માં એટલે માં…

માં એટલે, એક શબ્દોનું ઉપનામ,
અને હજારો શબ્દોની ચોખવટ તેમ છતાં પણ,
મહદઅંશે અવર્ણનીય રહી જતો અહેસાસ,

માં એટલે, એક માત્ર એવો એકવર્ણી શબ્દ,
જેની વ્યાખ્યા આપવા શબ્દોની સંખ્યા ઘટે,
જેને શબ્દબદ્ધ કરવા માટે કાગળ ખૂટી જાય,

માં એટલે, એવો અદભુત અકથ્ય અહેસાસ,
જ્યાં જીવનની છેલ્લી ઘડીએ પણ માથું મૂકી,
ભય મુક્ત થઈને તમે એ પળોને માણી શકો,

માં એટલે, નાનપણથી લઈને યુવાની સુધી,
ઘરના આખાય ભીના આંગણામાં રહેલો,
સૂકો કિનારો જ્યાં સંતાન આરામથી સુઈ શકે,

માં એટલે, ઘરમાં સાક્ષાત વિરાજમાન ઈશ્વર,
એ શક્તિ જેના પ્રેમ ખાતર ભગવાન પણ,
વારંવાર માનવજન્મ લઈને આવતા રહ્યા છે,

માં એટલે, પૃથ્વી પરનો એકમાત્ર અમી સાગર,
જેના વહેણો ધસમસતા આવીને પણ સુખ આપે,
સતત વહેતા જીવને વેગમાન રાખે છે,

માં એટલે, કૃષ્ણ માટે જશોદા અને દેવકી,
અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, નકુલ, સહદેવ માટે કુંતી,
રામ માટે કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા,

માં એટલે, દુનિયાનો એ છેલ્લો છેડો,
જ્યાં કદાચ જીવન સમાપ્ત થઈ જતું હોય,
પણ જેના ચરણોમાં મુક્તિની શરૂઆત થાય છે,

માં એટલે, બસ માં,
એની કોઈ વ્યાખ્યા ન હોય, છતાંય લાખ સંવેદના હોય,
પ્રેમ હોય, લાગણી હોય, ભાવ હોય, અને માં પોતે હોય,
માં એ બસ માં હોય, વ્યાખ્યાઓની મર્યાદાથી પર હોય,
એના વગર ન કોઈ ઘર હોય, ના ધરમ ના કરમ હોય,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૪ મેં, ૨૦૧૭ )

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s