આજે સાંભળવા મળેલો એક નવો પ્રશ્ન :-

She – ખાલી વિચાર કે, જો કોઈ ગુજરાતી વિદ્યાર્થીએ ફેઅબુક શોધી હોત તો…??

He – તો શું…?

She – તો ફેસબુકનો સીઈઓ કોઈ રામલાલ કે જીતુપ્રસાદ હોત ઝુકરબર્ગ નઈ સમજ્યો…

He – પણ એ શક્ય જ નથી…

She – કેમ…??

He – જ્યાં માં બાપ છોકરાને વોટ્સએપમાં દોસ્ત સાથે વાત નથી કરવા દેતા, ત્યાં દોસ્ત માટે કોઈ ગુજરાતી ફેસબુક બનાવત તો શું એમના પેરેન્ટ્સ આ ભૂલને સાંખી લેત…???

મારી મારીને તોડી નાખત, જો પેલા બાજુ વાળાનો જીવલો 12મુ ભણીને GPSC ની તૈયારી કરી રહ્યો છે, પેલો શાંતા માસીનો રાહુલ બેંકમાં ક્લાર્ક છે, પેલો મામાનો છોકરો સચિવાલયમાં છે, તારા સાથે ભણતા બધા બેંકમાં ને કંપનીમાં સારા પગારે લાગી ગયા અને તું આ રાખડેલો સાથે વાત કરવાના અવળા ધંધે ચડ્યો છે, એમ કહેતા કહેતા તો નેટ કનેક્શન કપાવી દેત, ફોન અને લેપટોપ પડાવી લેત અને પછી કોઈ GPSC ના ક્લાસમાં એડમિશન કરાવી દેતા… એટલે બકા ભારતમાં ફેસબુક નો સ્થપાય અહીં તો સરકારી નોકરીઓ જ થાય… 🙂

જયપ્રસાદ અને રામલાલ ક્યાંક મેનેજર કે સરકારી અફસર હોય કોઈ કંપનીના સીઈઓ ન હોય સમજી…

~ સુલતાન સિંહ ‘જીવન’
૨૫ મેં, ૨૦૧૭

#સુલતાન #GPSC #sultan #facebook #CEO #india

 

Advertisements