Tara – the story of love and passion


Published on

Tara – the story of love and passion
——————————

Movie ~ Tara – the journey of love and passion
Gener – Drama
Language – Hindi
Director – Kumar raaj
Producer -Dr.Pro. kishan pawar
Release year – 12 july, 2013

સારી ખરાબ, લો, મીડીયમ, સારું ડાયરેક્શન કે પછી ખરાબ ડાયરેક્શન જેવા કોઈ પણ પ્રકારના લેબલ લગાડીને હું કોઈ પણ પ્રકારનું મૂલ્યાંકન નથી કરતો. પછી એ કોઈ વ્યક્તિ હોય, ફિલ્મ હોય, પુસ્તક હોય કે ભલે કાઈ પણ કેમ ન હોય… જીવનમાં તટસ્થતા હંમેશા મુખ્ય પ્રશ્ન હોય છે… નવું ભૂત લાગ્યું છે, જાણે રોજ એક ફિલ્મ જોઉં તો કઈક લખાય અને લખવાની પ્રેક્ટિસ ચાલુ રહે એ માટે જ્યારે પણ ફિલ્મ જોઉં એનો પ્રતિભાવ જરૂર છોડું એવું આયોજન કરી રહ્યો છું…

અને આ છે શરૂઆત… સારી ખરાબ… માફ…

કોઈનો ફોલોઅર હોવાનું તો નહીં કહું પણ શ્રી કૃષ્ણના આધ્યાત્મિક સ્વરૂપમાં માનતો હોવાથી તટસ્થતા ને હું જીવનનો અધાર માનીને ચાલુ છું. આ બધી વાત પણ માત્ર અને માત્ર એટલે કે ફિલ્મમાં એક વખત એવો આવ્યો જ્યારે આજ માન્યતા મને સાર્થક થતી દેખાઈ હતી. ક્યાં, કઇ રીતે, કેમ એના માટે તમારે પણ એ ફિલ્મ જોઈ લેવું વધુ અસરકારક શાબિત થશે…

હું હંમેશા કોઈને એટલે નથી ગુનેહગાર નથી માનતો કે એ સ્ત્રી અથવા પુરુષ છે. ઇન શોર્ટ કહીએ તો હંમેશા જેમ પુરુષ સાચો ન હોય એમ હંમેશા સ્ત્રી પણ સાચી હોય એ જરૂરી નથી..

ઓચિંતા કોઈ સ્ત્રીને માત્ર એટલે કાઢી નાખવામાં આવે કારણ એ માં બનવાની છે અને એનો પતિ એની પાસે નથી. શુ આટલી પરિસ્થિતિ માત્ર વાજબી છે એક સ્ત્રીને બદચલન ગણી લેવા માંગે છે. ગામડાના અંધ વિશ્વાસો, પંચાયતના ખોટા ફેસલા, ગામડાઓની કથિત પરિસ્થિતિ, લગ્નો, છુટા છેડા, આરોપો પ્રત્યારોપો વગેરે વગેરે..

એક સ્ત્રીના જીવનમાં આવતી પરિસ્થિતિ દ્વારા દરેક સ્ત્રીના શબ્દોને વર્તમાન દુનિયા સામે આઈનામાં દેખાતા પ્રતિબિંબની જેમ ઉજાગર કરતી આ કથાવસ્તુ ખૂબ જ હૃદય સ્પર્શી લાગે છે…

શુ પતિ માત્ર એટલે સ્ત્રીને કાઢી શકે કારણ એને માત્ર આશંકા છે કે એની પત્ની ગુનેહગાર છે…? બસ એટલે કે ગામના લોકોએ વાતકડા કર્યા..? અથવા એટલે કે એના પતિએ એને ગુનેહગાર મની લીધી…? એટલે કે ચિટ પણ પુરુષની અને પટ પણ… કેમ સ્ત્રીનો મત લેવો એટલી હદે અયોગ્ય છે. શુ સ્ત્રી પુરુષની અસમાનતા આટલી હદે સ્વતંત્રતા પછી પણ વકરતી રહી છે…? આવા ઘણા બધા પ્રશ્નોના જવાબો છે આમાં…

કઇ રીતે એક સ્ત્રી ગામના ઘણાના ઘરોને સુખી કરી શકે છે…? કઇ રીતે એક સ્ત્રી પુરુષ જેટલું જ કાર્ય કરી શકે છે…? કઇ રીતે આજની સ્થિતિમાં સંતાનો ઘરડા માં બાપથી વિમુખ થઈ રહી છે…? કઇ રીતે એક સ્ત્રી બીજી સ્ત્રીને દીકરી સ્વરૂપે સ્વીકારી શકે છે…? કઇ રીતે એક પુરુષ દ્વારા છોડાયેલી સ્ત્રીને બીજા પુરુષ દ્વારા એટલી જ પવિત્ર ઘણી શકાય છે, જેટલી પવિત્રતા દરેક સ્ત્રીમાં જન્મજાત હોય છે…? પણ, ફર્ક માત્ર શિક્ષણ અને જ્ઞાનનો છે. કદાચ આ ફિલ્મમાં જ્ઞાન અમે શિક્ષણની અસરકારકતા પણ આવરી લેવાઈ છે, ઘણા વિસ્તારોમાં કથિત માનવ સ્થિતિઓને દર્શાવાઇ છે… અને પ્રેમના સ્વરૂપને પણ વધુ સારી રીતે દર્શાવાયું છે…

★ યાદગાર વાક્ય…★

હું મારા ઘરે જાઉં છું, સરપંચ સા મારા ઘરે… હું ગામમાં આવી હતી તો માત્ર મારા માથે લાગેલા કલંકને ભૂસવા માટે, એટલે નહીં કે એની સાથે મારે રહેવું હતું. હું હવે એના વગર જીવતા શીખી ગઈ છું…

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૨:૦૪ am, ૧૮ જુલાઈ ૨૦૧૭ )

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Website Powered by WordPress.com.