ચીની વસ્તુઓનો બહિષ્કાર…

ચીની વસ્તુનો બહિષ્કાર… – અત્યારના સમયનો સણસણતો મુદ્દો…

એક દમ મુદ્દાની અને સાચી વાત છે કે ચાઈના વારંવાર ભારતને અડોડાઈ પૂર્વક ડરાવ્યા કરે એ એક ભારતીય નાગરિક તરીકે કદીયે શાંખી ન લેવાય. પણ, હવે આપણે શું કરવાનું એ આપણે ખાસ સમજવાનું છે, અત્યારની આંધળી દેશભક્તિ કંઇક અવળા પાટે દોડતી નજરે પડી રહી છે. એક કહેવત છે ને કે કઈ પણ કહેતા કે કરતા પહેલા બે મિનિટનો મગજને બ્રેક આપીને એ પ્રશ્ન કે પ્રસંગને વિચારી જુઓ તમને રસ્તો મળી જશે… તો આપણે પણ એ જ કરવાનું છે… ચાઈના વસ્તુનો બહિષ્કાર એ આપણી સામે નો નૈતિક પ્રશ્ન છે, ના તો એને કોઈના ઉપર થોપી દેવાનો છે ના એને કોઈના ઉપર થોપવાની કોશિશ કરવાની છે

હવે અત્યારે પ્રશ્ન આમ થઈ રહ્યો છે કે ગાડી કોઈ ઊંધે રવાડે જ ચડી રહી છે. એવું પણ કહેવાય છે કે જેની પાસે ચાઈના પ્રોડક્ટ છે એ વિરોધ ન કરી શકે. પણ એ લોકો એ નથી જાણતા કે ચાઈના એ અત્યારે ભારતમાં એટલું બારીકાઈથી વણાઈ ચૂક્યું છે કે આવું કહેનારાના ઘરમાં જ કેટલુંય ચાઈનીઝ ભરેલું પડ્યું હશે. તો હવે એમ કે જેની પાસે ચાઈના ચાર્જર છે, એને વિરોધ કંઈ રીતે દર્શાવવો અને હવે શુ કરવું..? ચાઈના મોબાઈલ, ચાઈના બેટરી, ચાઈના પાવર બેન્ક, ચાઈના આ અને ચાઈના પેલું… હવે આપણા રોજિંદા જીવનમાં ચાઈના એટલી હદે વણાઈ ચૂક્યું છે કે હાલ તમે જે મોબાઈલ કે કોમ્પ્યુટર ઓપન કરીને બેઠા છો એની અંદર અથવા પાછળ જોશો ને ત્યારે પણ તમને ‘made in chaina’ નો લોગો જોઈને કદાચ આઘાત લાગશે. બટ રિલેક્સ એને તોડી નાખવું, એને ફેંકી દેવું, અથવા એને કામમાં ન લેવું એ કોઈ રસ્તો નથી. આપણે એને તોડી નાંખશું કે ફોડી નાંખશું એનાથી ચીનને કોઈ ફાયદો નહિ થાય કારણ કે એની રકમ તો આપણે પહેલેથી ચૂકવીને બેઠા છીએ. મૂળ તો આપણે બહિષ્કાર કરીને પણ એના આવકના શ્રોતને અટકાવવા માંગીએ છીએ જે આવકમાંથી એ લોકો આપણને સીમા ક્ષેત્રોમાં ડરાવી રહ્યા છે. અપણે અત્યારે કોઈ જ ચાઈનીઝ આઈટમ જે આપણી પાસે એને છોડીને આંધળી દેશ ભક્તિ નથી બતાવવાની… અને મુદ્દાનો પ્રશ્ન તો એ છે કે આપણે દેશભક્તિ કોઈને બતાવવી જ શા માટે પડે… દેશ આપણો છે, આપણે એની ભક્તિ પણ કોઈના માટે તો નથી જ કરતા ને…?

તો શું આપણે ચીનાઓની દાદાગીરીઓ સાંખી લેવાની એમ કહેવા માંગો છો…?

ના… આપણે તો બસ એટલુ જ કરવાનું છે કે અત્યાર શુધી જે ગહન નિંદ્રામાં પોઢેલા હતા એ નિદ્રાવસ્થા હવે ત્યાગવાની છે. અને, જાગ્યા ત્યારથી સવારની નિતીએ કામ કરવાનું છે. જે વીત્યું એને ભૂલીને આવનાર કાલને શ્રેષ્ઠ બનાવવું એ જ જીવનનું એકમાત્ર લક્ષ્ય હોવું જોઈએ. તો બહિષ્કાર આજથી અને અત્યારથી શરૂ કરવા માંગતા લોકોએ ભૂતકાળના કોઈ વસ્તુને વિચાર્યા વગર આજ પછીની ખરીદીમાં ખાસ ધ્યાન રાખવાનું છે. આજે જ એકદમ ભારતમાં બદલાવ નથી આવી જવાનો એક દિવસમાં ચાઈનીઝ પ્રોડક્ટ બંધ નથી થઈ જવાની. એ બધું જ બહુ ધીમી ગતિએ થશે અને એ આપણે બધાએ ભેગા મળીને કરવાનું છે. એક સાથે બંધ કરવા જઈશું તો ભારતની અર્થવ્યવસ્થા પણ કદાચ ઠપ્પ થઈ જશે જેમકે એવી ઘણી પ્રોડક્ટ્સ છે કે જેના માટે ભારતે ફરજિયાત પણે ચાઈના પર નિર્ભળ રહેવું જ પડે છે. એટલે ભારતમાં એવું ઉત્પાદન શરૂ ન થાય ત્યાં સુધી એની જરૂર પણ પડશે જ ને. દરેક વૃત્તિઓ પાછળ પણ એનું આખું અર્થશાસ્ત્ર કામ કરી રહ્યું છે…

કહેવાય છે કે “ગ્રાહક બજારનો રાજા છે” એ જ રિતે વેપારી નફા માટે ધંધો કરે છે. નુકસાનનો વ્યવસાય વેપારી કરતો નથી. અને બજાર માંગને હિસાબે જ બજારમાં વસ્તુ સામગ્રીઓ આવે છે. વેપારીને ચાઈના પ્રોડક્ટમાં નફો વધુ મળશે એટલે એ પોતાના ધંધામાં નુકશાન નહીં જ ઈચ્છે પણ ગ્રાહક એટલે કે આપણે જરૂર એમા બદલાવ આણી શકીશુ જો આપણે માત્ર મેડ ઇન ઇન્ડિયા (શક્યતા જે પ્રોડક્ટ ભારતમાં બની રહી છે.) પ્રોડક્ટ પર આપણી પસંદગીને સ્થિર કરીશું ત્યારે જ ખુબજ ધીમી ગતિએ વેપારીઓ અને બજાર પણ ગ્રાહકો સાચવવા માટે made in india પ્રોડક્ટ તરફ વળશે અને આ ચોક્કસ પણે આવતો ધીમો બદલાવ જ નક્કર પણે આપણા ચાઈના બહિષ્કારના લાંબાગાળાની ડિબેટને સફળ બનાવશે..

બાકી એક જ દિવસે એનો વિરોધ કરી લેવાથી કાંઈ બદલાવ આવી જતો નથી. કોઈ બદલાવ ચૂંટકીઓમાં આવી જાય એવી વિચારધાર અવાસ્તવિક છે. કારણ કે હું પોતે જે મોબાઈલમાં આ લખી રહ્યો છું એની બેટરી જ made in chaina છે તો શું હું એને કાઢીને ફેંકી દઉં…? ના હું એવું નથી કરવાનો પણ હા હવે હું આ વાતનો જરૂર નિશ્ચય કરીશ કે હવે પછી કોઈ પણ વસ્તુની ખરીદી વખતે હું પ્રાથમિકતા સસ્તા ને નહીં પણ ભારતીય પ્રોડક્ટ ને જ આપીશ..

જય હિન્દ..

હવે આના માટે આપણે શું કરી શકીએ..

~ જૂની પ્રોડક્ટ કે જેના પૈસા આજ પહેલા તમે ચૂકવી દીધા છે એ વસ્તુઓ બિન્દાસ પણે વાપરો કારણ એના પૈસા તમે ચૂકવી ચુક્યા છો. એનો નાશ કરી નાખવાથી પણ ચાઈના ને કોઈ ફરક પડવાનો નથી. એટલે સ્વયમ નું નુકશાન કરવું નરી મૂર્ખાઈ જ ગણાશે.

~ આપણે આજ પછી ખરીદવામાં આવતી દરેક વસ્તુમાં શક્ય પણે ભારતીય વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખીશુ. (સંપૂર્ણતામાં હજુ સમય લાગશે પણ શક્ય પણે આપણે એ તરફ ધીરે ધીરે વળવાનું છે.)

~ ફરજિયાત પણે વેપારીને ભારતીય વસ્તુ માટેનો આગ્રહ કરો. વધારે ગ્રાહકોનો આગ્રહ અનિચ્છાએ પણ વેપારીએ માનવો જ પડશે.

~ શક્ય હોય ત્યાં સુધી આ વિશે જાગૃતિ ફેલાવો. કોઈના પર થોપવું કે રોપવું આ વસ્તુથી દુર રહો. આ નૈતિક કાર્ય છે એટલે બધાને પોતાની રીતે જ બદલાવા દ્યો.

~ મહત્વની વસ્તુ છે રાહ જુઓ. કારણ કે આ બદલાવમાં ઓછામાં ઓછા દશ વર્ષ પણ લાગી શકે છે. ( આ સમય ગાળા પરથી તમે જરૂર સમજશો કે કેટલી ઊંડાણ સુધી ચાઈના ભારત બજારો પર હાવી થઈ ચૂક્યું છે.)

~ આપણે આજે જ જીતી નથી જવાનું પણ આપણે એના વિરોધમાં તૈયાર જરૂર થવાનું છે. ભવિષ્યમાં તો જ જીત નિશ્ચિત કરી શકાશે.

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૧:૩૨ am, ૮ જુલાઈ ૨૦૧૭)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s