It’s not my foult [ Chap – 3 ]

પ્રકરણ – ૩

શૌર્યની ચાર કલાકની સફર પત્યા બાદ છેક બારના આસપાસ ટ્રેન સબરમતીનું સ્ટેશન વટાવી રહી હતી. એણે પહેલા જ વિશ્વાસને ફોન લગાડ્યો હતો, એટલે એણે પણ કાલુપુર ઉતરવા સુચવેલું હોવાથી શૌર્ય પણ હવે ઉતારવાની તૈયારી કરી રહ્યો હતો. ટ્રેન કાલુપુર અને સાબરમતી વચ્ચે ખૂબ જ ધીમી ગતીએ ચાલતી હોવાથી ઘણા લોકો ચાલતી ટ્રેને પણ મરજી પ્રમાણે ઉતરી રહ્યા હતા. શૌર્ય આ જોઈને ચકિત હતો, એના માટે આ કદાચ આ બધું વિચિત્ર જ હતું. એને વિશ્વાસે કહેલી વાત યાદ આવી કાલુપુર ઉતરતી વખતે ખાસ ધ્યાન રાખજે ત્યાં ખિસ્સા અને કિંમતી વસ્તુઓ સાચવજે નહીં તો ક્યારે ચોરાઈ જશે તને પણ ખબર નહિ પડે. શૌર્યએ ખિસ્સા તપાસી લીધા એના પર્સ અને મોબાઈલ હોવાથી એણે રાહત અનુભવી. એ વધુ કાઈ વિચારે એ પહેલા દરવાજા નજીક ઉભો હોવાથી કાલુપુર લખેલું એક પીળું પાટિયું દૂર એને દેખાયું. એણે ઉતારવાની તૈયારી સાથે દરવાજા પરનો સળિયો મઝબૂતાઈ પૂર્વક પકડી લીધો. ટ્રેનના પૈડાં હવે ધીરે ધીરે પટરી સાથે ઘસવાના અવાજો સંભળાયા અને હોર્નનો મોટો અવાજ સ્ટેશન અને ટ્રેનમાં ગુંજયો એની સાથે જ ટ્રેન પણ સ્ટેશનમાં ખૂબ જ ધીમી ગતીએ પ્રવેશી રહી હતી.

★★★★

‘અરે શૌર્ય તું ઠીક તો છે ને..?’ ટ્રેનના ડબ્બામાંથી ઉતરતી વખતે લપસેલ પગથી પડતા પડતા શૌર્યને પકડીને વિશ્વાસે કહ્યું.

‘પણ, તને કેમ ખબર કે હું આ ડબ્બામાં જ હોઇ.’
‘અરે હું સીડીઓ ઉતરતા તને શોધતો હતો અને તું મને ટ્રેન રોકાતા પહેલા જ દરવાજામાં દેખાયો હતો એટલે હું સીધા જ અહીં આવી ગયો.’

‘આભાર, અને હા વિશ્વાસ હવે આપણે આગળ ક્યાં જવાનું છે. કંઇક કંપનીની અમદાવાદ સ્થિત ઓફિસનું કામ હતું ને એ પતાવ્યા સિવાય તો મુંબઇ પણ નહીં નીકળી શકાય ને…?’ શૈર્યએ કહ્યું અને બંને જણા સ્ટેશન પરના પ્લેટફોર્મ નંબર ૭ પરથી ઉપરના સીડીઓ વાળા રસ્તા તરફ આગળ વધ્યા.

‘બહુ ઉતાવળ ન કર યાર. પાસે જ મારું ઘર છે. પહેલા શાંતિથી ઘરે ચાલ, જમી લઈએ અને પછી થોડોક આરામ કરીને સાંજે પતાવી લેશું બાકીનું કામ. આમ પણ એક ફોર્મ સબમિશનનું તો કામ છે.’ વિશ્વાસે ચાલતા ચાલતા જવાબ આપ્યો. અને એક થેલો શૌર્યના હાથમાંથી લઈ લીધો. ‘આટલું બધું શુ લઈ આવ્યો છે…?’

‘જીવનમાં પ્રથમ વખત દૂર જઈ રહ્યો છું ને પરિવારથી વિશ્વાસ, તો આ બધોજ એમનો વસ્તુઓ સ્વરૂપે આપાયેલો પ્રેમ છે.’ શૌર્યએ કહ્યું. એને ઘરના યાદ આવી ગયા.

‘હું સમજુ છું. પણ, આમ એક જ દિવસમાં આમ પીગળી જઈશ. આપણે તો ત્યાં ઘણો સમય રહેવાનું થશે.’
‘હું પ્રયત્નો કરીશ.’
‘અને તું સફળ પણ થઈશ. મને ખબર છે તું તારા મમ્મી પપ્પાને ખુશ જોવા જ આ નોકરી માટે રાજી થયો છે.:

‘હા… મારા પપ્પા હવે કામ નથી કરી શકતા. પણ…’ શૌર્યની આંખોમાં વ્યથા તરી રહી હતી.

‘હું સમજુ છું. ચલ હવે મારા ઘરે જઈએ.’ બંને જણા વાત કરતા કરતા સ્ટેશનની બહાર પહોંચી ગયા હતા. છેવટે વિશ્વાસે વાત બદલીને એને બાઇક સ્ટેન્ડ તરફ દોરતા દોરતા કહ્યું. ‘બધું ઠીક થઈ જશે. તને પણ આદત પડી જશે, પ્રથમ વખત દૂર જાય છે એટલે…’

‘અને હા… કાલની ટિકિટનું શુ કર્યું…?’
‘એ તો તારા આવતા પહેલા જ લઇ લીધી. આપણું બુકીંગ તો છેક ૧૨ દિવસ પહેલા કંપનીએ કરાવી દીધું છે.’

‘હા મને પણ બેંગ્લોર હેડઓફિસથી મિસ અનન્યા કૃષ્ણમૂર્તિનો કોલ આવી ગયેલો.’ શૌર્યએ કહ્યું અને બંને જણા બાઇક પર ગોઠવાયા.

★★★★★

‘આજ ક્યાંક ફરવા જઈશું..?’ ઓફિસનું કામ પતાવીને ટ્રોઝન વેબ સોલ્યુશનની ભવ્ય અમદાવાદ ઓફિસમાંથી બહાર નીકળતા વિશ્વાસે કહ્યું.

‘પણ, મેં કાંઈ જોયું નથી… અમદાવાદમાં’
‘હવે મૂર્ખ, હું અમદાવાદનો જ છું. હું તને નથી કહેતો કે લઇ જા, હું તો તને આવવા માટે ઓફર કરી રહ્યો છું.’ વિશ્વાસે કહ્યું.

‘ખોટો ખર્ચો, જાવાદે ફરી ક્યારેક…’
‘અલ્યા કંજૂસ, પૈસા તારે નથી આપવાના સમજ્યો હું છું ને, તું બસ ચાલ સાથે એમ કહું છું.’ વિશ્વાસે આટલું કહીને ઓટો રોકાવી.

થોડીક જ વારમાં ઓટો આવીને એમની સામે રોકાઈ. ઓટોવાળાએ પૂછ્યું ક્યાં જવાનું છે, સાહેબ…? પણ વિશ્વાસ ચૂપ રહ્યો. છેવટે શૌર્યએ કહ્યું સારું પણ ક્યાં જવું એ તો કે હવે…’

‘લાલદરવાજા પાસે જે શ્રી નાથ સિનેમા છે ત્યાં લઇ લો.’ વિશ્વાસે ઓટોમાં બેસીને ચાલકને કહ્યું. શૈર્ય પણ પાછળ પાછળ ગોઠવાયો. આજે રાતના ૧૧ વાગ્યા સુધી બંને જણા બહાર રહ્યા અને પછી વિશ્વાસના ઘરે ચાલ્યા ગયા.

કાલે સવારે વહેલા નીકળવાનું હોવાથી બંને જણા જલ્દી ઘરે જઈને સુઈ ગયા. વિશ્વાસના મમ્મી-પપ્પા સાથે પણ થોડીક વાત કરી. એમણે પણ બંને ને પોતાના દીકરાની જેમ પોતાનું ધ્યાન રાખવાના સુચનો કર્યાં અને છેલ્લે રાવજી ભાઈએ કહ્યું કે બંનેને કાલે સ્ટેશન છોડવા એ પોતે આવશે. વિશ્વાસે હકાર સુચવ્યો અને બંને જણા એના રૂમમાં ચાલ્યા ગયા.

★★★★★

લઘુ નવલ – ઇટ્સ નોટ માય ફોલ્ટ
લેખક – સુલતાન સિંહ ‘જીવન’
બ્લોગ – https://vichaarvrund.wordpress.com/

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s