૩૬૯. ક્યાં જાય છે…?
―――――――――――――――――――――――――――
કહ્યા, અને મને પૂછ્યા વિના, તું ક્યાં જાય છે,
આ બધું સાંભળી તો ન થવાનું પણ થાય છે,

મારા કહેવા માત્રથી હવે તો તું ક્યાં રોકાય છે,
યાદો તારી કદાચ વારંવાર મુજમાં ડોકાય છે,

લાગણી, પ્રેમ, વિશ્વાસની કોઈજ કિંમત નથી,
બજારમાં બધું, દામ કોડીઓના જ વેચાય છે,

નથી રહ્યો અર્થ પણ તારી યાદમાં રહેવાનો,
પણ દિલના વહેણો હજુ એ તરફ ખેંચાય છે,

લાગણીના તોફાની ઝંઝાવાત અને વ્યથા,
મતલબી સંસારમાં આખર કોને સમજાય છે,

રોજના ઉતારચઢાવ શુ ઓછા હતા ‘જીવન’,
હવે કોઈકની યાદોમાં પણ દિલડુ દુભાય છે,

કહ્યા વિના છોડીને મને આજ તું ક્યાં જાય છે,
શબ્દોય છણાવટના તિર બનીને ભોંકાય છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૦૯:૫૮ સવાર, ૦૬ એપ્રિલ ૨૦૧૭ )
―――――――――――――――――――――――――――
© Poem No. 369
Language – Gujrati
―――――――――――――――――――――――――――

Advertisements