It’s not my fault [ Chap – 6 ]

પ્રકરણ – ૬
——————————————————————–

‘અકચ્યુલી આઈ એમ ત્રિશા… આઈ મીન ત્રિશા મહેતા ફ્રોમ સુરત…’ ત્રિશાએ કહ્યું પણ શૌર્ય હજુ સુધી કઇ જ ન બોલ્યો એટલે એણે ફરી બોલવાનું ચાલુ રાખ્યું. ‘હું કાલે જ મારી ફોઈના ઘેર આવી હતી આણંદ. તમે કદાચ મુંબઇ…?’

‘હા… હી’ઝ શૌર્ય એન્ડ માય સેલ્ફ વિશ્વાસ’ વિશ્વાસે જવાબ આપ્યો. શૌર્ય જે રીતે એનામાં ખોવાતો હતો વિશ્વાસ એના બદલે જવાબ આપી રહ્યો હતો.

‘વાઓ સરસ…’ ત્રિશાએ કહ્યું અને ફરી એ એના મોબાઈલમાં કંઇક શોધવા લાગી.’

‘એક વાત પૂછું…?’
‘તમે કયો સાબુ વાપરો છો…?’ શૌર્યએ સાવ અમસ્થો જ વણવિચાર્યો સવાલ કર્યો.

‘હે… આ શું છે શૌર્ય..?’ ત્રિશા અને વિશ્વાસ બંને અવાચક બનીને એને જોઈ રહ્યા હતા.

‘એમ જ કહ્યું ને કે કયો શોપ યુઝ કરે છે. આઈ મીન સાચું કહું તો, ત્રિશજી… તમે બહુ જ સુંદર લાગો છો.’ શૌર્યએ ચોખવટ કરી અને વિશ્વાસ ડરના માર્યો ત્રાસુ બારી તરફ જોવા લાગ્યો. એને સમજાઈ રહ્યું હતું કે શૌર્ય જે કહી રહ્યો હતો એ સાવ બેફીજુલ વાતો હતી અને કદાચ એના કારણે વાત વણસી પણ શકે છે.

‘થેંક્સ…’ ત્રિશા અચાનક જ ખડખડાટ હસી પડી. શૌર્ય અને ત્રિશા એકબીજાની આંખોમાં જોઈ રહ્યા હતા. પણ, વિશ્વાસ માટે કઈ પણ સમજવું જાણે મુશ્કેલ બનતું જઇ રહ્યું હતું.

‘એની વે તું પણ હવે કુલ જ લાગે છે.’
‘હમ્મ..’ શૌર્ય ફરી ખુલી ખીડકીમાંથી સરતા રસ્તાઓ જોઈ રહ્યો હતો.

બંને જણા વચ્ચે કોઈ ખાસ વાત ચિત થઈ નહીં ત્યાં જ આખા ડબ્બામાં અચાનક શાંતિ છવાઈ ગઈ. ડબ્બામાં ત્રણ ચારેક કિન્નરો ઘૂસી આવ્યા હતા અને દરેક પુરુષ પાસે પૈસા માંગી રહ્યા હતા. ઘણા બધા લોકો તો સુઈ જવાના નાટકો પણ કરતા, છતાંય દરેકે પૈસા આપવા જ પડતા હતા. સામાન્ય રીતે એક્સપ્રેસ ડબ્બામાં આ વસ્તુ શક્ય નથી. પણ, લોકલ ડબ્બાઓમાં તો ફરજિયાત પણે દરેકે દરેક મુસાફરોએ આ સ્થિતિમાંથી પસાર થવું પડે છે. પણ, એક્સપ્રેસમાં વિશ્વાસના માટે અને કદાચ બેઠેલા દરેક માટે આ અણધારી સ્થિતિ હતી. વિશ્વાસ શૌર્ય સામે જોઇને જાણે એને પણ કઈક કહી રહ્યો હતો. ત્યારે અચાનક બાજુના કંપાર્ટમેન્ટમાં બેઠેલા એક ભાઈને હૃદય હુમલો થયો એવું સાંભળવા મળ્યું અને આખા ડબ્બાના પેસેન્જરોમાં ખળભળી મચી ગઇ. અમુક ગણ્યા ગાંઠ્યા લોકો આમતેમ થયા પણ ખાસ કોઈએ મદદ માટે પ્રયાસ ન કર્યો. કદાચ એ ભાઈએ લોકલ ટ્રેનમાં બેસવા જેવું હતું, કારણ એમાં બેસનારના ખિસ્સાઓ ભલે નાના હોય પણ એમના દિલ મોટા હોય છે, જ્યારે મોટા પાકીટ વાળાના દિલ નાના હોય છે. દરેક એક્સપ્રેસ ટ્રેન અમુક સ્ટેશનો સિવાય ક્યાંય રોકાતી ન હોવાથી જ હવે છેક ૧૦૦ કિલોમીટર સુધી ટ્રેન રોકાય એવું કોઈ મોટું સ્ટેશન પણ આગળ હતું. અને એ વ્યક્તિ પાસે કદાચ એટલો સમય પણ ન હતો. એ પરિવારના લોકોની ચિંતાઓ અને વ્યથાઓ શૌર્ય માટે વધુ કરુણ બનતી જઈ રહી હતી. ખાસ કરીને એના દીકરાના ચહેરા પરની વેદના જેના પિતા સાથે આ ઘટના ઘટી રહી હતી. શૌર્યને પણ એના પિતાની યાદ આવી ગઈ એણે તરત જ એ વ્યક્તિ તરફ સરકીને એમનું માથું પોતાના ખોળામાં લઇ લીધું. ઘરમાં બધાને એ પૂછતો હતો કે શું થયું પણ, કદાચ પ્રથમ વખત જ હોવાથી કોઈને કાંઇ સમજાયું નહીં. એ વ્યક્તિનો મઝબૂતાઈ પૂર્વક ચેસ્ટ પર દબાયેલો હાથ અને પરસેવાથી લથપથ ચહેરો જોઈને શૌર્ય પરિસ્થિતિ પામી ગયો.
એણે તરત જ વિશ્વાસને ગમે તે નાના સ્ટેશને ટ્રેન રોકવા ડબ્બાના ઇન્ચાર્જને મળવા મોકલ્યો અને પોતે એના પરિવારને સાંત્વના આપી રહ્યો હતો. ત્રિશા પણ મોબાઈલ ખિસ્સામાં મૂકીને શૌર્ય જે પ્રમાણે વર્તન કરતો હતો એ આશ્ચર્ય જનક રીતે જોઈ રહી હતી.

‘એમને શુ થયું છે…?’ એણે અંકલ પાસે ઉભેલા એમના સબંધીને પૂછ્યું.
‘કઇ… ખબર…. નથી… એ… બેઠા.. અને… હા… છાતીમાં દુખાવો…’ એ સ્ત્રી વધુ બોલી જ ન શકી.

‘એટલે એમને છાતીમાં દુખાવો હતો?’
‘હા, સવારથી જ ઝીણો ઝીણો દુઃખાવો હતો. અને એમના ડાબા હાથમાં પણ દુઃખવો થતો હતો.’ પેલા છોકરાએ કહ્યું. એની આંખોમાં ભય સ્પષ્ટ વરતાઈ રહ્યો હતો. એણે ફરી કહ્યું ‘એમને કાઈ થયું તો નથી ને…?’

‘શ્વાસ ધીમા ચાલી રહ્યા છે. પણ એ બચી શકે છે, એમને કલાકની અંદર અંદર હોસ્પિટલાઈઝ કરવા પડશે.’

‘તમે કલાકમાં હોસ્પિટલ સુધી જવાનો બંધોબસ્ત કરો તો હું એમને કાઈ નહીં થવા દઉં.’ શૌર્યની દરેક ગતિવિધિઓ ત્રાંસી આંખે જોઈ રહેલી આશાએ કહ્યું. શૌર્ય એની સામે નજર ફેરવીને શાંત રહ્યો પણ એના ચહેરા પરના પ્રશ્નો સમજી ગઈ હોય એમ ત્રિશાએ જવાબ વાળ્યો ‘હું ફિજીઓથેરપી ભણી છું, મને બેઝીક ટ્રીટમેન્ટ ફાવશે.’

શૌર્ય અને આસપાસના લોકો સહેજ રાહત અનુભવી શકે એ પહેલાં વિશ્વાસ પાછો આવ્યો. શૌર્યએ વિશ્વાસને ઉતરેલા મોઢે આવેલ જોયો ત્યારે એણે કહ્યું. ‘વિશ્વાસ મને કહે કે શું થયું, કેમ આમ…’ શૌર્યના અવાજમાં ઉતાવળ અને ગુસ્સો હતા. ‘પણ, શૌર્ય એ તો કહે છે કોઈ મોટા સ્ટેશને રોકાય ત્યાં સુધી…’

‘પાગલ થઈ ગયો છે વિશ્વાસ તું પણ…’ શૌર્ય ગરજ્યો ‘એટલો સમય નથી અંકલ પાસે, એમને જલ્દી જ હોસ્પિટલ ખસેડવા પડશે. એમને સારવારની જરૂર છે.’

‘….પણ શૌર્ય…?’ વિશ્વાસ એને પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યો, ત્રિશા અને એ વ્યક્તિના પત્ની, દીકરા, દીકરી અને અન્ય લોકોને પણ શૌર્યની વાત બરાબર સમજાઈ રહી હતી. અત્યારે જરાય સમય વેડફી શકાય એવી સ્થિતિ ન હતી. અંકલ માંડ શ્વાસ લઈ શકતા હતા.

‘એક કામ કર વિશ્વાસ, કોઈ સ્ટેશન નજીક હોય તો જરા દરવાજામાંથી જોઈને મને કહે… જા… જલ્દી જા વિશ્વાસ.’ શૌર્યએ કહ્યું એટલે પરિસ્થિતિ અને એની વાત પામી જતા વિશ્વાસ ટ્રેનના દરવાજા પાસે પહોંચી ગયો.

‘તું શું કરવાનું વિચારે છે..?’ ત્રિશાએ અંકલની ચેસ્ટ પર સહેજ વજન વડે હાથ દબાવતા કહ્યું.

‘જસ્ટ વેઇટ એન્ડ વોચ.’

‘થોડીક જ વારમાં એક સ્ટેશન આવવાનું છે.’ વિશ્વાસે અંદર આવીને કહ્યું.

સ્ટેશન પર સુવિધાઓ હશે જ અને ત્યાંથી તરત નજીકના હોસ્પિટલ ખસેડી શકવામાં સરળતા રહેશે, એમ મનોમન શૌર્યએ નિર્ણય કર્યો. જરાય કાયદા કાનૂન વિશે કાંઈ પણ વિચાર્યા વગર જ શૌર્યએ ટ્રેનની ચેન ખેંચી લીધી, ટ્રેન પાટાઓ સાથે ઘસાઈને સ્ટેશનની સહેજ દુરી પર રોકાઈ ગઈ. અંકલની સ્થિતિ જોતા એ તરત જ પોતાના ખોળામાં ઉપાડીને બહાર દોડ્યો. ‘ત્રિશા શક્ય હોય તો તું પણ સાથે ચાલ, વિશ્વાસ આપણે કદાચ આ ટ્રેન છોડવી પડશે.’ શૌર્યની સાથે સાથે પરિવારના લોકો અને ત્રિશા તેમજ વિશ્વાસ પણ કાઈ વિચાર્યા વગર સાથે દોડ્યા. કોઈના લેવા આવવા ની કે કોઈને બોલાવવાની રાહ પણ શૌર્યએ જોઈ ન હતી. ત્રિશા સતત એમના હાર્ટબીટ ચેક કરતી હતી અને શૈર્ય દોડ્યા કરતો હતો.

એણે તરત જ બહાર એક ઓટો કરી અને નજીકના હોસ્પિટલ લઇ જવા કહ્યું. એ ઓટોમાં કોઈના આવવાની રાહ પણ જોયા વગર ત્રિશા અને શૌર્ય ગોઠવાયા અને તરત ઓટો ઝડપભેર ત્યાંથી રવાના થઈ ગઈ. એ લોકો અંકલને લઈને ફટાફટ હોસ્પિટલ પહોંચી ગયા અને વિશ્વાસ એમના પરિવારના લોકોને પણ પાછળ પાછળ ત્યાં જ લઇ આવ્યો હતો.

‘પપ્પા ક્યાં છે…?’ ત્રિશા અને શૌર્યને ટ્રીટમેન્ટ રૂમના દરવાજા આગળ ઉભેલા જોઈને પેલા છોકરાએ કહ્યું. પાછળ પરિવારના લોકો પણ દોડીને આવ્યા દરેકના ચહેરા પર વ્યથા અને વેદનાઓ વ્યાપેલી હતી.

‘સારું કર્યું તમે એમને ફટાફટ એમ્બ્યુલન્સની રાહ જોયા વગર ઓટોમાં જ લઇ આવ્યા. થોડાક મોડા પડ્યા હોત તો..’ ડોક્ટરે રૂમની બહાર નીકળતા શૌર્ય અને ત્રિશા સામે જોઇને કહ્યું.

‘પપ્પા કેમ છે ડોક્ટર.’ પેલા છોકરાએ કહ્યું અને તરત એમની પત્નીએ પણ પૂછ્યું. ‘એમની તબિયત હવે કેમ છે…?’

‘એ ખતરાથી બહાર છે. સારું થયું તુરંત તમે આવી ગયા.’ ડોકટરે એનો ખભો થાપથપાવીને કહ્યું.

‘શૌર્ય હવે આપણું શુ થશે…??’ વિશ્વાસે અચાનક જ ત્રિશા અને શૌર્ય પાસે આવીને કહ્યું.

‘અંકલની જાન બચી ગઈ બીજું શું જોઈએ છે તારે…?’ શૌર્યએ હર્ષભેર જવાબ આપ્યો.

‘બેગ, થેલો, સમાન… બધું જ ટ્રેનમાં રહી ગયું શૌર્ય…’ આ સાંભળીને શૌર્ય, વિશ્વાસ અને ત્રિશાના ચહેરા પરથી અંકલ બચ્યાનો આનંદ તુરંત ઓસરી ગયો.

‘મારી બેગ અને ડોક્યુમેન્ટ્સ પણ…’ ત્રિશા બબડી…

( ક્રમશઃ )

——————————————————————–
લઘુ નવલ – ઇટ્સ નોટ માય ફોલ્ટ
લેખક – સુલતાન સિંહ ‘જીવન’
બ્લોગ – https://vichaarvrund.wordpress.com/

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s