૨૭૮. માણસ…


માણસ ના બે આગળ માણસ,
માણસ ના બે પાછળ માણસ,

આગળ ન જાય ત્રણેય માણસ,
અંદરો અંદર બંધાયેલો માણસ,

ન જાય પહેલો આગળ માણસ,
ખેંચે છે ઇર્ષ્યામાં ત્રીજો માણસ,

બાહરી જગતમાં દેખાડો કરીને,
પણ અંદર અંદર લડતો માણસ,

ઉભો રહેતો જ્યાં પહેલા માણસ,
સ્થિર, આજે પણ ત્યાં છે માણસ,

દુર્ભાગ્ય જ દેશનું તો છે કહેવાય,
પણ સુધરી શક્યો છે ક્યાં માણસ,

સમય સાથે થયો વાંદરો માણસ,
માણસ નથી બની શક્યો માણસ,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૬:૫૦, ૨૧ જૂન ૨૦૧૭ )
–––––––––––––––––––––––––––
પ્રેરણા – એક વાંચેલી હિન્દી કવિતા પરથી…
–––––––––––––––––––––––––––
© Poem No. 278
Language – Gujrati
–––––––––––––––––––––––––––

Advertisements