૩૬૮. ભાર લાગે છે…
―――――――――――――――――――――――――――
માનહાની હવે આભાર લાગે છે,
સંબંધો પણ બધા ભાર લાગે છે,

સગા સંબંધી જેવા શબ્દો બધા,
સમાજ નો જાણે ઉતાર લાગે છે,

ચાલ જુઠ્ઠું બધું જ ઉતારી લઈએ,
સમજ આવતા ક્યાં વાર લાગે છે,

આખર બધા ઉઠીને ક્યાં ચાલ્યા,
આંધળા ધરમની કતાર લાગે છે,

ભૂલી નથી ગયા હજી સુધી મને,
હવે એના પણ અણસાર લાગે છે,

કૃષ્ણ પણ વાસ્તવમાં તો નથી,
ભાગવત કોઈક વિચાર લાગે છે,

જીવન મૃત્યુનો કોઈ નિયમ નથી,
સૃષ્ટિનો આ દોરીસંચાર લાગે છે,

આસ્થા, ભક્તિને અંધશ્રદ્ધા બધી,
શરીફોનો જ વ્યાભિચાર લાગે છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૦૮:૪૩ સવાર, ૪ એપ્રિલ ૨૦૧૭ )
―――――――――――――――――――――――――――
© Poem No. 368
Language – Hindi
―――――――――――――――――――――――――――

Advertisements