શેર – ઓ – શાયરી
___________________________________________
આજ ફરી એ સ્ત્રીએ લાજ-શરમને નેવે મૂકી પ્રેમનો ઇઝહાર કર્યો છે,
નક્કી કોઈક પુરુષ આજે પણ પતિ બનવામાં નિષ્ફળ નીવડ્યો હશે,
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૨૨ ઓગસ્ટ ૨૦૧૭ )
___________________________________________
મારા શબ્દોનો આ પ્રવાહ પણ એક રીતે,
તારા જ પ્રત્યેના પ્રેમની મૌન સાબિતી છે,
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૨૨ ઓગસ્ટ ૨૦૧૭ )
___________________________________________
વિચારો, સમાજ અને ધર્મની દોરડી તો જો,
જશોદા બાંધવા મથે છે, ને દોરી ટૂંકી પડે છે,
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૨૨ ઓગસ્ટ ૨૦૧૭ )
___________________________________________
એની યાદોને કહો ને પાછળના બારણેથી આવે,
આગળ બારણે હજુ એને ભૂલવાની જીદ ઉભી છે,
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૨૭ ઓગસ્ટ ૨૦૧૭ )
_________________________________________
તારી ભૂલોને બસ એટલા માટે હું માફ કરતો આવ્યો છું,
કારણ તને ચાહવાની મારી ભૂલને યાદ કરતો આવ્યો છું,
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૧:૩૩ pm, ૨૯ ઓગસ્ટ ૨૦૧૭ )
_________________________________________
એનો પ્રેમ પણ વરસાદ જેવો હતો કદાચ સાહેબ,
આગાહીઓ અનરાધાર વર્ષાની છાંટા ખૂબ ઓછા,
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૩૦ ઓગસ્ટ ૨૦૧૭ )
_________________________________________
પ્રેમ બનીને એ અનરાધાર વર્ષી તો ખરા,
પણ સામે જમીન સદીઓની તરસી હતી,
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૩૦ ઓગસ્ટ ૨૦૧૭ )
_________________________________________
તને આજ સુધી પણ યાદ આવે છે ને જે મારી,
એટલી જ ક્ષમતા હતી તને ચાહવાની મારામાં,
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૭ )
_________________________________________
ભલે કોઈને ન ગમતી તારી વાત,
તું બિંદાસ પણે બોલી જા,
આ દુનિયા આખી બંધ દરવાજો,
તું દિલના દ્વારો ખોલી જા,
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૦૯:૧૪ am, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૭ )
_________________________________________
ધ્યાન આખા ટોળાનું વિચલિત હતું મારા પગરખાં જોઈને,
માં મને માફ કરજે, તારામાં ધ્યાન એટલે ન પરોવી શક્યો,
~ સુલતાન સિંહ ‘જીવન’
(૧૦:૨૬, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૭ )
_________________________________________
कोन कहता है कि हमने भुला दिया है,
मर्ज है इसी भ्रम ने उन्हें रुला दिया है,
~ सुलतान सिंह ‘जीवन’
( २:४६, २१/०९/२०१७)
_________________________________________
હું કઈ બેવફા નથી થયો આ લાગણીઓના પ્રવાહ સામે,
બસ જવાનું ઓછું એટલે કર્યું, કે તારું ત્યાં આગમન નથી,
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૦:૩૪, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૭ )
_________________________________________
દરેક મંદિર અને મસ્જિદની દિવારો પર ધ્યાનથી જોયું છે,
ક્યાંય કોઈ ખાતરીના સર્ટિફિકેટ લગાડેલા મેં જોયા નથી,
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૦૯:૧૭, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૭ )
_________________________________________
में न ही वो वक्त भुला हु, जब तुमने हमारे प्रेमकी कामना की थी,
लेकिन मुझे वो कर्तव्य भी याद है, जिसका फर्ज मुझे निभाना है,
~ सुलतान सिंह ‘जीवन’
( ३० सितंबर २०१७ )
_________________________________________
ભૂલવાનું દર્દ હોય છે, આનંદ નહીં,
યાદોમાં પ્રેમ હોય છે, વિરહ નહીં,
દુનિયા અને સમાજ નથી જાણતો,
એમાં માણસ હોય છે, ઈશ્વર નહીં,
~ સુલતાન સિંહ