શીર્ષક – વ્યવસાય

‘સાહેબ આ બાબાઓ અને ધર્મના ક્ષેત્રોમાં મનાતા ધાર્મિક દિગગજો, કેમ ધર્મ વિશે બધું સાચે સાચું નથી કહી દેતા…? સત્ય તો એ છે કે, આ લોકો અંધશ્રદ્ધાના પડદાઓમાં વાસ્તવિકતા છુપાવે છે.’
‘એમના સ્થાને તમે હોત તો પણ એ જ કરત ને…’
‘ના ના મારાથી ખોટું ન બોલી શકાય. હું તો આમ કોઈને છેતરી જ ન શકું.’

‘તમે શેનો વેપાર કરો છો…?’
‘દૂધનો.’
‘એમાં કેટલું પાણી નાખો છો…? સાચે સાચું તમે ક્યારેય કોઈને કહ્યું છે ખરા…?’

‘એ તો હું કદી મારી પત્નીને પણ નથી કહેતો એ તો. એમા એવું છે સાહેબ એને લિટરમાં ચોથા ભાગનું પાણી જ યોગ્ય લાગે છે. પણ સાહેબ સાવ ચોખ્ખું દૂધ આપીએ તો કમાવવાનું શુ…?’
‘હા, બસ એવું જ ધાર્મિક લોકોનું પણ છે.’
‘પણ, આ તો અમારો ધંધો છે સાહેબ. અમે જે કરીએ છીએ એ તો વર્ષોથી દરેક વેપારી કરતો આવ્યો છે.’
‘એમના માટે એ પણ વ્યવસાય જ છે, દોસ્ત… કયા વેપારી પાસેથી શુ ખરીદવું એ સ્વયં ગ્રાહકોએ નક્કી કરવાનું હોય છે.’

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૨:૧૯ pm, ૧ ઓક્ટોબર ૨૦૧૭ )

Advertisements