વિચારવૃંદ – ૧૩/૦૫/૨૦૧૭

વિચાર વૃંદ – ૧૩/૦૫/૨૦૧૭

વિશ્વના દેશોની સરખામણીએ ભારત એક માત્ર એવો દેશ છે જ્યાં જો આજથી એવું ભણાવી દેવાનું શરૂ કરાય કે ઓસામા બિન લાદેનના કારણે જ દેશ આઝાદ થયો હતો તો, એની નકારાત્મક છાપ બહુ જલ્દી મિટાવી દેવામાં આવે છે. એને લાગતા પુરાવા, પુસ્તકો અને સાહિત્યને પણ બેન કરી દેવામાં આવે છે. આફ્ટર ઓલ પૈસાના ઝોરે બે નંબરમાં વિઝા અને પાસપોર્ટ બનતા વાર નથી લાગતી તો વ્યક્તિત્વને ઉજળું કરવામાં કેટલી વાર…

અને પછી જાતિવાદ, ધર્મવાદ અને ખાસ અત્યારનું ફેલાતું દુષણ વ્યક્તિવાદમાં આ દેશની આંધળી જનતા કદાચ એટલી અંધ બની જાય કે, સુધારેલી પ્રતિભા માટે આવતા 50 વર્ષ પછી એને ભારત રત્ન આપવાની માંગ કરતા પણ શર્મના સ્થાને અઢળક ગૌરવ અનુભવશે, એના પૂતળા મુકવાની માંગો, એનો ઇતિહાસ પુસ્તકોમાં આવવાનો પ્રતિભાવ જેવા કેટલાય નવા નાટકો થાય એ વાતમાં કોઈ જ બે મત નથી…

ચાલો વિચારને મેં ક્યાં જાતા હે, કદાચ કોઈ કારણો સર આવા સુધારેલી પ્રતિભા વાનને ભારત રત્ન કોઈ કારણો સર અપાઈ જાય ત્યાર બાદ પણ દેશદ્રોહી ક્યારેય દેશ ભક્તની જગા લઈ શકતો નથી. આવી માનસિકતાને કારણે જ આજે દેશના હજારો વાસ્તવિક ક્રાંતિકારીઓનું ભૂંસાતું બલિદાન ભારત માટે ચિંતાજનક સ્થિતિ સર્જી રહ્યું છે. રહેશે…
.
.
.
.
.
.
.
.
.
આ બધા પાછળનું કારણ છે, અંધ તેમજ મંદ માનસીકતા. કારણ કે વાસ્તવિકતા શોધવા જેટલો પણ ક્યાં આપણી પાસે સમય છે. જે સાંભળ્યું એને જ આપણે સાચું એની લઈએ છીએ, આપણે શું કહ્યું એના કરતાં કોને કહ્યું એને મન આપીએ છીએ, પણ વાસ્તવિક સત્ય કોણે કહ્યું એ નથી શુ કહ્યું એના પર છે, જરૂરી નથી કોઈ એક વ્યક્તિ દરેક સ્થિતિમાં સાચી જ હોય. કદાચ, આ જ આંધળું અનુકરણ કરીને ભારતનું લોકતંત્ર પણ ધર્મો અને પાર્ટીઓના ચકરાવામાં વહેંચાતું જઈ રહ્યું છે.

જરૂર છે,
માત્ર સ્વ-વિચારની…

માનવુ એના કરતાં શ્રેષ્ઠ છે જાણવું. જાણ્યા પછી પ્રશ્નો લગભગ સુલજી જશે.

~ સુલતાન સિંહ

#સુલતાન #વિચારવૃંદ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s