માઈક્રોફિક્શન જેવું… કઈક…

‘આજથી ચાઇનની બધી વસ્તુ બંધ. મેં તો ફેસબુક અને વોટ્સએપમાં સ્ટેટ્સ પણ નાખી દીધું છે. હું તો સંપૂર્ણ રાષ્ટ્રિયવાદી વ્યક્તિ છું. ચીનાઓની દાદાગીરી શુ કામ સાહેવાની.’ મિસ્ટર મોહીને એમના એકાઉન્ટન્ટને કહ્યું અને બહાર નીકળી ગયા.

ભવ્ય મોબાઈલ શોપમાંથી મોહીન બહાર નીકળ્યા ત્યારે એમના ચહેરા પર એક ગુમાની પ્રભાવ ઝળહળી રહ્યો હતો. એમનો મૂળ વ્યાપાર મોબાઈલનો હતો. એમની પાસે ચારેય કંપનીઓની ફ્રેન્ચાઇઝી તેમજ સર્વિસ સેન્ટરનો કોન્ટ્રેક્ટ હતો. જીઓની, લીનોવો, અને અત્યારે ખાસ ચાલતા ઓપ્પો અને વિવો પણ…

‘અરે સર, આજે મિસ્ટર જિંગ ઓન ચ્યુમ સાથે આપની મિટિંગ છે. એ અમદાવાદ કોઈ મોટા કાર્ય માટે આવ્યા હતા એટલે તમારી અમદાવાદ શાખા માટે મુલાકાત ગોઠવી છે. પણ સર એક રિકવેસ્ટ છે.’ એકાઉન્ટ મેનેજર નયને કહ્યું.

‘બોલ મારે જલ્દી નીકળવું છે.’
‘આપે દુકાનમાં જે કહ્યું, અને જે રાષ્ટ્રીય વાદને સાથ આપવાની વાત કરી એ વિશે જરા જિંગ ઓન ચ્યુમને કહેજો ને..’

‘હોતું હશે વળી, એવું કાંઈ એમને ન કહેવાય યાર. આપણે વેપારી માણસ છીએ. આવો રાષ્ટ્રવાદ સોસીયલ મીડિયા સુધી રહેવાનું હોય. ઘરના ધંધામાં આવું ન કરાય, આખર આપણે ધંધો કરવાનો છે. ચાઈના માલ વગર બીજા કયા મોબાઈલ છે જે ચાલે છે ત્યારે માર્કેટમાં…?’ મોહીને ગુસ્સામાં નયનને ધમકાવતા કહ્યું.

‘પણ, સર.. જે તમે અંદર કહ્યું..?’
‘હવે આ બધામાં બહુ ઊંડું નહીં ઉતારવાનું. બે ચારના લીધે આપણે ધંધો ન બદલી દેવાય. કાંઈ આપણે એકલા જ ચીનીઓને આર્થિક સધ્ધર નથી કરતા સમજ્યો.’

‘કદાચ, આવું જ દરેક મોટા વેપારી વિચારે છે. એટલે જ આજ ચાઈના એટલું આપણા પર હાવી થઈ ગયું છે કે આપણને ધમકાવે છે.’ નયને જવાબ આપ્યો અને ત્યાંથી નીકળી ગયો.

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૦૧:૦૧ pm, ૧૬ જુલાઈ ૨૦૧૭ )

Advertisements