ફ્રીટાઈમ ટોક – યોગ્ય ગિફ્ટ શુ…?


Friend – ગિફ્ટ વિશે વાત કરવી હોય તો કેવું લાગે.

Me – એટલે વળી શુ? કાંઈ ખાસ સમજાયું નઈ.

Friend – તમારી મનપસંદ ગિફ્ટ શુ છે…?

Me – બુક્સ..

Friend – બુક્સ..!! માત્ર બુક્સ, એ કાંઈ જવાબ નથી અને હોય તો પણ કંઈ બુક, એની વેયઝ તમને સૌથી વધુ કઇ બુક યોગ્ય લાગે…

Me – દરેક. હું માનું છું કે દરેક બુક એ લેખકના મનમાં ઘડાયેલા વિચારોનું પરિણામ હોય છે. દરેક વ્યક્તિના જીવનમાં કંઇક ને કંઇક એવું જરૂર હોય છે, જેમાંથી આપણે જીવન જરૂરી કંઇક તો જરૂર મેળવીએ જ છીએ.

Friend – એટલે કોઈ પણ બુક વાંચવી એ યોગ્ય નિર્ણય છે. તમેં પણ બીજાની જેમ એમ કહેવા માંગો છો…?

Me – એ તમારો અંગત પ્રશ્ન છે..
Friend – એટલે સિલેક્શન પણ ન કરવું એમ જ ને…? જો દરેક બુકને તમેં યોગ્ય સમજો છો તો પછી બુકસ્ટોર્સ અને લાઈબ્રેરીઓમાં જઈને સારી બુક્સ શોધવા માટે આટઆટલી માથાકૂટ શા માટે…???

Me – સમયની અછત, અંગત રુચિ, પસંદગી, પ્રાયોરિટી, જરૂરિયાત, માન્યતાઓ, યોગ્યતાનો કોટીક્રમ વગેરે મુદ્દાઓ ધ્યાનમાં લઈને આગળ વધવું વધુ સરસ માધ્યમ છે.

Friend – પણ તમે તો દરેક બુક યોગ્ય છે એવું જ કહ્યું ને, હમણાં બે મિનિટ પહેલા..

Me – હા

Friend – તો પછી ફરી આ પસંદગીની વાત કેમ? દરેક બુકમાંથી કાંઇક મળે જ છે તો પછી પસંદગીનો પ્રશ્ન ઉદ્દભવ્યો ક્યાં…??

Me – જો વાંચન માટે સૌથી વધુ જરૂરી છે વાંચન માટે ફાળવવામાં આવતો સમય. અને બીજા મુદ્દા પણ મેં કહ્યા ને અંગત રુચિ, રસ, જરૂરિયાત, પસંદગી વગેરે વગેરે…

Friend – તો દરેક બુક યોગ્ય કઇ રીતે…?

Me – જેને દોડવું ગમે એના માટે સવાર સારી અને જેને સુઈ જવું ગમે એના માટે રાત સારી. ચંદ્રના શોખીન માટે મધરાત સારી અને સૂર્યના કોમળ સ્પર્શને માણવા વહેલી સવાર સારી. વ્યસની માટે ગુટખા સારા અને અવ્યસની માટે એજ વસ્તુ ખરાબ. પણ ડિયર એનો અર્થ એવો તો નથી ને કે સાંજ, સવાર, ગુટખા, મધરાત અને વહેલી સવાર સારી કે ખરાબના બીબામાં ઢાળી દેવાય. જેમ અતિવૃષ્ટિના પણ અમુક ચોક્કસ ફાયદાઓ હોય અને દુષ્કાળના પણ એમ દરેક બુકમાંથી કાંઇક તો મળે જ છે.

Friend – તો પસંદગી કેમ..?

Me – અતિવૃષ્ટિ અમુક ફાયદાઓ આપે છે, પણ એનો અર્થ એવો તો નથી ને કે કાયમ અતિવૃષ્ટિની જ આશા કરીએ. પણ હા, જો કોઈ રસ્તો ન હોય ત્યારે એ પણ પોતાની રીતે યોગ્ય માધ્યમ છે. એવું જ પુસ્તકોના બાબતે પણ છે.

Friend – તો પછી સિલેક્શનમાં શુ ધ્યાન રાખવું…?

Me – તમને શું વધુ ગમશે, તમારે શુ જાણવું છે, તમે કયા વિષયમાં ઉંડા ઉતરવા માંગો છો એમ… જો માનોવિજ્ઞાનના વિશે અત્યારે જાણવા માંગો છો તો તમારે સિલેક્શન દરમિયાન તમારી પ્રથમ જરૂરિયાતને પ્રાધાન્ય આપવું જોઈએ. બસ આ જ વસ્તુ સિલેક્શનમાં મહત્વની છે. પણ, એનો અર્થ એવો નથી બાકીના પુસ્તક નિરર્થક છે. તમે હેરી પોટરની બુક લેવા જાઓ ત્યારે કદાચ બાજુમાં પડેલી મહાભારત તમને હેરી પોટર જેટલી યોગ્ય ન લાગે પણ એનો અર્થ મહાભારત નિરર્થક છે એવો નથી. તમારી પસંદગી પાછળ તમારી રસ અને જરૂરિયાતની પ્રાથમિકતા જવાબદાર છે. શક્ય છે તમારી પાછળ આવેલા વ્યક્તિ માટે તમારી જે વિચારધારા મહાભારત વિશે હતી એ હેરી પોટર માટે હોય. એટલે કે એનું કારણ છે તમને હેરી પોટરમાં રસ છે અને એને ભારતીય પૌરાણિક યુગમાં.

Friend – બુક વિશે ઘણું જાણો છો.

Me – હજુ શૂન્યથી થયેલી શરૂઆત છે. હવે એકડો ઘુંટી રહ્યો છું એમ સમજો.

Friend – સચોટ વાતો છે તમારી..

Me – આભાર

Friend – બીજા અમુક પ્રશ્નો પણ પૂછી શકું…??

Me – જી કહો.

Friend – આપે અત્યાર સુધી પુસ્તકોની પસંદગી વિશે ઘણી બધી વાતો કરી, ખૂબ જ મઝા આવી.

Me – જી.

Friend- તો હવે આપ કોઈ એવી બુક વિશે કહો કે જે આપના મતે જીવનમાં ઓછામાં ઓછી એક વાર એ બુક દરેક જણે વાંચવી જ જોઈએ, એવું તમે અંગત રીતે પણ માનો છો…

Me – ગીતા ( શ્રીમદ્ ભગવત ગીતા )

Friend – ધાર્મિક જ શા માટે…?

Me – તમે એને ધાર્મિક માનો છો. પણ, હું તો એને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઉં છું. હું માનું છું કે યોગ જેટલું જ ગીતાનું જ્ઞાન જરૂરી છે. અથવા બંને એકબીજાની સાથે આતંરીક રીતે જોડાયેલા જ છે.

Friend – આંતરીક રીતે કેમ..??

Me – જેમ યોગ માત્ર વાંચીને નથી થઈ શકતો પણ એને વાસ્તવિક પણે પ્રયત્ન પૂર્વક કરવો પડે છે. એજ રીતે ગીતા માત્ર વાંચી લીધાથી કાંઈ નથી વળતું એને પણ વાસ્તવિક જગતમાં તથ્યો સાથે પ્રયત્ન પૂર્વક સમજીને જ પામી શકાય છે.

Friend – ગીતા જ કેમ..??

Me – મારા માટે સંપૂર્ણ ભૌતિક યુગના ધર્મ પ્રવાહો પ્રમાણે ગીતા એક માત્ર યોગ્ય ગ્રંથ છે. જે તમારી સામે આજના ધર્મના વિચિત્ર અને કટ્ટરવાદી અંધ માન્યતાઓ ધરાવતા સમયમાં ધર્મ અને જીવનની ભુલાયેલી નગ્ન વાસ્તવિકતાઓને છતી કરી શકે છે. એક માત્ર એવો ગ્રંથ કે જે ધર્મના બંધનોથી સંપૂર્ણ મુક્ત રહી શકે છે. માત્ર અને માત્ર કર્મને પ્રાધાન્ય આપે છે. દરેક વ્યક્તિ એમા આપેલા દરેક શ્લોકની યથાર્તતાને સંપૂર્ણ પણે સ્વીકારી શકે છે. એટલે હું માનું છું કે ધર્મના અંધ માર્ગથી થોડુંક ઉપર થઈ વિચારવા માટે ગીતા એકમાત્ર યોગ્ય માધ્યમ છે.

Friend – વાહ… અને ગીતાના હિંદુ ધર્મ સાથે જોડાયેલ અહમ ધાર્મિક પુસ્તક હોવા વિશે આપ શુ માનો છો…?

Me – ધર્મ એ આંતરિક બાબત છે. ધર્મ વ્યક્તિ નક્કી કરે છે. ગીતાના ધર્મને પણ આપણે નક્કી કર્યા છે. ગીતામાં ક્યાંય હિન્દૂ ધર્મનો ઉલ્લેખ નથી. ગીતામાં તો શું આખી મહાભારતમાં પણ આવો કોઈ ધર્મ અંગેનો મુદ્દો ચર્ચાઓ નથી. જે ધર્મ દર્શાવ્યો છે એ આપણે ક્યારનો ભુલાવી દીધો છે. ગીતા માત્ર કર્મની માહિતી આપે છે એટલે ગીતાનો કોઈ ધર્મ નથી. અને ધર્મના સંદર્ભે વિચારાય ત્યારે ગીતાનો ઉલ્લેખ સંપૂર્ણ અયોગ્ય લાગે છે.

Friend – તમે ગીતામાં ઊંડા ઉતર્યા લાગો છો.

Me – ગીતા કોઈ કુઓ નથી કે અંદર ઉતરાય. ગીતા તો સર્વેસર્વા છે. ગીતા તો જ્ઞાન સમાન છે. જેમ કોઈ સંપૂર્ણ જ્ઞાની નથી હોતું એમ કોઈ ગીતામાં સંપૂર્ણ ઓતપ્રોત નથી હોતું. પણ હા અમુક ભાગે અમુક પ્રવાહમાં દરેક જણ ગીતમયી જરૂર હોઇ શકે છે. ગીતા એક સનાતન પ્રવાહ છે જેમાં દરેક જીવે છે, હું પણ છું ક્યાંક તમેં પણ છો.

Friend – આપ કૃષ્ણને માનો છો…?

Me – હું તો જાણું પણ છું.

Friend – કૃષ્ણ કોણ છે…?

Me – હવા, પાણી, ધરતી, વરસાદ, રેતી, માટી, હું, તમે, હકાર, નકાર, સ્વીકાર, પ્રેમ સર્વસ્વ પ્રકૃતિમાં ઓતપ્રોત જે છે એ જ કૃષ્ણ છે. જ્યારે જ્યારે કંઇક જાણવા મળે ત્યારે મને કરુક્ષેત્રનો કૃષ્ણ આંખો સામે દેખાય છે. અત્યારે તમારામાં છે. પછી મારામાં હશે.. પછી બીજા કોઈનામાં… એ તો સરસરતી હવાના દરેક અંશમાં છે અને કૃષ્ણ સાથે લડેલા કંશમાં પણ છે.

Friend – મારામાં…?

Me – મારા માટે છે. તમારા મતે જ્યારે એનો સ્વીકાર થશે ત્યારે સમજાશે.. તમે પણ ગીતા વાંચજો… ન હોય તો આ ગિફ્ટ હું આપી દઈશ મારા તરફથી…

Friend – મારી પાસે છે.

Me – કંઇક સમજાય પછી કોઈકને જરૂર એ જ્ઞાનમાંથી કઈક આપજો. એમા તમને કૃષ્ણ મળશે અને એને તમારામાં…

Friend – અને ગીતા…

Me – કૃષ્ણ ગીતા મળ્યા પછી જ મળશે અને એના મળ્યા પછી ગીતા મેળવવા દોડાદોડની શી જરૂર…?

Friend – સરસ…

Me – આભાર

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૦:૦૦, ૨૬ જૂન ૨૦૧૭ )

# sultan #favorait #book #geeta #love

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s