અંદાઝે બયાન ( ૮/૫/૨૦૧૭)

અમદાવાદના બુકફેર દરમિયાન ઇસ્લામ સાહિત્ય અકાદમીના સ્ટોલ પર ઇસ્લામ વિશેના દરેક સવાલનો જવાબ આપવામાં આવતો હતો…

આ ખુબજ સરસ વાત છે, જે આખાય ધર્મની જાહેરાતો કરતા પુસ્તક મેળામાં મને તડકામાં છાંયડો અને પાણી આપવા જેવું મધુર કાર્ય લાગ્યું. ખરેખર ધર્મો વચ્ચે પડેલી ખાઈ એ દેશનું સત્યાનાશ સર્જવા બેઠી છે. (આ શબ્દને કોઈ રીતે ફૂંકી માર્યા જેવા વિવાદમાં ન સમાવવા વાંચકને વિનંતી) કારણ કે આ શબ્દ યોગ્ય જ છે એના સ્થાને આ ધર્મના ધંધામાં જ દેશમાંથી મુલ્કો થતા રહ્યા છે, થાય છે અને થતા રહેશે… મહાન મનાતા ગાંધીજીએ પણ આ મુલ્કોના વિભાજન વાળા નિર્ણયને પ્રોત્સાહન આપીને પોતાનું 30% સમ્માન ગુમાવી દીધું. શુ ત્યારે એમની પાસે હૈદરાબાદના નિઝામને જે રીતે સરદાર પટેલે ભારત સાથે રહેવા મઝબુર કર્યા એવો કોઈ રસ્તો ન હતો. કેમ પાકિસ્તાનમાં એવું શું હતું જે હૈદ્રાબાદમાં ન હતું. નિઝામ પણ મુસ્લિમ જ હતો ને…?? પણ આ બધા વિભાજનની પાછળ પણ ધર્મના નામે આંધળી દોટ માત્ર જ હતી, જેમાં કોઈ આજ સુધી કશું પામી શક્યું નથી. ગુમાવ્યું દરેકે દરેક જણે છે. પછી એ હિન્દૂ હોય કે મુસ્લિમ અથવા ગમે તે ધર્મનો કેમ ન હોય.

વાત જરાક રસ્તો ભૂલે છે…
આપણે હજુય હતા ઇસ્લામ સાહિત્ય અકાદમીના જાણકારી વિભાગ પર….

ધર્મમાંથી છુટા પડ્યા પછી ધર્મના ભયસ્થાનો મને બરાબર સમજાય છે. એટલે આપણી નિષ્પક્ષતાની સાબિતી આપણે પહેલા આપી દઈએ છીએ. એવું જ મેં ત્યાં પણ કર્યુ. મારે ઇસ્લામ વિશે જાણવું જરૂર હતું પણ કોઈ અન્ય ધર્મના અપમાનની અપેક્ષા સાથે તો નહીં જ… મેં ત્યાંથી મારી જાણકારીનો વ્યાપ સહેજ વધારવા ઇસ્લામ પરિચય વિશે પુસ્તક પણ ખરીદ્યું. અને મારો પ્રથમ સવાલ હતો કે આ પુસ્તકમાં લખેલું તસુ તસુ સાચું તો છે ને…??

પૂછી લેવું સારું, સ્ટોલ પરના બધા જ મુસ્લિમ ભાઈઓ ભણેલા ગણેલા અને સજ્જન જ હતા. મને આવા લોકો ખૂબ જ ગમે છે, કારણ કે ધર્મ વિશેની ગેર સમજ દૂર કરવા આવા લોકો જ જાહેરમાં ખુલીને સામે આવે છે. આ દરેક સજ્જન પ્રયાસને મારા વતી સો સલામ. પણ કંઇક હજુય ખૂટતું હતું આવા સ્થાને રહેવા માટે ૧૦૦% નિષ્પક્ષતા જરૂર વિકસાવવી પડે, જ્યાં એમનામાં હજુય ૧૦% જેટલી ધર્મની આંધળી ભાવના હું અનુભવી શક્યો.

એમની સાથેની માંસ અને ઘાસ ખાવા અંગેની ચર્ચાનું મંતવ્ય અને જાવાબ ખૂબ જ સારો હતો. મેં અને મેહુલ ભાઈએ બધું જ ધ્યાનપૂર્વક સાંભળ્યું હતું. ત્યારબાદ એમણે કહ્યું કે કુરાનનો એક એક શબ્દ તસુ ભર કોઈ પણ હાલમાં બદલાતો નથી. એ દરેક સ્થિતિમાં યથાચિત જ રહે છે. દરેક ધર્મની આ એક વિશેષતા જરૂર હોય છે. કે એમનો ધર્મગ્રંથોમાં લખાયેલો મૂળ શબ્દ ક્યારેય ન બદલાય, હા એના પર કરેલું ચિંતન પુસ્તક દર પુસ્તક અલગ હોય એ વાતમાં સંપૂર્ણ સહમત છું. મને પણ આ વાત યોગ્ય લાગી એટલે આપણે અણસમજુ પને બીજો પ્રતિભાવ દઈ બેઠા અને ભાઈની જ્ઞાનક્ષમતા પડી ભાંગી.

મેં કહ્યું સાહેબ શબ્દો બદલાવામાં તો ગીતા પણ એવું જ પુસ્તક છે. જેના તર્કો અને ચિંતન ઘણા લોકો કરી ચુક્યા છે. ભવિષ્યમાં મારુ પણ એ કરવાનું સપનું જરૂર છે પણ શ્લોક બદલાય એ વાત આમ પણ શક્ય નથી. પછી એ કુરાન હોય, બાઇબલ હોય કે ગીતા અને કોઈ પણ ધર્મગ્રંથ કેમ ન હોય.

ત્યારે આ ભાઈ બોલ્યા કે ગુજરાતમાંથી ગીતા ખરીદો અને દિલ્લીમાંથી ખરીદો બંને અલગ જોવા મળે છે…

મારા માટે ધ્રાસકો પડે એવી વાત હતી. અહીં મારા એકમાત્ર ઈશ્વર પર ઘા થયો એટલે મારે કહેવું પડ્યું કે ભાઈ, ગીતા છાપનાર ભલે ઓશો હોય કે આશારામ દોસ્ત પુસ્તક દર પુસ્તક માત્ર ભાવાનુવાદ અને ચિંતન બદલાય શ્લોક બદલાય ત્યારે તલવાર લઈને સામે પડનારાની કમી નથી ભારતમાં… અને રહી વાત હિંદુ-મુસ્લિમની તો કુરાનની મને જાજી માહિતી નથી પણ હા ગીતા વાંચીને ધર્મની વાત કોઈ કરી જ ન શકે. અને કરે તો ગીતા એને ક્યારેય ન પચે. પક્ષપાતી રીતે આરોગતા ગીતાનું જ્ઞાન પણ અપચો થયેલા ખોરાકની જેમ એ તરત બહાર ફેંકાઈ જાય.

આ હિંદુ ગ્રંથ તરીકે ગીતાને દર્શવાનારા લોકો પહેલા તો ગીતા વાંચી લે, અને ધર્મને નામે લડનારા અને આંધળી ભક્તિમાં ડૂબેલા મુસ્લિમ ભાઈઓને પણ વિનંતી કે એકવાર એ લોકો ગીતા ન વાંચે તો ઠીક પણ કુરાન જરૂર વાંચે..

શુ કોઈને પોતાની બુદ્ધિક્ષમતા છે જ નહીં જે કોઈકના કહેલા નીતિ નિયમો પર ચાલ્યા જ કરે છે…?? એમની તર્કક્ષમતા મરી પરવારી છે…? માણસાઈ અને સાચા ખોટાને પરખવાની ક્ષમતા નથી હવે એમનામાં..??

ખુદા કરે, પેલા બધા જ સ્ટોલના ભાઈઓ અથવા અમારી સાથે ચર્ચા કરનાર ભાઈએ કુરાન વાંચી તો હશે પણ કદાચ સમજવામાં કંઈક કચાસ જરૂર હોય બાકી આવું ન બને. ખુદા ઉસે દરગુજર કરે… યહી દુઆ હે…

ગીતા હોય, બાઇબલ હોય કે ભલે કુરાન,
પહેલા વાંચો, સમજો અને પછી સવાલ કરો…

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૨:૪૪ pm, ૮ મેં ૨૦૧૭ )

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s