે… વારંવાર તોડી દેવામાં આવતા સબંધ, દરેક તૂટતા સબંધ વખતે પુરે પૂરો ગુસ્સો ઉતારી તમને થર્ડ કલાસ માણસ સિદ્ધ કરી દેવામાં આવે… યુ નો 3rd કલાસ… તેમ છતાંય નફ્ફટ બનીને એને સુધારવા તમે એમની આગળ ઝૂકી જાવ… પણ કેટલી વાર… એકવાર, બે વાર, ત્રણ વાર… પુરા દસ દસ વાર સબંધ સુધારવા તમે પોતાના આત્મસન્માન ઇગોને બાજુમાં મૂકી દીધો હોય… રોજિંદી વાતોમાં આત્મસામર્પણતો સામાન્ય બાબત છે અહીં વાત છે સબંધમાં તૂટી જતા દોરની… એને કેટલી વાર તમે શરતોને આધીન થઈ થઈને ગાંઠ બાંધી શકો…

જેને સંબંધની કિંમત ન હોય એને કેટલી વાર તમે સમજાવી શકો… કોઈકની કેટલી ચિંતા તમે કરી શકો… કે એ તમને ભાંડયા કરે અને તમે એને એમ સમજીને માફ કરતા રહો કે હશે, ગુસ્સામાં… નેવર માઈન્ડ અગેઇન… પણ કેટલીક વાર… કેટલીક વાર તમે એને મોં સુધ્ધાં ન જોવા માંગવાના કહેવાય પછી પણ જતું કરો…🙄🙄

વાસ્તવમાં આવા સાયકો, બુદ્ધિહીન અને ઇગોથી છલોછલ સ્વાર્થી માણસને સમજાવવા કરતા એના હાલ પર છોડી દેવું જ યોગ્ય રહે છે… જરૂરી નથી દરેક વાર ઝૂકી જઈને સબંધ બચે, ઘણીવાર પ્રેમ બચાવવામાં તમારું આત્મસન્માન તૂટી જાય… તમારું મનોબળ અને તમે સ્વયં તૂટી જાવ છો… ઘણીવાર એવા લોકો પોતાને હોય એનાથી વધુ શ્રેષ્ઠ સમજી લેતા હોય છે… વાસ્તવમાં આવું વ્યક્તિ જીવનમાં ન પોતે ખુશ રહે કે ન કોઈને રાખી શકે… તમારી દ્રષ્ટિએ અણમોલ ગણાતા એ જ દરેક વાર તમને પળ વારમાં કોડીના કરી મૂકે એવા વ્યક્તિ સાથે વારંવાર જોડાઈ જતા વિચારવું જ રહ્યું…

આવા સબંધમાં પોતાના આત્મસન્માનને હોમી દેવું એ નરી મૂર્ખતા છે… જેને સંબંધની પરવા જ ન હોય એમને પ્રેમ કરવો એ સ્વયંને આપેલી સજા સમાન છે… આવા માણસો જ પોતાના દુઃખને આખી દુનિયાનું દુઃખ સમજીને આખા સંસારને પોતાની દ્રષ્ટિએ જોવા બધાને બાદ્ય કરતા હોય છે. એમ જતાવવાની કોશિશ કે જીવનમાં દુઃખ બસ એમને જ છે, પ્રેમ બસ એ જ લોકો કરે છે, કોઈકની કેર માત્ર એ જ લોકો કરી શકે છે, સાચા બસ એ જ લોકો હોય છે, બુદ્ધિ માત્ર એમની પાસે જ છે, સબંધ માત્ર એ જ લોકો સાચવી રહ્યા છે… કારણ કે એમના મત મુજબ મૂર્ખ બસ અન્ય લોકો જ છે, આ દુનિયા છે અને પોતે અહીં જીવતા સૌથી સીધા અને ઉત્તમ કક્ષાના શ્રેષ્ઠ માણસ…

પણ આ જ એમની ભૂલ હોય છે. જે માણસ વર્ષોનો સબંધ તોડવા ક્ષણિક ન વિચારે એવા વ્યક્તિઓ સંબંધને લાયક જ નથી હોતો…🙄 મેન્ટલી અનબેલેન્સ્ડ…. સાયકો… જવાબદારી હીન…

વારંવાર જૂની વાતો નહિ કરવાની કહીને પોતાની ભૂલો ઢાંકવાની એકની એક લત ક્યાં સુધી તમને બચાવી લે… ક્યાં સુધી… અને જો આ જ સત્ય હોય તો હું પણ એક ભૂલ કરી શકું ને… હું પણ એક વખત આને જૂનું ભૂલવાનું કહીને કહ્યું જ નથી એમ સિદ્ધ કરી જ શકું ને… કેમ તે પણ અનેક વાર ગુસ્સાના નામે આ હદના શબ્દ પ્રયોગો કર્યા જ છે ને… એ પણ વારંવાર… તારા તરફથી જ બોલવામાં હદ ક્યારેય રહી જ નથી, ગુસ્સાના નામે પોતાનું અંતર વારંવાર ઢોળ્યું જ છે તે… જો તારા શબ્દો ગુસ્સો માત્ર છે, તો આ મારા શબ્દો કાયમી કેમ થઈ જવાના… ગુસ્સો તો દરેક વ્યક્તિને આવતો જ હોય છે ને… તો અભિવ્યક્તિ માત્ર તારી જ કેમ સાચી..

મારે પણ હવે જોવું છે… કેટલુંક ભુલાવી દેવું સરળ છે… હું પણ જોવા માંગુ છું.. જેટલું મેં સાંભળ્યું દરેક વખત એટલું તો નહીં પણ એનું અમુક ભાગનું પણ તું સાંભળી શકીશ…? જેટલું હું ભુલાવી શકું છું, એટલું તું ભુલાવી શકીશ…? જેટલું મેં નિભાવી જાણ્યું, એટલું તું નિભાવી શકીશ…? જીવનમાં બધાને કોઈકને કોઈક મળી જ જાય છે… કોઈ જીવન ભર એકલું નથી રહેતું… ન તું મારા વગર મરી જઈશ કે ન હું તારા વગર… હા તૂટી જવાશે, પણ આમ વારંવાર તૂટવા કરતા એકવાર તૂટી જઈશ તો ચાલશે… જીવનમાં એ અફસોસ ક્યારેય નહીં રહે કે મેં પ્રયત્ન જ ન કર્યા… મારો ઈગો ને મારા પૂર્વગ્રહ મારા પ્રેમ સામે ક્યારેય મોટા નથી થાય એનો સંતોષ રહેશે… હું ઝુક્યો તારા અહમને નથી, હું દસરેક વાર ઝુક્યો છું મારા પ્રેમને… જે મેં તને કર્યો છે, કર્યો હતો એમ નહિ કહું, કારણ કે એટલું સરળ નથી હોતું કોઈને કાઢી નાખવું…

બધાને સમય આવ્યે કોઈકને કોઈક મળી જ જાય છે. તને પણ મળશે અને મને પણ… આ સમય… આ લાગણીઓ, જીવનની આ સ્થિતિ કે વર્તમાન ક્યારેય પાછા નહિ આવે. સમય આવ્યે ભૂલો સમજાઈ જશે, સમય જતો રહેશે, ગુસ્સો અને અહમ પણ જતું રહેશે… પણ જીવનમાં અમુક લોકો કે આ સમય ક્યારેય પાછો નથી આવતો… હું હમેશા કહું છું કે જ્યારે તમને માર્ગ ન મળે તમે તમારા અંદર જવાબ શોધી શકો… જ્યારે તમે પોતાને સાચા ઘણી ચુક્યા હોવ, ત્યારે પણ તમારું અંતર તમને સાચો માર્ગ બતાવી શકે છે… બસ પોતાના અહમને મૂકી એ અવાજને સાંભળવો પડે છે…

મારે ક્યારેય આ બધું નોહતું લખવું… ક્યારેય આ બધું નોહતું કહેવું… પણ અફસોસ હું મારી જાતને સાચી સાબિત કરવા કોઈકને સદંતર ખોટી સિદ્ધ ન કરી શકું… ભૂલો મારી પણ છે, દરેક વખતે હું પણ આ બધામાં ક્યાંકને ક્યાંક હતો જ… ભૂલ મારી પણ છે, જીવનમાં તને એ સ્થાન સુધી લઈ જવાની… ભૂલ મારી પણ છે વારંવાર તારામાં એ પ્રેમને જીવતો જોવા મારા આત્મસન્માનને બાજુએ મુકવાની… અન્ય ભૂલો પણ હશે, મેં સ્વીકારી પણ હશે જ… પણ બાય એટલે બાય મા એ ક્યાંય ધોવાઈ ગઈ હશે…

પણ આજે તો હું જોવા માંગુ છું કે આટઆટલું ભુલાવીને પણ જો હું તને પહેલાની જેમ જ ચાહી શકતો હોવ તો શું તું મને આ વાંચ્યા પછી પણ ચાહી શકે… એ જ સિદ્દત થી જે મારામાં છે… જો હા તો કદાચ તું ફરી આવી શકે છે અને જો ના… તો તું તારા જ કહ્યા પર કાયમ નથી… જૂની વાતો ભુલાવી દેવાની માત્ર વાતો જ તું કરી શકે, તું પોતે કાઈ ભૂલતી નથી… એક એક વાત પકડીને બેસનારી વ્યક્તિ અન્યને કેવી રીતે વારંવાર લોકોને જૂની વાતો ભૂલવાનું કહે…🤔🤔

પ્રેમ…😁 આ શબ્દ તો મજાક બની જ ગયો છે. જ્યાં ક્ષણિક પણ તમે કોઈને છોડતા પહેલા ન વિચારો ત્યાં પ્રેમ કેવો… તમે સામેના વ્યક્તિને વ્યક્ત થવાનો અવસર ન આપી પોતે જ સાચા સાબિત થઈ જાવ, ત્યાં પ્રેમ કેવો…? વારંવાર પોતાને જ સાચા સિદ્ધ કરવા પડતું ન મૂકવું, ત્યાં પ્રેમ કેવો…? દરેક વાર સામેનું જ વ્યક્તિ દોષી લાગે, ત્યાં પ્રેમ કેવો…? જ્યાં સામેના વ્યક્તિ માટે બેફામ ન બોકવાનું બોલી નાખતા વિચાર સુધ્ધાં ન થાય, ત્યાં પ્રેમ કેવો…? અને જ્યાં પોતાની ભૂલ ક્યારેય ભૂલ ન ગણી સામે વાળાને જ દોષી સિદ્ધ કરતા રહેવામાં આવે, ત્યાં પ્રેમ કેવો…?

પ્રેમ એ સમર્પણનું નામ છે. હું ખોટો હતો તો તું મને સાચો કરવા પ્રયત્ન કરી લેત… ભૂલ જો મારી હશે તો સબંધ રાખવા તું પણ એક વાર એને સ્વીકારી શકી હોત… જો ઝૂકી જવાથી પ્રેમ બચી જતો હોય તો દરેક વાર હું ઝુક્યો છું, એક વાર તું પણ આગળ આવી શકી હોત… વારંવાર જેમ તેમ બોલીને હું મન પર કઇ ન રાખતો હોવ, તો ક્યારેક એકાદ ભૂલ તું પણ નજર અંદાઝ કરી શકી હોત ને…?

પ્રેમ…😊 સારું છે પ્રેમ અવ્યાખ્યાયિત છે… સારું છે પ્રેમ મેં કર્યો છે… સારું છે…

જો મને સમજાવ્યા મુજબ તું પણ આ વાંચીને પણ બધું ભૂલી શકતી હોય તો તારું સ્વાગત છે. બાકી જો દિલ પર લઈ લઈશ તો યાદ કરજે, તે કહેલાનો આ તો અડધો અંશ પણ નથી… મને દોષી જાહેર કરતા પહેલા દરેક જુદા થવા વખતના તારા શબ્દોને યાદ કરજે… દરેક વખતે કરેલા મારા આત્મસમર્પણને યાદ કરજે… યાદ કરજે, વારંવાર તારી ભૂલોને ભૂલીને તને ચાહતા રહેવાના મારા પ્રયત્નોને… યાદ કરજે મારી દરેક પ્રથમ પહેલને…

અને જો ન કરી શકે તો… ખુશ રહેજે… હસતી રહેજે અને સ્વસ્થ રહેજે…

પ્રેમ મેં કર્યો હતો, એટલે સાથ પણ હું તો આપીશ જ… પણ તું ક્યાં આધારે પોતાને સાચી સાબિત કરીશ…🤔 કોને કોને સમજાવીશ…🤔 શુ તારા અંતરને પણ…🤔🤔

જો આમ કરવાથી તને ખુશી જ મળતી હોય, તું હસતી રહી શકતી હોય, તું સ્વસ્થ રહી શકતી હોય…
તો
મને હંમેશા ખોટો સમજવાની તને છૂટ છે… મને સાયકો સમજવાની, મૂર્ખ સમજવાની, કે તું ઈચ્છે એ સમજવાની તને છૂટ છે… તને છૂટ છે તારે જે માનવું હોય એ માનવાની… તું જ સાચી છે એમ માનવાની છૂટ છે… સૃષ્ટિનો સૌથી સારો પ્રેમ તું જ કરી શકે એ સમજવાની તને છૂટ છે… દરેક વાર સબંધ જાળવી રાખવાની કોશિશ માત્ર તે જ કરી છે એમ સમજવાની પણ તને છૂટ છે… છૂટ છે તને એ બધું જ કરવાની જેનાથી તું હસી શકે અને ખુશ રહી શકે…

કારણ કે,

જો માણસ જ નહીં રહે, તો એની ભૂલોને યાદ રાખીને શુ મળી જવાનું…?? શુ પ્રેમ તે માણસને કર્યો હતો કે ભૂલો ને…?

( નોંધ : કેટલાક અંશ | આવનારી નવલકથામાંથી )

– સુલતાન સિંહ

One response to “ક્યાં સુધી…?”

  1. Bakul Avatar
    Bakul

    લાગણીસભર પોસ્ટ

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Website Powered by WordPress.com.