વિચારવૃંદ (૧૮/૦૪/૨૦૧૭)

ગુજરાતની હાસ્યાસ્પદ વાત જે વર્ષોથી ચાલી આવે છે…

આ વાયદો ગુજરાતના રાજનેતાઓ વર્ષોથી ગાતા આવ્યા છે.. કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી (નશા બંધી) છે..

આપણો દેશ જાગૃત હોવા છતાં રહસ્યમયી રીતે અર્ધજાગ્રત અવસ્થામાં જ જીવે છે. કોણ જાણે આંખો અને કાન પર કઇ પટ્ટી બાંધીને ગુજરાતની રાજનીતિ ચાલ્યા કરે છે. ક્યારેક નરેન્દ્ર મોદી, ક્યારેક અનંદી પટેલ, કયારેક વિજય રૂપાણી તો ક્યારેક કોંગ્રેસ સરકાર અથવા નાના મોટા દરેક ક્ષેત્રમાં રચાતી પાર્ટીઓ અથવા રાજનીતિના તજજ્ઞો. ભલે ભાજપનું તંત્ર સારું હોય, ભલે નરેન્દ્ર મોદી જેવા કુશળ રાજનેતા વર્ષો સુધી મુખ્ય મંત્રી બનીને રહ્યા હોય, અને અત્યારે દેશનું શુકાન સંભાળતા હોય. આ વાત દ્વારા હું કોઈ રાજનેતા પર લાંછન નથી લગાવા માંગતો, વર્ષો અને દશકાઓ પછી ભારતને સારું સુકાન મળ્યું છે પણ ગુજરાતમાં કદાચ અત્યારના સંદર્ભે યોગી જેવા મુખ્યમંત્રીની જરૂરિયાત છે. ગુજરાત વિકાસ મોડેલ છે, મોદી સાહેબના સુકાન નીચે દિનપ્રતિદિન ગુજરાતે વિકાસ સાધ્યો છે એમાં કોઈ બેમત નથી. પણ સાથે સાથે આ વાત તદ્દન સાચી છે કે કોઈ પણ નેતા ગુજરાતમા સ્પષ્ટ નશાબંધી કરાવી નથી શક્યો. દરેકની રાજનીતિ કેટલેક અંશે નિષ્ફળ રહી છે પછી એ ભાજપ હોય કોંગ્રેશ હોય કે કોઈ પણ પક્ષ કેમ ન હોય.

જ્યારે જ્યારે ગુજરાતના ચૂનાવો આવે છે. આખા ભારતની નજરો ત્યાં અટકી પડે છે. રાજનીતિ આખી ઉફાનમાં આવી જાય છે એ જોતાં સમજી શકાય છે ગુજરાતનું મહત્વ ભારત સંદર્ભે પણ, એમાં આર્થિક સિવાય માનસિક, અને આંતરિક વિકાસ કેટલો…? શુ ભ્રષ્ટાચાર ઘટ્યો છે…? શુ ૮૦% પણ રોજગારીની તકો મળી છે…? શુ નશાબંધી પર કોઈ કાનૂન અમલી થયો (આવ્યા અને બન્યા તો ઘણાય છે.) છે…? જવાબ છે ના રસ્તાઓ બન્યા છે પણ એ રસ્તાઓ પર મો ફાડીને ઉભેલા ખાખી વાળા નથી બદલાયા, રસ્તાઓ બન્યા છે પણ કોન્ટ્રેક્ટ માફિયા નથી બદલાયા, આજે પણ રસ્તાઓ વર્ષ પૂરું થતા થતા વેરવિખેર થઈ જાય છે. દરેક રસ્તો બન્યા પછી તંત્ર યાદ કરે છે કે ગટર નાખવાની તો રહી જ ગઈ હતી, ફરી રસ્તાઓ તૂટે છે અને નવનિર્માણ થાય ત્યાં સુધીમાં ગટરનું કુરણ કામ આવીને બારણે ટકોરા મારતું ઉભું હોય છે. એટલે કે વિકાસના નામે મીંડું જ થયું ને…? આજે પણ સરકારી ખાતાઓમાં કામ નથી થતું, આજે પણ સરકારી કામ કાજ માટે દલાલો છે, આજે પણ સરકારી દફ્તરોમાં કામ કાઢવા જાઓ ત્યારે ઘેર ક્યારે પહોંચાશે એ પ્રશ્નના ડરે ટિફિન લઇ જવું પડે છે, આજે પણ સરકારી તાનાશાહી ચાલે છે, આજે પણ હજારોનો પગાર પામતા સરકારી અફસરો કરોડોની સંપત્તિ દબાવી બેઠા છે (જેનો સરવાળો પગારની દ્રષ્ટિએ 12 પેઢી કમાય એટલો હોય છે.), આજે પણ હોસ્પિટલમાં સારવારની ગુણવત્તા નિમ્ન છે, આજે પણ સરકારી નોકરી માટે તગડી રકમો ચૂકવવી પડે છે, આજે પણ શાળામાં ડોનેશન પ્રક્રિયા ચાલુ છે, આજે પણ ચુનાવ પ્રચારમાં કરોડો ખર્ચીને જીત્યા બાદ વસુલવાની માનસિકતા યથાવત છે, આજે પણ હાલાંકી ભોગવનારો પક્ષ માત્ર માધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગ જ છે, આજે પણ મહાનગર પાલિકાના કેટલાક વિસ્તારો માત્ર વેરો ભરે છે અને સુવિધામાં એમને ઠેંગો મળે છે, આજે પણ અનુસ્નાતક કક્ષાના ટેલેન્ટેડ યુવાનો બેરોજગાર છે અને પૈસાના જોરે આવેલા નબીરા રોજગરીમાં તગડા પગારો મેળવે છે, આજે પણ સરકાર માત્ર ધનાઢ્ય લોકો માટે જ કાર્ય કરે છે, આજે પણ નેતાઓ માત્ર મોટા મોટા વાયદાઓ કરે છે…

શુ આજ વિકાસ છે…? શુ આજ વિકાસ મોડેલ છે…? તો સાહેબ અમારે સામાન્ય રાજ્ય જ જોઈએ છે. અમારે લડવાના નામે કોળો ગોળ નથી ખાવો, એના કરતાં સ્પષ્ટ જ કહી દ્યો કે ગોળ જ મળશે લાડવો તો માત્ર ચૂનાવી વાયદા પૂરતો મર્યાદિત છે..

કટાક્ષયુક્ત સત્ય –
પ્રથમતો ગુજરાત એનું, મારુ, તારું, પેલાનું એમ કોઈના બાપની જાગીર નથી. એ એમાં રહેતા સૌનું છે..

બીજી વાત એ કે ઉપરના કહેવાતા માત્ર વાયદાથી વિરુદ્ધ ગુજરાતમાં થાય એટલે નશા કદાચ કોઈ રાજ્યમાં થતા જ નથી. ગુજરાતમાં કોઈ એક શહેર એવું નથી જ્યાં દારૂ ક્યાંક ને ક્યાંક ન મળતો હોય અથવા પીવાતો હોય.

( આતો ખાદી અને ખાખીના ખિસ્સા ભરવાની એક ટેકનીક છે. બસ બીજું કાંઈ નહીં.)

~~(નોંધ – આ અંગે આપના વિચારો અલગ હોઇ શકે છે, મારા નહિ. અને આ મારા વિચારો જ છે.)~~

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૦૯:૦૬ સવાર, ૧૮/૦૪/૨૦૧૭ )

#સુલતાન #વિચારવૃંદ #ગુજરાત #નશાબંધી #રાજનીતિ #સરકાર

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s