It’s not my Fault [ chap – 4 ]

પ્રકરણ – ૪
——————————————————————–

‘વિશ્વાસ ઉઠ યાર આપણે મુંબઇ માટે નીકળવાનું છે.’ સવારે છ ના ટકોરે હંમેશના જેમ શૌર્યની આંખ ઉઘડી એટલે એણે મોડું થઈ જવાના ડરે વિશ્વાસને પણ ઉઠાડ્યો. એને પપ્પાએ કહેલી વાત યાદ હતી. પપ્પા હંમેશા કહેતા કે ‘મોડું પહોંચવું અને તક ચુકી જવું એના કરતાં સમય સાચવી લેવા સમયની સાથે ચાલવા થોડું વહેલું રહેવું એ જ સમજદારી છે.’

‘ટ્રેનનો ટાઈમ સાડા આઠનો છે, હજુ બે કલાક વાર છે સુવા દે ને ભાઈ…’
‘પણ, તૈયાર થતા એટલી વાર તો ક્યાંય નીકળી જશે…’
‘ઓકે, બાબા ઉઠું છું. અને હા સંભાળ જલ્દી દરવાજો ખોલ નહિ તો મમ્મી હમણાં આવીને દરવાજો ખાખડાવશે જ…’ વિશ્વાસે કહ્યું અને શૌર્ય સામે મરકયો.

શૌર્ય વિશ્વાસની વાત સાંભળી તરત જ રૂમના દરવાજા તરફ વધ્યો. એણે દરવાજો ખોલ્યો કે તરત જ આંટીને આવતા જોઈને એ પણ ચોંકી પડ્યો. આંટીએ એમને જલ્દી તૈયાર થવાનું કહ્યું અને શૌર્યને કહેવા લાગ્યા ‘તને દરવાજો ખોલવાનું વિશ્વાસે જ કહ્યું ને દીકરા…’ શૌર્ય હાજી કઈ બોલ એ પહેલાં ફરી આંટીએ કહ્યું ‘એને હું ક્યારે આવું એની પણ ખબર હોય છતાં એ સમયસર નથી ઉઠતો. એને પણ ફરી એકવાર ઉઠાડજે.

‘જી આંટી…’
‘શૌર્ય તું નાહિ લે ભાઈ, મારે પણ નહાવું છે પછી.’ શૌર્ય કાઈ બોલે કે અંદર આવે એ પહેલાં જ વિશ્વાસે કહ્યું. એ ઉઠીને પલંગ પર બેસી ગયો હતો. એણે ચોકેલા શૌર્યના ચહેરા પરના ચકળવકળ ભાવ જોઈને કહેવાનું શરૂ કર્યું. ‘અરે મુંબઈમાં કોઈ ઉઠાડનાર નહીં હોય એટલે હું બધું શીખી ગયો છું.’

‘હું પણ…’ આટલું કહેતા બંને જણા હસી પડ્યા.

★★★★

‘પપ્પા હું નાનો નથી રહ્યો હવે..’ વિશ્વાસે કહ્યું અને પપ્પાને સમજાવતો હતો ત્યારે શૌર્યને પણ મહેસાણા શહેર અને પપ્પા યાદ આવી ગયા. એણે તરત જ એ પણ યાદ આવ્યું કે એના ઘરના લોકોએ એને ફોન કરવાનું કહ્યું હતું. જે અમદાવાદ આવ્યા પછી તો એ જાણે સાવ ભૂલી જ ગયો હતો.

એણે સહેજ સમય માટે વિશ્વાસ પાસે રજા માંગી અને બાજુમાં જઈને ઘરે ફોન ફર્યો. એની બેતાબી ફોનમાં વાગતી દરેક રિંગ સાથે વધતી જઇ રહી હતી.

‘મમ્મી આટલી બધી વાર કેમ થઈ. ફોન ઉપાડવામાં આટલો સમય કઇ રીતે..? અને હા બધા કેમ છે, પપ્પા શુ કરે છે. એમ કર એમને ફોન આપ હું જ વાત કરી લઉ.’ ઉતાવળમાં શૌર્યએ જેમતેમ બોલવાનું ચાલુ રાખ્યું.

‘અરે ભઇલું… હું મમ્મી નથી, વિભુ બોલું છું. બધું તો ઠીક પણ પાછળ કૂતરું પડ્યું કે શું…? આમ આટલી ઉતાવળમાં સમાચાર પતાવીને પપ્પાને ફોન આપવાનું પણ કહી દીધું. શુ બીલની ચિંતા છે કે સમયની અછત.’ વિભક્તિ ખડખડાટ હસી પડી.

‘દીકરા એને પૂછ કે બધું બરાબર છે ને, કાલે કેમ ફોન ન કર્યો એણે..?’ વિનોદીની બહેને પાસે રહીને કહ્યું ત્યારે એમનો અવાજ છેક શૌર્યને સંભળાઈ રહ્યો હતો.

‘કેમ છે ભાઈ..?’
‘બધું ઠીક હાલ જ કાલુપુર સ્ટેશન આવ્યા છીએ, અને હવે મુંબઇ માટે નીકળવાના છીએ. અંકલ અને આંટી પણ મમ્મી અને પપ્પાના જેમ એને વિદા કરી રહ્યા છે, બસ એ જોઈને યાદ આવી ગઈ.’ શૌર્યએ કહ્યું અને ફરી પૂછ્યું ‘પપ્પા કેમ છે…?’

‘અરે પપ્પા, મમ્મી બધા જ મજામાં છે. લો પપ્પા સાથે જ વાત કરી લો.’
‘હા, આપ જલ્દી.’
‘બોલ દીકરા, હું ઠીક છું. તું બોલ કેમ છે હવે…’ સંજય ભાઈએ કહ્યું અને શૌર્યને પોતાના મુંબઈની સફર વિશે કહ્યું.

‘બસ પપ્પા ટ્રેન ઉપડવાની જ છે. તમે ધ્યાન રાખજો હું હવે મુંબઇ માટે ટ્રેન પકડી રહ્યો છું.’
‘તારી જાતને સાચવજે બેટા…’ સંજય ભાઈએ કહ્યું. ‘જી પપ્પા.’ આટલું કહીને શૌર્યએ ફોન કટ કર્યો અને તરત વિશ્વાસ પાસે પહોંચી ગયો.

‘ક્યાં હતો યાર કેટલી વાર…?’ વિશ્વાસ વધુ કાંઈ બોલે એ પહેલા ઘરે ફોન અંગેની વાત શૌર્યએ એને કહ્યું અને પછી બંને જણાએ વિશ્વાસના મમ્મી પપ્પાના આશીર્વાદ લઈને જવાની વિદાય પણ માંગી. ટ્રેન નંબર 22932 મુંબઇ સેન્ટ્રલ સ્પેશિયલ ફેસ્ટિવલ એક્સપ્રેસ આવીને પ્લેટફોર્મ નંબર ૪ પર રોકાઈ હતી. એમનું રિઝર્વેશન હતું એટલે તરત જ ડબ્બો શોધીને બંને જણા અંદર ચડ્યા અને ટ્રેન ચાલે એ પહેલાં બારીમાંથી એમણે ફરી અંકલ આંટી પાસે વિદાય માંગી.

ટ્રેન ઉપડવાનો સમય થયો ત્યારે સ્ટેશનમાં એના હોર્નનો અવાજ ગુંજી ઉઠ્યો. ટ્રેનની પટરીઓ પર ટ્રેનના પૈડાં ઘસડાવા સાથે ટ્રેન આગળ વધી રહી હતી. આસપાસના નીચે ઉભેલા પેસેન્જર જલ્દી ટ્રેનમાં ગોઠવાયા. શૌર્ય અને વિશ્વાસે પોતાની સીટ પાર ગોઠવાઈને અમદાવાદ શહેરને છેલ્લી વખત જોયું. કોણ જાણતું હતું કે શૌર્ય માટે આ આખરી સમય હતો જ્યારે એ અમદાવાદ નિહાળી રહ્યો હતો.

શૌર્યના મનમાં એક વિચિત્ર મૂંઝવણ ઘેરાતી જઇ રહી હતી. એની આંખો સામે વારંવાર એના મમ્મી પપ્પા દેખાઈ રહ્યા હતા. મનના વિચારો એને વારંવાર જાણે ટ્રેનની વિરુદ્ધ દિશામાં ખેંચી રહ્યું હતું અને નિયતિ એની વિરોધી દિશામાં એને લઇ જઇ રહી હતી.

( ક્રમશઃ )

——————————————————————–
સ્ટોરી – ઇટ્સ નોટ માય ફોલ્ટ…
લેખક – સુલતાન સિંહ ‘જીવન’
વેબપેજ – https://vichaarvrund.wordpress.com/

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s