It’s not my foult [ Chap – 2 ]

પ્રકરણ – ૨

‘પપ્પા હવે ચોક્કસ તમારે નીકળવું જોઈએ, જરા ઘડીયાળમાં તો જુઓ કે ટાઈમ શુ થયો છે…?’ શૌર્યના ચહેરા પર એક વિચિત્ર લાગણીઓની પરત જામતી જઇ રહી હતી. એ કદાચ પોતાના મનને માંડ માનવીને પછી જ આ બધું બોલી રહ્યો હતો. જ્યારે, સત્ય તો શૌર્ય પોતે પણ જાણતો હતો કે પપ્પા જો અહીંયા હશે તો કદાચ મમ્મી પણ અહીં રોકાશે અને વિભુડી પણ, અને કદાચ આ બધાના ચહેરા પરના ભાવ જોયા પછી પોતાના માટે સ્ટેશન છોડવું વધુ કથિત બની જશે. પણ, છેવટે મમ્મી-પપ્પા અને પરિવારની ખુશી માટે એણે આ નોકરી કોઈ પણ હાલમાં ગુમાવવી પણ ન હતી. એટલે જ એ સ્ટેશને આવ્યો ત્યારથી કંઇક ને કંઇક બહાને બધાને ઘરે કાઢવા મથી રહ્યો હતો.

‘હું બધું જ સમજુ છું, શૌર્ય કે તારું મન ઉદાસ છે પણ દીકરા તું જરાય ચિંતા ન કર. તારા પપ્પા ને હું અને વિભુ જરાય તકલીફ નહીં આવવા દઈએ.’ વિનોદિની બહેને જવાબ આપ્યો ત્યારે એમની આંખો તરત જ નિતરવા લાગી હતી. અત્યારે એમની આંખોમાં જે આંસુ હતા એ વિખુટા પડ્યાની વેદનાના આંસુ હતા. એ જાણતા હતા કે શૈર્યને સૌથી વધુ ચિંતા એના પપ્પાની છે. એમને આવેલા એક વખતના હૃદય હુમલા પછી, શૈર્ય જરાય ચિંતા પિતાને આવવા દેતો ન હતો. અને આજે પણ…

‘પણ, મા…’ શૌર્ય કઇ બોલે એ પહેલાં એના પપ્પા એ જવાબ આપ્યો.’હું ઠીક રહીશ.’
‘હું સમજી ગઈ કે અમારા ચહેરા જોઈને કદાચ તું સ્ટેશન પણ નહિ છોડી શકે, એટલે તું બધાને ઘેર કાઢવા મથી રહ્યો છે. પણ, તું ચિંતા ન કર અને નિશ્ચિત રહીને જા. તારો પરિવાર તારી હિંમત બનશે ક્યારેય એ તારી કમજોરી નહિ બને.’ વિનોદીની બહેને વિભુને પણ પોતાની નજીક ખેંચતા કહ્યું.

‘હા, દીકરા અમે તો બસ તને ખુશ જોવા માંગીએ છીએ.’ સંજય ભાઈની આંખોમાં પણ સહેજ મઝબૂતાઇની ચમક આવી ગઈ.

‘હા, ભાઈ તમે ચિંતા ન કરો. જ્યાં વિભક્તિ છે ત્યાં ચિંતા કરવાની જરૂર જ શુ છે. હું છું ને મમ્મી પપ્પા બંનેનું ધ્યાન રાખવા. તમે બિન્દાસ જાઓ અને મન લગાડીને કામ કરો.’ વિભક્તિએ શૌર્યના હાથમાં હાથ મૂકીને કહ્યું.

‘મને ખબર છે વિભુ, તું બધું સાંભળી લઈશ.’ શૌર્યએ વિભક્તિને આલિંગન આપીને કહ્યું. ‘હવે તમારે ખરેખર નીકળવું જોઈએ. જુઓ ટ્રેન પણ આવી ગઈ છે. હવે મારે પણ જવું છે અને તમે બધા આમ અહીં ઉભા હશો તો મારું મન પણ…’

‘હા… ભૈયા હું મમ્મી-પપ્પાને લઇ જઉ છું. તમે પહોંચીને ફોન કરવાનું ન ભૂલતા. અને હા જ્યારે આવો ત્યારે મારા માટે ઘણા બધા કપડાં લેતા આવજો, અને હા એક ગીતો વાગે એવો મોબાઈલ પણ.’ વિભક્તિએ શૈર્યથી દૂર સરકીને વિનોદીની બેન પાસે જઈને કહ્યું.

‘બસ વિભુ આવી જીદ ન કર.’ સંજય ભાઈ કઇ બોલે એ પહેલાં જ વિનોદીની બેન પણ બોલી પડ્યા. ‘દીકરા તું પણ તારું ધ્યાન રાખજે, અને રોજ ફોન કરજે. તારા વગર રહેવાની આદત નથી એટલે સમય સમય પર વાતચીત કરતો રહેજે.’

‘જી પપ્પા અને મમ્મી તું ચિંતા ન કર. હું રોજ ફોન કરતો રહીશ. અને વિભુ આવું એટલે તારા માટે સારો એવો એન્ડ્રોઇડ ફોન પણ લઇ આવીશ. પણ હા, એના માટે તારે બરમાં ધોરણમાં સારા ટકા લાવવાના છે. સમજી…?’

‘હા ભૈયા ૮૦+ નું લક્ષ્ય પાક્કું.’ વિભક્તિએ કહ્યું.
‘તું દીકરા તારું ધ્યાન રાખજે.’ સંજય ભાઈની આંખો પણ હવે ભરાઈ આવી. ત્યારે વિનોદીની બહેને પણ કહ્યું ‘દીકરા તારી તબિયત સાચવજે, એટલે હું પણ ખુશ રહી શકું. દીકરા તારી ખુશીમાં જ તો અમારી ખુશીઓ પણ છુંપાયેલી છે.’

થોડીક વારમાં આખું સ્ટેશન ટ્રેનના અવાજમાં ગુંજી ઉઠ્યું હતું. ટ્રેન ધીરે ધીરે સ્ટેશનના છેડાથી અંદર તરફ પટરીની સપાટી પર દોડીને નજીક સરકી રહી હતી. સરકતી ટ્રેનના અવાજમાં સંજયભાઈ અને વિનોદીની બહેનની દિકરાથી દૂર થવાની વેદના ધરબાતી જઇ રહી હતી. સ્ટેશનના અંદરનો અવાજ અને આસપાસ ઉભેલા લોકલ ટ્રેનના મુસાફરોમાં દોડાદોડી વધી રહી હતી. છેલ્લે શૌર્યએ પણ મમ્મી અને પપ્પાના પગે લાગીને એમના આશીર્વાદ લીધા અને જવાની રાજા માંગી. ટ્રેન ત્યાં સુધી પટરી સાથે ઘસડાઈને રોકાઈ ચુકી હતી. વિભુએ પણ ભાઈને બાય કહ્યું અને પાછળના ડબ્બામાં જ જ્યાં ટ્રેન રોકાઈ એમા શૌર્ય ચડ્યો. કેટલીક પળો સુધી એ વિનોદીની બહેન, સંજયભાઈ અને વિભક્તિને ચહેરા પરના બદલાતા ભાવ જોઈને રડી પડ્યો. છતાં માંડ આંસુઓ રોકીને એણે હાથ ઊંચો કરીને બધાને આવજો કહ્યું.

આજે ફરી એક સંતાન પૈસા કમાવા માટે નાના શહેરથી મોટા શહેર તરફ આગળ વધી જઈ રહ્યો હતો. આ શૌર્યની પ્રથમ સફર હતી અને કોણ જાણતું હતું કે આ સફર જ એના જીવનની બધી રાહોને સદાયને માટે બદલી નાખવાનું હતું. છેવટે ટ્રેનના એન્જીનમાં થયેલા ત્રીવ્ર અવાજ સાથે મોટા અવાજ વાળો હોર્ન ગુંજી ઉઠ્યો ફરી એક વાર આખું સ્ટેશન એના અવાજમાં ગુંજી ઉઠ્યું અને ટ્રેનના પૈડાં અમદાવાદ તરફ સરકવા લાગ્યા. પોતાનું મહેસાણા હવે દરેક પળે પાછળ છૂટી રહ્યું હતું. પૈડાનું દરેક ચક્કર એક બાળકને પોતાના પરિવારથી કદાચ હંમેશને માટે દૂર કરી રહ્યું હતું.

( ક્રમશ : )

લઘુ નવલ – ઇટ્સ નોટ માય ફોલ્ટ
લેખક – સુલતાન સિંહ ‘જીવન’
બ્લોગ – https://vichaarvrund.wordpress.com/

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s