૨૮૩. ઉપવન બનીને આવ તું…


ક્યારેક સુંદર ઉપવન બનીને આવ તું,
પારણે જુલું છું હું, હર્ષે મને જુલાવ તું,

મારી નાવ પડી છે, એકલી મઝધારે,
હલેસાઓ વડે બેસી એમાં ચલાવ તું,

સમુદ્ર આખો શહેરમાં આવી ગયો છે,
ગહેરાઈઓ પણ કેનારે હવે લાવ તું,

પ્રેમની ઉણપથી સંકોચાય છે ભાવ,
એકવારતો ફરીથી દિલને ફુલાવ તું,

ઈશ્વર ક્યાં મળે છે હવે તારા અભાવે,
પરમાત્મા સાથે મને પણ મલાવ તું,

તુજ પ્રેમના તોફાની વહાણે બેઠો છું,
હલેસાઓ પ્રેમ કેરા હવે તો હલાવ તું,

તને ભલે ને હું સાંભળું, કે ન સાંભળું,
આવી ને છતાં પણ મને બોલાવ તું,

તારા સિવાય જો મનમાં વાત હોય,
બધું જ બિંદાસ આવી હવે ભુલાવ તું,

સંસારના ખેલમાં હવે થાકી ગયો છું,
પાથરીને આ ખોળો મને સહેલાવ તું,

એવું કોણ કહે છે, હું તને નથી ચાહતો,
બાહો તારી ચકાસણી કાજે ફેલાવ તું,

દિલ પણ કેટલું, આ નાદાન હોય છે,
મૂકી હાથ દિલ પર હવે બહેલાવ તું,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૦૧:૪૩, ૨૭ જૂન ૨૦૧૭ )
–––––––––––––––––––––––––––
© Poem No. 283
Language – Gujrati
–––––––––––––––––––––––––––

Advertisements