તને ખબર છે…??

૨૭૫. તને ખબર છે…??
―――――――――――――――――――――――――――
તને ખબર છે હું કેટકેટલું ખોઉ છું,

તારા ન હોવાના સ્થાને પણ,
બસ અમસ્થા મારી સામે આવી જતી,
યાદોને આંસુઓમાં જ ધોઉં છું,
મલકાતી, છલકાતી અને શરમાતી,
બસ એક માત્ર તને જ જોઉં છું,
તને ખબર છે….

ક્યારેક એકાંતમાં બેસીને જાણે,
યાદીના વહાણોમાં સરતી હવાના,
અહેસાસમાં પણ હું જ હોઉં છું,
તેમ છતાંય આંખ બંધ કર્યા પછી પણ,
સપનાની દુનિયામાં તને જ જોઉં છું,
તને ખબર છે….

ફેસબુકના સ્ટેટ્સ, ઇન્સ્ટાના પીકસ,
સોશિયલ મીડિયામાં ચહેરા અનેક,
છતાંય એ યાદોને અજાણતા ધોઉં છું,
વોટ્સએપથી લઈને મેસેજ બોક્ષ સુધી,
એક માત્ર રાહ તો તારી જ હું જોઉં છું,
તને ખબર છે…

તારા પાછળના મોકલેલા ફોટાઓ,
અને સેલ્ફીના નાટક બધા ખોટાઓ,
વારંવાર યાદોમાં જ જાણે કે થીજાઉં છું,
છતાંય તારા ન અવવાની આશાઓ વચ્ચે,
દોડી આવતી તને જ બસ હું જોઉં છું,
તને ખબર છે…

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૧:૧૧ રાત્રી, 3 મેં ૨૦૧૭ )
―――――――――――――――――――――――――――
© Poem No. 275
Language – gujrati
―――――――――――――――――――――――――――

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s