કોફી હાઉસ ( લેખક – રૂપેશ ગોકાણી )


Published on

પુસ્તકનું નામ – કોફી હાઉસ
લેખક – રૂપેશ ગોકાણી
કિંમત – 435 /-
પ્રકાશન – Educreation Publication
ISBN no. – 978-1-61813-886-6

જેમ માનવ જીવનના ઇતિહાસ હોય છે એમ ક્યારેક કોફી હાઉસના પણ ઇતિહાસ હોય છે. જેમ દરવાન ક્યારેક રાજા બનવાનું વિચારે એમ રાજા દરવાન બનવાનું વિચારે ખરા..?? ઘણા પ્રશ્નો સાથે વારંવાર જિજ્ઞાસાઓ જગાવતી ઊંચ-નીચના પ્રવાહો સાથે કોફી હાઉસની નવલકથા ચોટદાર રીતે રજૂ થઈ છે…

પ્રેમ વગરનો સાથ અને પહેલી નજરનો પ્રેમ છતાં છેક કોલેજના વર્ષો બાદ સુધી બેમાંથી કોઈનો એક બીજાને કહેવા અમથો પણ વિચાર ખાસ રસ પૂર્વક પ્રવાહને જાળવે છે. અને એના બાદ થયેલો પ્રેમનો ઇનડાયરેકટ પ્રચાર વધુ જિજ્ઞાસાઓ સાથે કહાનીના પ્રવાહને મઝબૂતાઈ પૂર્વક ઝકડી રાખે છે.. અને કોફી હાઉસમાં જામતી રોજની મિટિંગ તેમજ મળતી મિત્રોની ટોળકી જેમાં ત્રણેક કોલેજના વિદ્યાર્થી તેમજ ત્રણેક વડીલોના સાથ સહકાર દ્વારા કરાયેલા દબાણમાં ઉપજેલી પ્રવીણ ભાઈની પ્રણય કથા પણ સરસ રીતે રજૂ થઈ છે…

થોડાક પ્રસંગોમાં છોટુ સાથેની આત્મીયતા, અલોકનાથ સાથેની આત્મીયતા, કોફી હાઉસમાં આવતા મિત્ર વર્તુળમાં દરેક સાથેની આત્મીયતા ખુબજ સરસ રીતે વર્ણવાઈ છે..

એ સ્ત્રી તરફ જતું વારંવારનું ચિતભ્રમ માની નાતુંનદરસ્તી વખતે સંતાનના દિલમાં વલોવતી ચિંતા અને વ્યથાને વ્યક્ત કરે છે… તો દાદા પ્રત્યેનો પ્રેમ વધુ આઘાત આપે છે. પિતા સાથેનો પ્રેમ પણ એટલો જ દુઃખ પછી આવેલા સુખ જેવો મીઠો લગે છે… અને પછી અચાનક કુંજન લગ્ન અને પછી પાછા મૃત્યુના સમાચાર.. આઘાત અને સંઘર્ષ વચ્ચે જજુમતી કથાવસ્તુમાં પ્રેમ પછી સંઘર્ષ વધુ મઝબૂતાઈ પૂર્વક દર્શાવી શકવામાં રૂપેશ ભાઈ સંપૂર્ણ રીતે કામયાબ થયા છે..

પ્રવીણ ભાઈથી પ્રેય સુધીની સફર અને માન્યતા મુખર્જીથી કુંજ તેમજ કુંજથી ધ્વનિ સાથેના પ્રસંગો અને ભારતીય જીવનથી મઝબૂરી વશ ફોરેઇન તરફ સરતું જીવન… લગ્નેતર સંબંધોમાં આવેલા બદલાવો પ્રેમની તીવ્રતા અને પ્રેમની પ્રામાણિકતા વચ્ચેના વિચિત્ર ઉતારચઢાવોને પરફેક્ટ રીતે રજૂ કરતી વાત એટલે કે કોફી હાઉસ… એક અનોખી પ્રણયકથા…

જીવનમાં આવતા ઉતાર ચઢાવ, પરિવારમાં ઘરઘર જોવા મળતી અમુક સમસ્યા, મામાના ઘર ભણવા માટે પ્રેયનું શહેરીગમન, પ્રેમ, ચિંતા, વ્યથા, આઘાત અને છેવટે જીવનના પ્રવાહમાં વારંવાર મળતા વજ્રાઘાતો દ્વારા તૂટતો જઇ રહેલો પ્રેય અને એનો પ્રેમ. યાદોની સૃષ્ટિમાં જીવતી પ્રેમદિવાની જોગણ બનેલી કુંજની વ્યથા, રહસ્યમયી જીવનની કરુણતા અને ઓચિંતી વિદેશી પ્રવાસીઓમાં થતી મુલાકાત… વારંવાર ચૂકતી મુલાકાતની ક્ષણો પણ આગળ જાણવા વાંચકને પકડી રાખે છે..

આફ્ટર ઓલ હર કહાની કી તરહ ઇસ કહાની મેં ભી હીરો કો અપની હિરોઇન આખીર કાર મિલ હી જાતિ હે… અને બીજા વિવિધ પ્રકારનો વિચિત્ર શબ્દોના ઝંઝાળી રિવ્યુમાં કહેવા હજુ ઘણું છે…

આખર આ કોફી હાઉસ નામની નવલકથા વળી અનોખી પ્રણાયકથા કઇ રીતે હોય…? પણ હા સૃષ્ટિની દરેક પ્રેમ કથા અને પ્રણયની પળો સામાન્યતઃ તો અનોખી હોય જ છે… એમાં એકનો વધારો..

એક તરફી પ્રેમની ધારા તો ઘણી પણ આજે બેઉ તરફી પ્રેમ છતાં એની સ્વીકૃતિમાં સતત સારી જતો પ્રેમની લાગણીઓમાં ઉથલપાથલ સર્જતો સમય… પણ પાછા સવાળોમાં અટવાઈ જવાનું તો બાકી જ રહે.. જેવા કે… શુ પ્રવીણ ભાઈ નામનો એકલો રહેતો વ્યક્તિ કે જે સામાન્ય કોફી હાઉસ ચલાવે છે તેની જીવનમાં ભવ્ય ભૂતકાળ હોઈ શકે…?? અને હોય તો કેવો…?? આખર એક સ્ત્રી પ્રેમમાં ડૂબીને મારી ગઈ હોવા છતાં જીવીને પાછી કઇ રીતે ફરી શકે…?? આખર એક સામાન્ય કર્મચારીની સમસ્યા માટે એનો મલિક એને ૨ લાખ જેવી મોટી રકમની મદદ કઇ રીતે કરી શકે…??

આખર મારે માત્ર રીવ્યુ લખવો હતો… આખી કહાની હું નથી કહેવાનો એના માટે તો છેવટે તમારે બુક ખરીદીને વાંચવી પણ પડશે… દીવાના થઈ જશો બોસ…

તો આજે જ ઓર્ડર કરી શકો છો… નીચેની લિંક દ્વારા…

 Bookscamel  | Amazon  |  Flipkart 

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Website Powered by WordPress.com.