૨૮૫. સાથ છોડ્યો છે…


જે કોઈ મળ્યા એમણે બસ સાથ છોડ્યો છે,
નથી કોઈએ જોડ્યો, બસ સતત તોડ્યો છે,

એટલે નથી કાઈ કહેતો, કે અધિકાર નથી,
દરેક વખતે પોતે જ પોતાને મેં રોડ્યો છે,

એણે ક્યાં કહ્યું, આસમાનની ઊંચાઈઓનું,
જેણે બતાવ્યું આકાશ, એણે જ પછાડ્યો છે,

સમજી લીધા હતા ભલે, મેં પોતાના પ્રાણ,
કઇ હદ સુધી આજ એણે મને વખોડ્યો છે,

સ્તંભ કોઈ હતો ન આપણ લાગણીઓમાં,
અવરોધરૂપી પાણો, તે જાતે જ ખોડ્યો છે,

ખુશમિજાજ છે, આજ તોડીને પણ એટલા,
વાયદો તોડી જાણે, જીવન સાથે જોડ્યો છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૦૮:૪૯ pm, ૨૩ જુલાઈ ૨૦૧૭ )
–––––––––––––––––––––––––––
© Poem No. 285
Language – Gujrati
–––––––––––––––––––––––––––

Advertisements