અધિકાર…


Published on

આપણે પણ અધિકાર માંગવાનો…

પણ કયો…?? એક તરફ ઊંચાઈની વાતોના ફાંકા અને બીજી તરફ નિમ્ન કક્ષામાં સમાઈ જવાની વાતો… ક્યારેક 1000ના સાથે ચાલવાની વાત કરવાની અને પછી ઓચિંતા પોતાની પ્રગતિ મળતા જ બાકીના 999ને ભૂલી જવાના, ભલે કેટલાય લોકો એ ચાલવાની લ્હાયમાં મરી કેમ ન જાય… આખરે એ પણ એક નવો મુદ્દો બનીને મતલબ પૂરો કરવા માટે મળવાનો જ ને…? કોણ મરે છે, કેમ મરે છે, કોના માટે મરે છે, આ બધાથી જ્યારે ફર્ક પડે ત્યારે જ તમે પસંદગી પાત્ર નેતા બની શકો બાકી પોતાના મતલબમાં રચ્યા પચ્યા રહેવા માટે લોકહિતના ફાંકા મારવાથી આપણે કાંઈ લોકમાન્ય નથી બની જતા. હા, કેટલાક આંધળા ભક્તો જરૂર મળે છે. જે આપણા દરેક વિચારને વિચાર્યા વગર ફોલો કર્યા કરતા હોય છે…

આવું જ કંઈક વર્તમાન સમયમાં રોજબરોજ જોવા મળે છે…

બાકી ભગવાને વિચારવાની ક્ષમતા દરેકને સમાન આપી છે…

~ સુલતાન સિંહ ‘જીવન’

#know #thyself

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Website Powered by WordPress.com.