૨૭૬. સવાર જેવા સાહિત્યમાં…
―――――――――――――――――――――――――――
તમે કાવ્યો લખીને ગયા છો,
અમે વાંચતા રહ્યા છીએ,
શબ્દોનું કરીને તાપણું ગયા તમે,
શિયાળુ સવાર જેવા સાહિત્યમાં,
અમે હજુ તાપતા રહ્યા છીએ,

આ અંતરોની ભૂમિમાપનું,
માતૃભાષાના ઉપર ચડતા યુગને,
ફિતાઓથી માપતા રહ્યા છીએ,
હજુ ક્યાં કપાયું છે, અંતર,
શબ્દોથી લયભર્યા કાવ્યો તરફનું,
એટલે ચાલીને કાપતા રહ્યા છીએ,

શિયાળુ સવાર જેવા સાહિત્યમાં,
અમે હજુ તાપતા રહ્યા છીએ,

ભુલાયેલ કવિઓની રચનાઓ,
દિલની દરેક ડાયરીઓમાં આજ પણ,
અમો હજુ છાપતા રહ્યા છીએ,
જૂની રચના અને ભવ્ય કવિતાઓ,
સમજી ઈશ્વર સાહિત્યની સ્તુતિઓ,
આજ પણ જાપતા રહ્યા છીએ,

શિયાળુ સવાર જેવા સાહિત્યમાં,
અમે હજુ તાપતા રહ્યા છીએ,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૨:૧૫, ૧૭ મેં ૨૦૧૭ )
―――――――――――――――――――――――――――
© Poem No. 276
Language – gujrati
―――――――――――――――――――――――――――

Advertisements