મારા આર્ટિકલ પર આવેલી ટીકાઓનો જવાબ આપતો એક લેખ લખ્યો છે. જો કે આ લેખ મુકવો એટલે જરૂરી લાગ્યો કે આવી અવાસ્તવિક ટીકાઓ થાય તો એના પાછળ ચોક્કસ આધાર જરૂર હોવો જોઈએ. ટીકા કરવાનો જે સહજ અધિકાર હોય એનું સાવ આધાર વિહોણું ઉલ્લંઘન થાય એ પણ ઉચિત નથી…

( જે આર્ટિકલ સંદર્ભે આ ટીકાઓ થઈ છે એ આર્ટિકલ આપ અહીં વાંચી શકો છો. ~  ~)

( જે ટીકાઓ થઈ છે એ પોતાના વાસ્તવિક સ્વતરૂપમાં જ છે… fb post )

( મેસેજના કેપશનમાં દર્શાવેલ અંગ્રેજી શબ્દો વાળા આરોપો મારા વાંચકના છે. અને ગુજરાતીમાં અપાયેલા જવાબો મારા પૂરતા જ્ઞાનના સંદર્ભે મેં આપવાનો પ્રયાસ કર્યો છે.)

*●● Massage – 1 ●●*

Taru gyan ochhu chhe.

1) Dharma ne banavato nathi, e hoy chhe (bhagvat dharma, Paro dharma, bhagvan ni seva karvi e darek Jiv no dharma chhe.)

~ ઉપરની વાત ને એક સમયે સાચી માની પણ લઈએ તો આખર જે કોઈ ધર્મો અત્યારે હયાત છે, એ પ્રકારના નવા નવા બીજા ધર્મોની શરૂઆત થાય કેવી રીતે છે. જ્યારે ધર્મ બનાવાતો જ નથી. કોઈ કહે છે હિન્દૂ ધર્મ સાચો, કોઈ કહે ઇસ્લામ, તો કોઈ વળી ક્રિશ્ચિયન, એટલે એ વસ્તુ પણ સત્ય છે કે આ ધર્મોના ચક્કરમાં આપણે ક્યાંકને ક્યાંક તો ખોટા છીએ જ. છતાંય આપણે માની પણ લઈએ કે ધર્મને બનાવાતો નથી તો પછી ધર્મના નામે એવા રિસ્ટ્રીકશન શા માટે બનાવાય છે કે જેના ધર્મમાં ક્યાંય ઉલ્લેખો નથી. શા માટે ભગવો હિન્દૂ થયો ને લીલો મુસ્લિમ…? શા માટે તિલક હિન્દૂ ને ટોપી મુસ્લિમ…? ક્યાંકને ક્યાંક કેટલેક અંશે ધર્મના નામે જે જુઠ્ઠાણું ચલાવાઇ રહ્યું છે એમા સંદેહપૂર્ણ સ્થિતિ તો છે જ. .કૃષ્ણના જીવનમાં એમના એકેયનું સ્થાન નથી. અને એવો કોઈ નિયમ નથી કે ભગવાનની સેવા કરવી એ દરેક જીવનો ધર્મ છે. પોતાની નિયતિ સાથે તાલમેલ સાધીને પોતાના કર્મનું પાલન કરવું એ જ સનાતન ધર્મની વ્યાખ્યા હતી (ગીતામાં તો એ જ છે. બાકીની મને ખબર નથી, અને હોય તો હું માનતો નથી.). કદાચ એવું માની લેવાય કે ઈશ્વરની સેવા કરવી એ માણસનો ધર્મ છે તો પણ આ કથનમાં કયાં ઈશ્વરની વાત કરવામાં આવી છે એ સમજી લેવું જોઈએ. એ ઈશ્વરની કે જે કણકણમાં છે કે પછી એ ઈશ્વર કે જે આત્મા રૂપે પરમાત્મા જેવા છે. બંનેય સ્વરૂપે એ આપણા સ્વંયમાં હયાત છે. તો પથ્થરના ટુકડામાં શોધવા કરતા શા માટે હું એને મારા સ્વયંમાં ન શોધું…?

2) Ram Rajya ni vat karva vado, kyarey ram & Mata sita ne man nathi aapto. #pakhand na Kar sultan.
It is reporting not writing.

~ રામ રાજ્યની વાત કરવામાં મને કોઈ રસ નથી. રામ એમના સમયમાં શ્રેષ્ઠ હતા, કૃષ્ણ દરેક સમયમાં શ્રેષ્ઠ છે. અને કૃષ્ણ શ્રેષ્ઠ છે તો રામ પણ શ્રેષ્ઠ છે એ સ્વીકાર્ય છે. પણ રામ સમયવાદી ગણી શકાય જ્યારે કૃષ્ણ પ્રસંગવાદી હતા.

3) Ha aapdej , kem ke tame #lakhan na name, tamari faltu Kalpana, Krishna par Karo chho. Murkha pachha kahe, mara man no Krishna.
Taru man melu, to Krishna pan Mela! Hen!?

~ મન મેલું હોય એનો કૃષ્ણ પણ મેલો જ હોય એ વસ્તુ અત્યંત સત્ય છે. પણ તમારી જેમ વીચારોમાં મેલ રાખનાર માણસ તથાકથિત સત્યોની વ્યાખ્યામાં આવે છે. એને વાસ્તવિક સત્ય તો ન જ ગણી શકાય ને…?? જેમ દુર્યોધન અને અર્જુન માટે કૃષ્ણની વ્યાખ્યા અલગ હતી એમ જ મનની સ્થિતિ પ્રમાણે કૃષ્ણ પણ દરેકનો અલગ હોય છે. જે કૃષ્ણ કંસ માટે મૃત્યુ હતો એ જ કૃષ્ણ મથુરા વાસીઓ માટે તારણહાર હતો. એટલે ક્યાંક ને ક્યાંક મન ભેદ પણ જવાબદાર પરિબળ તો જરૂર હોય જ છે.

4) Prachin, pauranik dharma ni sachchai, purano, Bhagvadgita vanchvathi Khabar pade. Faltu, bhaddi Kalpana o thi nai.

~ ધર્મની સચ્ચાઈના નામે કોઈ ગ્રંથ, પુરાણ કે પુસ્તક હાજર છે નહીં. હોય તો એની ગણના પ્રાચીનમાં થાય નહીં. ન તો એને પુરાણ ગણી શકાય કે ન એને પૌરાણિક ગણી શકાય. અને રહી વાત ભગવત ગીતાની તો એમાં કૃષ્ણ ક્યાંય હિન્દૂ હોવાનો દાવો નથી કરતા. કલ્પનાઓ ક્યારેય ભદ્દી ન હોય. હા વિચારનાર અને સમજનારની વિચારધારા ભદ્દી હોય ત્યારે એને ઈશ્વરની વાસ્તવિક કલ્પના પણ ભદ્દી જ લાગે. કૃષ્ણ પ્રહલાદને સમજાય હિરણ્ય કશ્યપને નહિ…

5) Tamara jeva loko bhagvan vise lakh lakh kare, pan man aapvani vat aave tyare, kya jay chhe tamaru gyan… Jo lakho chho to palan pan Karo.

~ લખવા માટે જરૂરી માણસ (લેખક)ના કોઈ પ્રકારો, લક્ષણો ગીતામાં અથવા સર્વસ્વીકૃત કોઈ પણ ધર્મના ધર્મગ્રંથો, પુરાણો કે વિચારોમાં નિશ્ચિત કરવામાં નથી આવ્યા. મેં નથી વાંચ્યા આપ જરા ફરી એક વાર ગીતા ફંફોસી જોજો. અને રહી વાત માન આપવાની તો માન માણસને ત્યારે મળે જ્યારે એનામાં ગીતાના સંસ્કાર હોય. એનામાં પ્રેમ હોય અને સ્વીકાર હોય. જ્યારે માણસ માણસાઈ ભૂલે ત્યારે એણે માણસ જેવા માન-સમ્માનની લાલસા પણ ત્યજી દેવી જોઈએ. અને માણસાઈની વાત છોડીએ તો પણ માન તો આપીએ ત્યારે જ મળે, ઇચ્છવાથી માન મળતું હોત તો પૂજા રાક્ષસ પ્રજાતિની થતી હોત, દેવ પ્રજાતિની નહિ…

6) Bhagvadgita Kam, krodh & lobh e narak na dwaro batavya chhe. Tamara jeva loko ne sex ni khulla ma charchao joiye chhe….#besharam. kya lakhayu chhe vatsyayane k khulla ma charchao Karo…bol. Tame matra vatsyayan no potani Kalpana santoshva upyog Karo chho.

~ ભગવત ગીતા એ કામ, ક્રોધ અને લોભને નરકના દ્વાર કહ્યા છે, પણ ક્યારે જ્યારે એની માનસિક અસરો વિકૃતિ જ્ન્માવે છે, ત્યારે નહીં કે જ્યારે એનો આધાર સૃષ્ટિના ચક્ર સાથે સમાયોજન સાધે છે. વાતસ્યાયને ખુલ્લામાં નથી કહ્યું તો એને ક્યાં એવું પણ કહ્યું છે કે ઘરના ખૂણામાં જ સેક્સ કરો…? એમણે તો માત્ર સેક્સની પ્રક્રિયા અને એના લાભ ગેરલાભ તેમજ કામના મહત્વને રજુ કર્યું છે. મેં પણ ક્યાંય ખુલ્લામાં કરો એવું નથી લખ્યું. તો આ તમારી અર્થ અને પાયા વિહીન દલીલનો જવાબ આપવો મને એટલો ઉચિત નથી લાગતો.

7) Tane bhagvan ma Shraddha nathi to bhagvan ni vato na Kar , murkh. Badha ne potani ma vahali j hoy chhe.

~ મને ભગવાનમાં શ્રદ્ધા નથી કારણ કે લોકો અંધશ્રદ્ધાને શ્રદ્ધા ઘણી રહ્યા છે. બાકી ગીતામાં અને કૃષ્ણમાં માનનારા લોકોને નાસ્તિક કહેનારા મૂર્ખ માણસો કઇ માનસિક વિકૃતિની ઉપજમાં ઉદ્ભવયા છે એ મને આજ સુધી નથી સમજાયું. હવે ધર્મની વાતમાં માની વાત ક્યાં સંદર્ભે તમેં કરી એ મને ખરેખર નથી સમજાયું પણ અજાણ પણે તે તદ્દન સાચી વાત કરી છે. મા તો વાલી હોય જ, આજ કાલ નથી હોતી એટલે જ વૃદ્ધાશ્રમો ચાલે છે. એટલે જ આવુ લખવું પડે છે. પણ, મા વહાલી તો હોવી જ જોઈએ. કારણ કે મા એજ તો પહેલો ઈશ્વર છે એને ઠુકરાવી પથ્થરે માથા પછાડવાથી ન કૃષ્ણ મળે છે ના રામ.

કોઈકે ઠીક કહ્યું છે દોસ્ત કે
‘ઉંબરા વાળી જ્યાં સુધી રાજી ન હોય ને, ત્યાં સુધી ડુંગરાવાળી ક્યારેય રાજી નો જ થાય.’

( જો કે મારા કેસમાં મારી મા ધર્મ અને સમાજથી ખાસ્સી પહેલા આવે છે. એટલે સુધી કહીશ કે ગીતા અને કૃષ્ણ પણ મારી માના પછી આવે છે. )

8) Jyarey vyakti bhagvan ne prem kare tyare badhane j prem kare, ek Kidi ne pan.

~ આ વાત પણ સનાતન ધર્મ પર આધારિત છે. માણસ આત્મા રૂપી ઈશ્વરને પ્રેમ કરે ને ત્યારે એ બધાને પ્રેમ કરતા શીખી શકે. પણ જો એ પથ્થર રૂપી ઈશ્વરને પૂજતો હોય ને, ત્યારે એને પથ્થર સિવાય ક્યાંય દેવ દેખાય જ નહીં. તું બોલે સાચું અને વર્તે ખોટું છે દોસ્ત, તુજ કહે છે કે ઈશ્વરને ચાહનારો આખી દુનિયાને ચાહે પણ એ કયા ઈશ્વરને ચાહતો હોવો જોઈએ એ નથી જાણતો…? ઈશ્વરના અત્યારે બે પ્રકાર છે. જો કે એમાંથી સાચો એક જ છે, સત્ય હંમેશા એક જ હોય. પણ આપણી પાસે બે ઈશ્વર છે, સોરી આપણી નહીં મારી પાસે… મારી પાસે બે ઈશ્વર છે એક તો વાસ્તવિક ઈશ્વર (જે દરેક જીવના દિલમાં છે.) અને બીજો મૃત ઈશ્વર જે માત્ર ફોટા અને પથ્થરોની કલા કૃતિમાં છે. અને મૃત ઈશ્વરને માનનારા સજીવના અંદર છુપાયેલા ઇશ્વરને ન સમજી શકે. એ કીડીને પણ ટીવી અથવા તસ્વીરમાં દયા ભાવે જોઈ શકે પણ વાસ્તવિક સૃષ્ટિમાં પ્રેમ ન કરી શકે. જે ઈશ્વરને મૂર્તિ તસવીરોમાં પૂજે છે એ દયા ભાવ પણ મૂર્તિ અને તસવીરોમાં જ દર્શાવી શકે છે. એટલે પહેલા સાચા ઈશ્વરને ઓળખાતા શીખી લો પછી પ્રેમ અને સ્વીકાર તો આપો આપ આવી જ જશે. ગીતા વાંચ્યા પછી ધર્મની ધજા લઈને નીકળતા લોકો વર્ણસંકર જેવા લોકો હોય છે. કારણ કે ગીતાના મહાત્મ્યમાં લખ્યું છે કે ગીતા વાંચીને આડંબર કરનારા અણસમજુ લોકો શાસ્ત્રજ્ઞાનને લાયક જ નથી હોતા… એમાનો એક કા’તો તું હોઈ શકે કા તો હું… પણ એક તો હોય જ કારણ કે બંને વાત એક સાથે સત્ય હોય એ પણ સંભવ નથી…

9) Dharm ni meme kare chhe, Shu Jane chhe, dharma vise! Potani Kalpana nu gyan vahechvu hoy to ghare vahechje.

~ સવાલ પૂછનારે પોતે એ જાણવું જોઈએ કે કોઈ જાણતું હોય કે ન જાણતું હોય એને સવાલ કરવાનો અધિકાર છે કે નહીં. પોતાની કલ્પનાનું જ્ઞાન હું વ્હેચુ છું કે તું, એની સાબિતી આપનાર અહીં કોઈ છે ખરા…? અને જો નથી તો દલીલ કરવાનો કોઈ અર્થ ખરો…?? નથી ને…??
તો તું તારા ધર્મમાં રાજી, હું મારા ધર્મમાં રાજી…
ભલે તારા રામ રહીમ, અને મારા હોય કાજી…

દરેકના ધર્મનું સમ્માન કરવું એ દરેકનો પ્રથમ ધર્મ છે.

10) Sala, Tane Gita nu gyan nathi and Gita ni vat kare chhe. Gita ma
bhagvan Purna sharnna gati ni vat kare chhe. Pan tane bhagvan ma saheje Shraddha nathi. Actually Tu pote confuse chhe, jetlu mane lage ke barabar etlu swikaru, baki badhu divel piva jay, aa murkhta chhe.

~ ગીતામાં પૂર્ણ શરણાગતિની વાત કરે તો છે પણ કોની શરણા ગતિ એ સમજાવવામાં આપના ધર્મગુરુઓ ખોટા પડ્યા છે. એ વાસ્તવિકતા સ્વીકારવા કરતા એમણે આ માન્યતા ને સતત સાચી સાબિત કરવાની કોશિશ કર્યા કરી છે. કૃષ્ણએ પોતાના એ સ્વરૂપની શરણાગતિની વાત કરી છે જે સર્વસ્વ છે, જે એક સમય માટે કૃષ્ણ પણ નથી એ સ્વયં પ્રકૃતિ છે. સૃષ્ટિનું ચક્ર બનીને જ્યારે કૃષ્ણ સમજાવે છે ત્યારે તે સંપૂર્ણ શરણાગતિની વાત કરે છે. ત્યારે કૃષ્ણ એવું નથી કહેતા કે પાર્થ હું પથ્થરની મૂર્તિ છું, હું મંદિરમાં બેસું છું. મને ધૂપ થાય છે, દૂધ ચડે છે, પ્રસાદ ચડે છે, મારુ ભવ્ય મંદિર છે, તું મારા મંદિરે પગપાળા આવ અને મારા મંદિરની સીડીઓમાં માથા ટેકતો ટેકતો મારી પાસે આવ અને પછી મારા ઠેકેદારોના પગ પકડ, મારી પાસે પૈસા તો છે નહીં એટલે મારા માટે તારી શ્રદ્ધા ભક્તિ મુજબ મારી દાનપેટીમાં કંઈક નાખ અને મારું જે તિલક તારા ભાલ પ્રદેશ પાર થશે નિમાયેલા અમુક ભગવાધારી બાબા દ્વારા એટલે તારી શરણા ગતિને હું તરત સ્વીકારી લઈશ…આવી કોઈ શરણાગતિ ગીતામાં દર્શાવેલ નથી. ગીતામાં એમણે કઈ શરણા ગતિની વાત કરી પેલા એ સમજ, એમને સંશય રહિત મનની વાત કરી છે. એમણે ધર્મના આડે આવનારા મનના સંશયો છોડવા માટે માત્ર વિચારોને પ્રકૃતિ સ્વરૂપ ઈશ્વરમાં સમાવી લેવાની વાત કરી છે.

એટલે વાસ્તવિક ગીતા છોડીને આજના યુગે ભૂંગળીયા બાબાના પ્રવચન સિવાયના સત્યને તો જાણે દિવેલ સમજીને પી નાખ્યું છે. પણ તું એ કેમ ભુલ્યો દોસ્ત કે દિવેલ પીવાથી વધુ સમય એ પેટલ રહેતું નથી. એટલે એની ચિંતા છોડી દે, મને જ્ઞાન છે જ નહીં એ પણ ચિંતા છોડી દે… અને હું મૂર્ખ છું તો ભલે તું શું કામ ચિંતા કરે છે તું એની પણ ચિંતા છોડી દે ને… પહેલા તું તો શરણા ગતિ સ્વીકાર જે તારા ભૂંગળિયા બાબાઓ તને અધૂરું જ્ઞાન આપ્યું એમના જ્ઞાન મુજબ…

*Bhagvan e Puja Archana karva nu kahyu chhe, Sala te Gita vanchi chhe nai…bas bhagvan na name badhu chalavya Kar.*

~ આનો જવાબ અપાય એમ જ નથી. કારણ કે પૂજા અર્ચના કરવાનું ધર્મના ઠેકેદારો કહે છે. પુરાણોની વાત કરીને ફસાવનારા લોકોની વાતના જવાબો આપવા હું જરૂરી નથી માનતો. રહી વાત મેં ગીતા વાંચી કે નહીં કદાચ હું શું વાંચું અને શું નહીં એનો જવાબ આપવા માટે હું બંધાયેલો નથી.

11)Sala ek Kam Kar ek badsurat chhokari ne paheli najare prem kari batay, tari kevi prem ni anubhuti chhe..mane keje…prem ni vat kare chhe.

~ પ્રેમમાં સુરત સુંદર બદસુરત ન હોય. પ્રેમની લાગણીઓ જ પોતાનામાં સંપૂર્ણ સુંદરતા લઈને આવે છે. પહેલી નજરે પ્રેમ કરાય નહીં પ્રેમ તો થઈ જાય. તારા માટે કદાચ આ વેપાર જેવી વાત હશે કે પહેલી નજરે નાખો અને પ્રેમ કરી લો. પણ, પ્રેમ તો અંદરથી ઉદભવે છે. જ્યારે પ્રેમ ઉદભવે ત્યારે રૂપ અને સ્વરૂપ ગૌણ બની જાય છે. એટલે એમ બદસુરત સ્ત્રી સાથે પ્રેમ કરવાની વાતને કોઈ સ્થાન નથી.

~ સુલતાન સિંહ ‘જીવન’
★ તારીખ – ૧૪ ઓગસ્ટ ૨૦૧૭

Advertisements