સફળ – અસફળ ઇન્ટરવ્યૂ

પ્રાઇવેટ લિમિટેડ કંપની – એક ઇન્ટરવ્યૂ
————————————————————————————–

She – તમે વર્તમાન જોબ છોડવા માંગો છો? કેમ?

Me – હું જ્યાં કામ કરૂં છું એ લિમિટેડ કંપની નથી. મુખ્ય કારણ મને હેલ્થી એનવાયારમેન્ટમાં કામ કરવું ગમે છે.

She – અમારી કંપની લિમિટેડ કંપની છે. તમને સરકારી નોકરી જેવા બધા જ ફાયદાઓ મળશે.

Me – આપણે પગાર ધોરણ અને કર્યો તેમજ ફાયદાઓ વિશે ચર્ચા કરીશું…?

She – તો તમે અમારી કંપની સાથે જોબ કરવા તૈયાર છો. આપનો પ્રોફાઈલ અમે જોયો આપ સિલેકટેડ છો.

Me – આભાર, મને ખુશી થશે.

She – તમારો હાલનો પગાર…?

Me – ૯૦૦૦

She – અમે ૧૨૦૦૦થી વધુ આપીશું..

Me – પગાર મહત્વનો નથી. મેં કહ્યું તેમ આપણે પગાર ધોરણ અને કર્યો તેમજ ફાયદાઓ વિશે હવે ચર્ચા કરીશું…?

She – અમારી કંપની સાથે નોકરી કરવા માટેના અમુક નિયમો છે, જે હું તમને જણાવી દઉં.

Me – જી.

She – તમારે રોજ ૧૦ કલાક કામ કરવાનું રહેશે.

Me – જી.

She – માત્ર એક વિક ઓફ મળશે. એ પણ સ્ટોર મેનેજર મંજુર કરે એવા સંજોગોમાં જ…

Me – જરૂરી કર્યો હોય તો…?

She – અમારું કાર્ય પણ મહત્વનું છે. કંપની તમને હાયર કરે છે. અમારે લોંગ લાસ્ટિંગ રહી શકે એવા માણસો જોઈએ છે જે જવાબદારી પૂર્ણ કાર્ય કરી શકે.

Me – પણ, તહેવારોમાં ઘરે કામ હોય… તો…?

She – કોઈ પણ જાહેર રાજાઓ અને તહેવારોમાં તમને રાજા મળશે નહીં. કારણ કે લોકો આવા દિવસોમાં જ ખરીદી કરતા હોય છે. એટલે સ્ટોરમાં લોકો વધુ હોય અને કમાવવાના દિવસોમાં તમને રજા મળી ન શકે.

Me – તો વર્તમાન કંપની કરતા તમે વધુ શુ આપો છો, એવું કયું કારણ છે જેના કારણે હું તમારી સાથે જોડાઉ…???

She – અમે ગુજરાતમાં 27 જિલ્લામાં બ્રાન્ચ ધરાવીએ છીએ. અમે તમારી સેલરી વધારી રહ્યા છીએ.

Me – જીવવાનો સમય જ ન મળે તો, વધારાના ૩૦૦૦ લઈને હું શું કરીશ.

She – સોરી પણ અમારે શિસ્ત બદ્ધતાનો નિયમ છે.

Me – તમારી શરતો જોઈને મને દુબઈમાં કોન્ટ્રેક્ટ બેઝ નોકરીઓ યાદ આવી ગઈ. જ્યાં જવાનો માર્ગ છે પણ કોન્ટ્રેક્ટના પત્યા સુધી આવવાની કોઈ બારી જ નથી. આ તો નોકરી નહિ જેલ છે… જેલ..

She – અમારી સાથે 10000+ લોકો કામ કરે છે.

Me – એટલા કેદીઓ છે એમ કહો તો પણ ચાલે. બરાબર ને…? સાચું કહું મેડમ તમારે રોબોટની જરૂર છે, માણસોની નહિ…

She – આપણે એ ચર્ચા કરવા નથી બેઠા. તમે સિલેકટેડ છો જો શરતો મંજુર હોય તો…? વિચારીને જવાબ આપી શકો…??

Me – જેલમાં જવા માટે વિચારે એવો મૂર્ખ હું તો નથી. કદાચ મારી ૧૦૦% ના જ હશે વિચાર્યા પછી પણ… છતાંય એક વાત કહેવી છે…

She – શુ…?

Me – આ T&C એપ્લાય સિસ્ટમ ન રાખો. તમારી આ બધી શરતો ફોન કરીને જ્યારે ઇન્ટરવ્યૂ આપવા બોલાવો ત્યારે કહેવાનું રાખો. કોઈનો ટાઈમ અને પૈસા તમારા આવા ઇન્ટરવ્યૂ કરતા સસ્તા નથી હોતા.

She – આપણો ઇન્ટરવ્યૂ સફળ છે. તમે ઇચ્છો તો જોડાઈ શકો છો.

Me – જ્યાં એમ્પ્લોયની આઝાદી છીનવી લેવાય ત્યાં પગાર કે લિમિટેડ કંપની જેવા કારણો જોઈને કુદી પડવું મૂર્ખતા માત્ર છે. અને હું મૂર્ખ નથી, આભાર મારો સમય અને પૈસા બગાડવા બદલ.

નોંધ – કંપનીનું નામ લખવાની જરૂર નથી… કારણ કે આવી રોજગારી કરતા બેરોજગારી સારી….

[ સમાપ્ત…. ]

વાસ્તવિક અનુભવ…

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૦:૦૮ pm, ૧૨ ઓક્ટોમ્બર ૨૦૧૭ )

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.