૩૭૦. ભણ્યા ગણ્યા નહીં…
――――――――――――――――――
માણસ ભણ્યા ખરા પણ ગણ્યા નહીં,
આ વ્યથામાં પક્ષી દાણા ચણ્યા નહિ,
કેટલા લોકો ભટકતા રહ્યા ડીગ્રી લઈ,
છતાં કોઈએ એમને પણ ગણ્યા નહીં,
ભણી ગણી કદાચ નીકળ્યા હશે કાગ,
પિતૃ શ્રાદ્ધમાં એટલે અવગણ્યા નહી,
બેઠા રહ્યા કરી ઉદરમાં માસ્ટર ડીગ્રી,
માતાએ કોઈ ડોક્ટરો ને જાણ્યા નહીં,
રામજી યુદ્ધમાં પીએચડી કરેલા હશે,
રાવણે એટલે જ એમને હણ્યા નહીં,
પામી ગયા હશે બેરોજગરી પૂર્વજો,
પરદાદા એટલે કોઈના ભણ્યા નહીં,
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૦૮:૫૩ રાત્રી, ૦૬ એપ્રિલ ૨૦૧૭ )
――――――――――――――――――
© Poem No. 370
Language – Gujrati
――――――――――――――――――
Advertisements