૨૭૨. સ્ત્રીત્વ…
―――――――――――――――――――――――――――
સ્ત્રી વેદનાનાં ક્યાં ચોક્કસ કોઈ આકાર હોય છે,
જવાબદાર તો એમાંય પુરુષના પ્રકાર હોય છે,
શરીરીક દુષ્ટતાનો ભોગ સ્ત્રી જાતે નથી બનતી,
જવાબદાર એમા પણ ક્યાંક તો ધિક્કાર હોય છે,
ફર્ક ક્યાં? બળાત્કાર, હત્યા અને એસિડ અટેકમાં,
જવાબદાર એમાં પણ, અપૂરતા સંસ્કાર હોય છે,
સ્ત્રીની વ્યથા ત્યાં સુધીતો કોઈને નહિ સમજાય,
સમજને જ્યાં સુધી પુરુષત્વનો અહંકાર હોય છે,
સ્ત્રીની સામાજિક દ્રષ્ટિએ છે, આસમાન સ્થિતિ,
કોઈ હલકી માનસિકતાનો આવિષ્કાર હોય છે,
સ્ત્રી અસ્તિત્વનું માન જો તમે સાચે જ કરો છો,
સમકક્ષ ગણવાની વાતમાં કેમ નકાર હોય છે,
સમાજમાં અસુરક્ષાઓ સ્ત્રીત્વની આજે પણ છે,
જવાબદાર આજેય કોઈ દિલમાં વિકાર હોય છે,
જરૂરી નથી સ્વામીત્વ પુરુષત્વની સાબિતીમાં,
પુરુષ ગણાતું વ્યક્તિત્વ, તો નિરાકાર હોય છે,
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૧:૪૩ સવાર, ૦૭ એપ્રિલ ૨૦૧૭ )
―――――――――――――――――――――――――――
© Poem No. 372
Language – Gujrati
―――――――――――――――――――――――――――