એ વાત ભૂલી જા ને…

૨૭૪. એ વાત ભૂલી જા ને…
―――――――――――――――――――――――――――
આખર આપણે બંને ક્યારે મળ્યા, એ વાત ભૂલી જા ને મઝા આવશે,
અડધે રસ્તેથી મળી પાછા વળ્યા, એ વાત ભૂલી જા ને મઝા આવશે,

વીતેલી વાતોને યાદ કર હવે, તારા વગર મારુ જીવવું સહેલું નથી,
જે કાંઈ પણ એકમના દિવસે થયું, એ વાત ભૂલી જા ને મઝા આવશે,

સૂરજ, ચંદ્ર અને પવન જેવા મોહમાયાથી મુક્ત સાવ સંબંધો હતા,
થઈ ગઈ વળી ક્યાં એમાં તકરાર, એ વાત ભૂલી જા ને મઝા આવશે,

તું કહે છે પ્રેમમાં શરતો હોવી જોઈએ અને હું કહું છું સ્વતંત્રતા હોય,
મુલાકાત યાદમાંથી કરીને બાકાત, એ વાત ભૂલી જા ને મઝા આવશે,

મળવાની તારી વાયદાની વાતો, અને પછી છટકવા કરેલા બહાના,
એક ભૂલ મેં પણ કરી એવું સમજી, એ વાત ભૂલી જા ને મઝા આવશે,

બંઝર કોરા ધકોર રણમાં, પ્રેમ રૂપી વરસી પાડેલો વરસાદ તો જો,
ઊડતી રહી હતી એકાંતની ડમરી, એ વાત ભૂલી જા ને મઝા આવશે,

ક્યાં માનતી હતી તું પ્રેમની વાતો, અને સમજાવવા કાજે મનાવવું,
આપણે બંને એકબીજાને લાયક નથી, એ વાત ભૂલી જા ને મઝા આવશે.

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૦૯:૩૬ સવારે, ૦૫ એપ્રિલ ૨૦૧૭ )
―――――――――――――――――――――――――――
© Poem No. 373
Language – Gujrati
―――――――――――――――――――――――――――

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s