૨૭૭. તારી જેમ નથી…


એવું ક્યાં કહ્યું છે મેં કદી કે મને હવે પ્રેમ નથી,
બસ ફર્ક એટલો કે લાગણીઓ તારી જેમ નથી,

યાદો અને સ્પંદનોમાં બસ તને જ યાદ કરું છું,
પણ હા, એય સાચું છે આ કોઈ મારી નેમ નથી,

ચહેરા પર હાસ્ય અને હોઠો પર ભલે મલકાટ,
તારા વિના રહીરહીને હૃદય પણ હેમખેમ નથી,

તને જોવાની, અને તારી સાથે વાત કરવાની,
મારી ઈચ્છા પણ, ઓચિંતા ઉભરાય તેમ નથી,

ડર છે કદાચ તને ખોવાનો દિલમાં આજ સુધી,
પણ તું જે રીતે કહે છે ને મને, જરાય એમ નથી,

ક્યારેક થાય કે, મારી સામે આવીને તું ઉભી છે,
વાસ્તવિકતા ભલે ન હો, સાવ જુઠ્ઠો વહેમ નથી,

એવું ક્યાં કહ્યું છે મેં કદી કે મને હવે પ્રેમ નથી,
બસ ફર્ક એટલો કે લાગણીઓ તારી જેમ નથી,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૨:૧૯ રાત્રી, ૧ જૂન ૨૦૧૭ )
―――――――――――――――――――――――――――
© Poem No. 277
Language – gujrati
―――――――――――――――――――――――――――

Advertisements