તારી નિખાલસતા


‘તને એ દિવસ યાદ છે…?’ મેં એને અચાનક જ પૂછી લીધું. જો કે આજે પણ માત્ર એ મારા વિચારોમાં જ હતી વાસ્તવમાં તો નહિ.

‘તને મારી લાગણીઓનો ઇઝહાર કર્યો એ જ દિવસ ને…?’ બધું જ જાણતી હોય એમ એણે જવાબ આપ્યો. મારા પાસે જ હતી છતાંય એટલી જ મારાથી દૂર પણ…

‘તે શું કહ્યું હતું એ પણ યાદ હશે… તે કહેલું કે તું મને ચાહે છે.’
‘હા તો સાચું છે ને, પણ હવે એનું શું…?’ એ વાતાવરણમાં પથરાયેલી સુન્નતા વધુ સંવેદનોને જગાડતી હતી.

‘તે કહેલું આઈ લવ યુ. અને મેં પૂછેલું સાચે જ… ત્યારે પણ તે એ જ જવાબ વળેલો કે હા…’ મેં સહેજ શાંત રહીને કહ્યું.

‘તને મારા ઉપર કેટલો વિશ્વાસ હશે, અથવા તને મારા પર તારા અધિકારભાવ અંગેની એટલી જ ભાવના પણ હશે..’

‘હા… મને વિશ્વાસ હતો કે તું…’
‘પણ આજે… પરિસ્થિતિ અલગ છે. જેટલો વિશ્વાસ તે મારા પર કર્યો એટલો અધિકાર ભાવ મને તારા ઉપર નથી અનુભવતો.’

‘પણ કેમ…’
‘સાચું કહું તો તારા ચહેરા પર એ સમયની નિખાલસતા અત્યારે મને સમજાય છે. કદાચ તારો અધિકારભાવ તારી નિખાલસતા પાછળનું કારણ હતું.’ મેં કહ્યું.

‘પણ, કેમ…?’
‘આજથી ચાર મહિના પહેલાની તારી નિખાલસતા પણ હવે ક્યાં રહી છે. તું હવે જે હતી એ પણ ક્યાં રહી છે. પણ…’

‘પણ શું…?’
‘અફસોસ મારી મઝબૂરી તો એવી છે કે જેટલી નિખાલસતાથી તે મને કહી દીધું એટલી નિખાલસતાથી હું તો તને કયારેય કહી પણ નથી શકવાનો.’ મેં આભમાં નજર નાખી અને પછી તરત જ એની આંખોમાં જોવાનો પ્રયત્ન કર્યો.

‘મને નથી સમજાતું.’
‘ભલે તે મને સહજ ભાવે તારા દિલમાં આવ્યું એ બધું જ કહી દીધું.’ મેં કહ્યું. ‘પણ હું કેટલો લાચાર છું..’

‘લાચાર…!!??’
‘હા… તને ખબર છે અનુભૂતિ… હું તો મારા મનની કે દિલની લાગણીઓ તને કહી પણ નથી શકવાનો. મારામાં તો તારા જેટલી બિન્દાસ પણે કહી શકવાની હિંમત પણ નથી કે હું પણ તને એનાથી પણ વધુ ચાહતો હોઈશ જેટલું તે મને ચાહવાનું કહ્યું હતું.’

‘તો કહી દે…’
‘મરાથી એ કહેવાશે જ નહીં. કદાચ તને મારી આંખો, વાતો અને શબ્દોમાં એ દેખાય..’ હું શાંત થઈને બેઠો. મારી સામે એ ન હતી પણ એની બંને આંખો જાણે ખુલા આભમાં પણ ચકળવકળ થઈ રહી હતી.

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૦૧:૧૭ pm, ૧૮ જુલાઈ ૨૦૧૭ )

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s