ડ્રીમગર્લ – સામુહિક નવલકથા

dream girl

પ્રકાર – નવલકથા
ભાષા – ગુજરાતી
સંપાદન – સુલતાન સિંહ
લેખન – સુલતાન સિંહ અને ડ્રીમગર્લ લખનાર ટીમ


ડ્રીમગર્લ એ સપનાની દોટમાં અભિનેત્રી સ્વરૂપે અપાર સફળતા મેળવનાર લાવણ્યા તેમજ પોતાના સપનાની રાજકુમારીના પ્રેમમાં ખોવાયેલા ગામડાના યુવાન માધવ દ્વારા એને પામવાની સફર આ નવલકથાનો મૂળ પ્રવાહ છે.

માધવ અને લાવણ્યાના જીવનમાં પળે પળે ઉમેરતા પ્રસંગો અને સબંધોના બદલાતા સમીકરણો દ્વારા જે પ્રતિબિંબ વાંચકો સમક્ષ રજુ થાય છે, એ જ ચિત્ર આ નવલકથાનું હાર્દ છે. અને આ હાર્દને ધબકતા રાખવાનું કામ વાંચકો અને લેખકો સ્વરૂપે આ પ્રય્સમાં રસ ધરાવતા દરેલ લેખક મિત્રો તેમજ વાંચક મિત્રોને આભારી છે…

નવલકથાના અત્યાર સુધીના પાત્રો :-

લાવણ્યા – લાવણ્યા બોલીવુડની ટોચની અભિનેત્રી અને રાજીવ રઘુવંશી જેવા સફળ બિલ્ડરની દીકરી. સમય સાથે લાવણ્યા સાથે બનતી ઘટનાઓના આધારે એ પોતે એના સૌથી મોટો ચાહક ને મળે છે. અને એ જ ચાહક સાથે પ્રેમના બંધનમાં બંધાય છે.

માધવ – માધવ એ જેસલમેર પાસેના નાનકડા ગામમાં રહેતો ખેડૂતનો દીકરો હતો. લાવણ્યા અને માધવમા માત્ર મા ના અભાવની જ સામ્યતા હતી. બાળપણથી ફિલ્મો જોવાનો શોખીન માધવ ક્યારે પોતાની પ્રિય અભિનેત્રી લાવણ્યા રઘુવંશીને મનોમન ચાહવા લાગ્યો એ વિષે એને ખ્યાલ જ ન રહ્યો.

કાણયા – કરણ વૈષ્ણવ જે એક આંખે ઓછું જોતો હોવાથી ભાઈગીરીની દુનિયામાં કાન્યા નામે ઓળખવા લાગ્યો. બાળપણથી પૈસાદાર બનવાના સપનામાં મુંબઈ આવેલો કરણ ક્યારે અવળા માર્ગે ચડ્યો એ પોતે જ સમજી શક્યો ન હતો. એના જીવનનો માત્ર એક જ ઉદ્દેશ્ય હતો અને એ હતો પૈસા… પૈસા… અને પૈસા…

ડેનીસ – ડેનીશ મૂળ ક્રિશ્ચિયન છે. એણે એક મુસ્લિમ છોકરી સાથે લગ્ન કરીને મુંબઈમાં નોકરી કરવાની શરૂઆત કરી પણ સમય અને સંજોગો બદલાતા એ સાદગી ભરી જીવનશૈલી છોડીને એ પોતે ભાઈ ગીરીમાં જોડાઈ ગયો.

સુનંદા [સુક્કું] – રહસ્યમયી સ્ત્રી પાત્ર

રાજીવ રઘુવંશી – લાવણ્યાના પિતા અને રઘુવંશી ગ્રુપ ઓફ કંપનીઝના માલિક.

વિપુલ – રાજીવ રઘુવંશીની વિશ્વાસપાત્ર ડ્રાઈવર, જે દરેક સફરમાં વખતે લાવણ્યાની કાર સાથે રહેતો.


આ નવલકથાના અત્યાર સુધીના પ્રકરણ અને લેખકો નીચે પ્રમાણે છે…

પ્રકરણ – ૧ : સુલતાન સિંહ

પ્રકરણ – ૨ : મિત્રા શાહ

પ્રકરણ – ૩ :

પ્રકરણ – ૪ :

પ્રકરણ – ૫ :

પ્રકરણ – ૬ : અલ્પા વસા

પ્રકરણ – ૭ : સુલતાન સિંહ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.