વરસાદી મૌનસંવાદ

#મૌનસંવાદ

વરસતો વરસાદ અને પ્રકૃતિના સાનિધ્યમાં જીવનની હરેક ક્ષણ વધુ રંગીન અને આહલાદક આનંદ આપનારી લાગે છે. એટલે આજે પણ પ્રકૃતિના ખોળામાં માથું મૂકીને સુતા સુતા આકાશના છલોછલ ભરાયેલા કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલા ભાગને હું જોઈ રહ્યો હતો. મનમાં ઘેરાયેલી ઉદાસીનતા વાદળોના વધતા વિસ્તાર સાથે વધુ ને વધુ વિસ્તરી રહી હતી. મનમાં ઘણું હતું પણ સંવેદનો સાવ શૂન્યવત હતા.

‘તું કેમ હવે વાત નથી કરતો.’ એણે મારા હાથની હથેળીઓમાં આંગળીઓ પરોવીને મારી આંખોમાં જોવાનો પ્રયાસ કર્યો. જાણે એ મારી પાસે જ ન હોય.

‘તને શું લાગે છે, કે મેં પ્રયત્નો નથી કર્યો. પાછળના સળંગ ત્રણ મહિના અને કેટ કેટલા દિવસોથી તને મનાવવાની અને તારી સાથે વાત કરવાની કોશિશ જ તો કરું છું.’

‘તો હવે જ્યારે…’
‘તું ફરી ક્યાંક ખોવાઈ જઈશ. હંમેશની જેમ આજે પણ..’
‘મારી પાસે સમય નથી હોતો બાકી તને દુઃખી કરવાનો મારો કોઈ હેતુ ન હતો.’

‘તને ખબર છે, જ્યારે કોઈ તૂટે ત્યારે એનો અવાજ નથી આવતો. પણ, એનામાં રહેલું સર્વસ્વ ખોવાઈ જાય છે. એ વ્યક્તિ પોતાનો સ્વભાવ અને ક્ષમતાઓ ગુમાવી બેસે છે. અને મારામાં ફરી એક વાર તૂટવા ગુમાવા જેવું કંઈ વધ્યું જ નથી.’ મેં કહ્યું ત્યારે એની આંખોમાં આશ્ચર્ય શિવાય કઇ જ ન હતું.

‘એટલે…??’
‘જ્યારે એકલો હતો ત્યારે મને કોઈ સમસ્યા મ હતી. પણ, એક સમય જીવનમાં એવો હતો જ્યારે વાસ્તવમાં મેં બધા અરમાનો મારી-મચકોડીને ફેંકી દીધા હતા. મારી પાસે ગુમાવવા કઈ જ ન હતું. પણ, તારા આવ્યા પછી…’

‘પછી શું…? મેં શુ કર્યું…?’
‘તે કઈ નથી કર્યું. એક દિલને એવો દિલાસો આપવા સિવાય કે એક પ્રકરણ પછી પુસ્તક પતિ નથી જતું. એવી આશાએ તે બીજું પ્રકરણ શરૂ કરેલું. પણ, ઓચિંતા એનો પણ અંત… આ મૌન વેદના તને ભલે ન દેખાય પણ… જ્યારે કંઈજ ન હતું ત્યારે ગુમાવવાનું પણ દુઃખ ન હતું. પણ તે આવીને કંઇક હોવાની આશાઓ જીવંત કરી, તે જ કહ્યું હતું ને કે તું મને ચાહે છે. શુ એ માત્ર મઝાક હતી, એમજને…? તે આવીને પાછા જવાના માર્ગે આગળ વધતા એ ન વિચાર્યું કે, તું પાછળ શું છોડી રહી છે…??’

‘પણ તું સમજ.. એવું કંઈ નથી.’
‘શબ્દોમાં નથી પણ વર્તન, એક સમય હતો જ્યારે દિવસ આખો તારી સાથેની વાતોમાં વીતી જતો, અને હવે… સમય એકલો જ એની ગતિએ વીતે છે. મારા ફોન કોલ્સ અને મેસેજ માત્ર તારા ફોનના ચેટબોક્સ અને કોલ હિસ્ટ્રીમાં સહેજ જગ્યા રોકે છે. પણ તારા દિલમાં એ જગ્યા સાવ પુરાઈ ચુકી છે. એનું શું
..? આ મૌન વેદનાઓનું શુ…?’

‘હું શું કરી શકું…?’
‘તું એ રહી જ નથી, જેણે ક્યારેક મારા એકાંતને કોઈકના હોવાનો સહારો આપેલો. તું એ પણ નથી જેણે એકાંતના સાગરમાં ડુબકીઓ લગાડી મને કિનારાની આશાઓ દેખાડી હતી. પણ હવે… એજ એકાંત મને નિગળી રહ્યો છે અને કિનારાની આશાઓ મારા દિલના સંવેદનોને દઝાડી રહી છે.. અને તું…’

‘હું શું…? મેં શુ કર્યું એ તો કહે… મારો વાંક શુ છે..?’
‘તારું મૌન… તારું મૌન આ સંબંધની સાતત્યતાને ભૂંસી રહ્યું છે.’

‘પણ…’
‘જ્યારે આ મૌન શબ્દો તને સમજાશે ને, ત્યારે મારી સમસ્યા તને શબ્દોમાં ભલે ન સમજાય આંખોમાં તો સપષ્ટ દેખાઈ જશે… ક્યારેક એને જોજે ને…’

‘હું સમજુ છું. પણ…’
‘મારે કારણો નથી જાણવા. એ ભુલાયેલા સંબંધોની યાદ કરીને પણ એક વાર મારા મૌન વ્યથાના સંવાદો સમજવાના પ્રયત્ન તો કરજે… મારી લાગણીઓ એમા જ કદાચ જીવી જાય અને સમજાય. પછી…’

‘પછી શુ… તું આવી વાત કેમ કરે છે..’
‘હવે મને આ આભાસી સંસાર વધુ સમય માટે નજારો સમક્ષ નથી જોવો. જે કાંઈ પણ જોયું છે એ બસ છે, એટલે કહું છું કે પછી એક છેલ્લા ઉપકાર સ્વરૂપે મને ફરી એ એકાંતના કિનારે જ મૂકી આવજે, કે જ્યાંથી તું મને આ દુનિયાના વચ્ચે લઈને આવી હતી. તને આ રણઝણતો સંસાર મુબારક અને મને મારો એકાંત..’

#મૌનસંવાદ

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૦:૪૨ am, ૧૫ જુલાઈ ૨૦૧૭ )

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s