Okja – ઓકજા


Published on

Okja – ઓકજા
—————————-

Movie ~ okja (ઓકજા)
Gener – Drama, science, fiction & fantasy, action & adventure
Language – Hindi (dubbed)
Director – bong joon ho
Written by – bong joon ho, jon ronsonln
Release year – 28 june 2017

ઓલ ઓવર વાત કરવામાં આવે તો વાત છે એક પ્રાણી અને એની સાથે જોડાયેલા વ્યક્તિ વચ્ચે સર્જાયેલા મૌન પ્રેમની. કેટલી હદે પ્રકૃતિ આપણને પ્રેમ તત્વમાં ડુબાડી શકે છે, એ વાતની સાર્થકતા અહિ સ્પષ્ટ સ્વરૂપે જોઈ શકાય છે. અને પ્રેમની અનુભૂતિ માત્ર વ્યક્તિ નહીં પણ દરેક સજીવ કરી શકે છે એની રજુઆત પણ…

એવું નથી કે દરેક વ્યક્તિ પ્રેમની આ શક્તિ અને અનુભૂતિને આત્મ સાત કરવામાં સફળ થાય છે. એક તરફ પ્રેમની ચરમસીમા છે, તો બીજી તરફ સ્વાર્થ અને મતલબીપણાની અંત સ્થિતિ જેના દ્વારા ડાયરેકટર આજની વર્તમાન સ્થિતિને આંખો સામે લાવીને મૂકી રહ્યા છે. પછી વાત ઓકજા ની હોય, મીજીની હોય, કે મિલાન્ડો જેવી એમએનસી ની… દરેક જગ્યાએ દરેક વ્યક્તિ સમાન વિચારધારા નથી ધરાવતો. અને આ વ્યાપેલી અસમાનતા જ સંસારના ચક્રોને ડામાડોળ કરી રહ્યા છે. આજના યુગે જેટલી આગળ વધવાની કોશિશ કરી છે પ્રકૃતિને એટલી જ વિનાશની ખાઈમાં ધકેલી છે. એ સહજ બુદ્ધિમત્તા પણ માનવ સમજવામાં કદાચ હજુય થાપ ખાઈ રહ્યો છે.

એક તરફ પ્રાણીઓના સંરક્ષણનું નાટક અને પાછળ એના જ માંસમાંથી બનતી ખાદ્ય પદાર્થો વેચવાનો અને રૂપિયા કમાવવાનો ઉદ્દેશ્ય કેટલી હદે કરુણતા જન્માવે છે એ તો ફિલ્મ જોઈને જ સમજી શકાય છે…

એવું નથી કે સ્વાર્થી લોકોના ઝુંડમાં બધાજ સ્વાર્થી બતાવાયા છે આનંદની પળો પણ છે. મીજી એકલી જ પશુ પ્રેમી નથી પણ એ એક સંસ્થા પણ છે કે જે પશુઓના નિકંદન સામે અવાજ ઉઠાવીને ઉભી રહે છે. મીજી જ્યારે લાચાર બનીને okjaને છોડાવામાં અસમર્થ બની જાય છે ત્યારે આ ગ્રુપમાં લોકો પ્રકાશમાં આવે છે અને જીવનના અંત સુધી લડીને પણ મીજીનો સાથ આપે છે…

એક તરફ માનવતા પણ છે, તો બીજી તરફ માનવતા ન હોવાની શક્યતા દરસાવતા સ્વાર્થી લોકો પણ… આમ સ્વાર્થ અને મૌન પ્રેમ વચ્ચે સર્જાતી આખી કથાવસ્તુ આપણા અંતર ને ઝખઝોળી નાખે છે…

★ યાદગાર સીન.. ★
એક તરફ મીજી ઓકજાને ખરીદી લઈને પણ સાથે ઘર તરફ નીકળે છે ત્યારે એમના(okja) જેવું જ એક દંપતી પોતાના બાળકને પણ લોખંડી તાર નીચેથી સરકાવીને મોતમાંથી આઝાદી અપાવવા કોશિશ બદ્ધ રીતે બહાર ધકેલી દે છે, અને સિપાહી જોઈ ન જાય એ જાણી અંદર પુરાયેલા મૌન પશુઓનો અવાજ સાંભળી okja પણ એ નાનકડા પશુને પોતાના મોમાં છુપાવી લે છે…

કરુણતા અહીંયા જ છે કે જાનવરો પણ મૌન ભાષા સમજે છે પણ માનવ તો મોટા અવાજે બરાડા પાડીને કહેવાતી સહજ વાતો પણ સમજવામાં સાવ ‘ઢ’ છે.

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૦૯:૧૨ am, ૧૮ જુલાઈ ૨૦૧૭ )

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Website Powered by WordPress.com.