વિચારવૃંદ ( ૧૬ મેં, ૨૦૧૭)

સ્ત્રીત્વ
+ મર્યાદા ( દરેક સામાજિક બંધન )
+ આજ્ઞાકારક્તા ( પરુષવાદી )
+ પુરુષ વિકારોમાં જવાબદાર તત્વ
——————————–
= આજના યુગની સન્નારી

આમથી એકમાં પણ ચૂક થાય એટલે સન્નારી હોવા પણું મેળવવાનું અરજીપત્ર આજીવન માટે ખોવાઈ જાય છે.

લોકોને નિર્લેજતા, શર્મ અને સામાજિક રિવાજોમાં સંસ્કારી શબ્દ જે આપ્યો છે એની વીભાવના બદલાઈ ગઈ છે. પુરાણોની વાત કરનારા પૌરાણિક ઇતિહાસને જાણતા નથી અને સ્વીકારતા પણ નથી… કેટલાક પૌરાણિક તથ્યો મારી પાસે છે…

શુ રાધા જેવી અન્ય સ્ત્રી કોઈ કાનુડાના પ્રેમમાં પડે તો એને આ સભ્ય કહેવતો ( સભ્ય માત્ર કહેવાય છે) સમાજ આજના યુગમાં પુજી શકે…??
– કદાચ આજના યુગમાં રાધા અસ્તિત્વમાં હોત તો એને પણ નિર્લજ્ અને સંસ્કાર વગરની છોકરી તરીકે જ આપણે જોઈ રહ્યા હોત.

શુ પાંચ પતિ સાથે સેક્સ માણનારી સ્ત્રી સતી હોઈ શકે…?? ( વૈશ્યા શબ્દ તો સમાજ પહેલા જ આપી ચુકી છે.)
– આજના યુગમાં જો દ્રૌપદી જેવી કોઈ સ્ત્રી હોત તો એને પણ આપણે રાંડ, વૈશ્યા અથવા ચરીત્રહીન સ્ત્રી તરીકે જ જોઈ રહ્યા હોત. કદાચ આ સભ્ય સમજે એને કોઠા પર પોતાના શરીરનો વેપાર કરવા મજબુર કરી દીધી હોત.

શુ એકથી વધુ સ્ત્રીઓ સાથે સબંધ ધરાવતો પુરુષ પુરષોતમ હોઈ શકે…??
– આજના સમયમાં દશરથ, અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, કૃષ્ણ સ્વયમ પણ આપણા માટે અત્યારે હોત તો ચરિત્ર હીન પુરુષોની ગણતરીમાં જ ગણાયા હોત. આપણો સમાજ એક સમય આ તો ચલાવી પણ લેતો હોય છે પણ માત્ર પોતાના પૂરતો, અન્ય કરે ત્યારે તો ગુનો જ ગણાય.

શુ સ્ત્રીઓના વસ્ત્રો લઈને ઝાડપર ચડીને નગ્ન સ્ત્રીઓને જોવાની નિર્દોષ ભાવના રાખનાર બાળક અત્યારે માન્ય ગણાય…??
– વાત કૃષ્ણની છે પણ વાસ્તવિક છે શું આજના કોઈ કૃષ્ણનું આ વર્તન સમાજ માન્ય ગણી શકાયું હોત. ના એને સંસ્કારનો આભાવ ગણીને પણ દોષ એની માનાં. માથે મઢી દેવાયો હોત.

શુ અન્ય પુરુષના વીર્યમાંથી જન્મેલા સંતાનોને સાચવતી માં સતી હોઈ શકે…??
– શુ કુંતીને આજના સમયમાં સતીનો અથવા પાંડવોને પૂરુંશ્રેષ્ઠ તરીકેનો દરજ્જો આજનો સમાજ આપી શકત.

શુ કોઈ પરપુરુષ સાથે સેક્સ માણી ચુકેલી સ્ત્રીને સંપૂર્ણ આસ્થા સાથે સ્વીકાર કરી શકે…?
– નરકાસુરના અંતઃપુરમાંથી ઉગારેલી હજારો સ્ત્રીઓને કૃષ્ણએ સંપૂર્ણ આસ્થા સાથે સ્વીકારી હતી. પણ શું આજનો સભ્ય સમાજ આ માન્ય ગણી શક્યો હોત? શુ આવો કોઈ કૃષ્ણ કદાચ પાક્યો પણ હોત તો આ સમાજ એને પૂર્ણ પુરુષોત્તમ તરીકે સ્વીકારી શકત ખરા…?

મેં પહેલા પણ એક વાર ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું
કે
સ્ત્રીતત્વ હંમેશા પારસમણિ જેવું પવિત્ર અને પૂજનીય હોય છે. એ ક્યારેય અભડાતું નથી.

જો કાઈ અભડાતું હોય તો એ છે આપણા સભ્ય સમાજમાં જીવતા લોકોની માનસિકતા. જો સ્ત્રી તત્વ અભડાતું હોત તો દ્રૌપદી અને કુંતી સતી ન હોત, રાધા કૃષ્ણની પ્રેયસી ન હોત, અને નરકાસુરના અંતઃપુરમાંથી ઉગારવામાં આવેલી દરેક ગોપીકા પૂજનીય ન હોત.

પુરુષની નિર્બળ માનસિકતા એ સભ્ય સમાજને પૌરાણિક સમયમાંથી આધુનિક યુગમાં લઇ આવ્યો છે. પોતાની નિર્બળતા એણે સમય સાથે સ્ત્રીઓના ચરિત્ર પર લાધ્યા કરી છે. અને સ્ત્રી પતિ અજ્ઞાઓને શિરોમાન્ય કરીને સદીઓથી એ સ્વીકારતી આવી છે. અને કદાચ એમનામાં ક્યારેય ન પરિણમેલો વિદ્રોહ એજ મૂળ કારણ છે આધુનિક યુગમાં એમની અવગણનાનું…

કપડાં નાના મોટા અથવા હોવા ન હોવાથી કોઈનું ચરિત્ર લૂંટાઈ નથી જતું. ચરિત્ર આધ્યાત્મિક વસ્તુ છે ભૌતિક નહીં. આજથી સદીઓ પહેલા કપડાંની શોધ પણ ના હતી થઈ ત્યારે પણ સ્ત્રીઓ નગ્ન રહીને પણ પુરુષોના અસ્તિત્વમાં જીવન પસાર કરતી હતી. જો કપડાંની પ્રમાનમાપ લંબાઈ ટૂંકાઈ જ સ્ત્રીનું ચરિત્ર નક્કી કરતી હોય તો એ સમાજ ચરિત્ર હીન ગણવો જ રહ્યો ને…? પણ ન ચારીતરહીનતા પણ ઓછી અને નીચ માનસિકતાની ક આડપેદાશ છે. કારણ કે વસ્ત્રો વગરની સ્ત્રીને આ લોકો કદાચ ચરિત્ર હીન કહી શકે પણ કીડી, ચકલી, ઢેલ, ગાય, જેવા પશુ પંખીઓનું શુ…? એમને આ સભ્ય સમાજ એ શબ્દોમાં નથી દર્શાવી શકતો કારણ કે માણસ જેટલો હજુ જાનવર સમાજ નીચો નથી નમ્યો. એ સમુદાય આજ પણ પૌરાણિક પરંપરામાં જીવી રહ્યો છે. એ વિકારોથી મુક્ત છે, વિકૃત વિચારોથી મુક્ત છે.

પણ, વ્યક્તિ સમાજમાં પુરુષ પોતાને શ્રેષ્ઠ ગણાવવા માટે સ્ત્રીના ચરિત્ર નિર્ધારણ માટે બંધનો અને નીતિ નિયમો ભલે ઘડી લેતો હોય.

પણ, જે પુરુષનું પૌરુષત્વ સ્ત્રીના નિતંબો અને સ્તન જોઈને જ ડગમગી જાય એ પુરુષ સ્ત્રીને દોષ દેવા માટે ક્યારેય ઉચિત કે માન્ય નથી ગણાતો.

ટૂંકું ને ટચ –
સ્ત્રી વસ્ત્રાલંકાર સજ્જ અવસ્થામાં ઉભી હોય કે નગ્ન અવસ્થામાં એના પ્રત્યેનો પુરુષનો વિકારવીહીન ભાવ જો ડગ્યા વગર અકબંધ રહે તો જ એ સાચી પૌરાણિક સભ્યતા તરફનું પગલું ગ ગણાશે. એજ હશે સાચા પૌરુષત્વની ઓળખાણ તેમજ સ્ત્રીનું ઉચિત મૂલ્યાંકન.

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૫:૫૭ સાંજે, ૧૬ મેં ૨૦૧૭ )

#vicharvrund #krushn #stri #woman #female #rights #male

Advertisements