૩૬૪. પ્રીત…પ્રેમ…પછાડ…
―――――――――――――――――――――――――――
કોણ કહે છે કે રાત રાત ભર જાગવું,
પાછા એની જ પાછળ પડે ભાગવું,
પ્રેમ કરવાનો છે, કોઈ વેપાર નહિ,
શાને વારંવાર એના પગે લાગવું,

કોઈ દિવસ એ જ આવશે શોધતી,
આપણું સ્થાન પણ છે યાર આગવું,
સપનામાં જ મળી જતી હોય જો એ,
શા માટે પછી રાત રાતભર જાગવું,

પ્રેમ ક્યાં સાગર જેટલો છે વીશાળ,
ક્યારેક મેઘધનુષ તો ક્યારેક ઝાંઝવું,
છોડ વાતો બધી ગુલામીની હવે તો,
પડશે આખર સાજન તારે જ રાંધવુ,

ખુલા મનના પંખીને ઉડવા જ દેવું,
શા માટે એને પડશે બેડીએ બાંધવું,
રકઝક હવે ભૂલી જવી પડશે સનમ,
નથી કાગળ કે ફરીવાર એને સાંધવું,

પરિવાર અને પ્રિયા બંને જો રાજી છે,
પછી કારણ વગર શુ કરવા ભગાડવું,
લગ્ન પછીની જવાબદારીઓ કોની,
એટલે કહું છું, સાસરે કદી ન બગાડવું,

ક્યારનું સુતું છે સુરાતન આ સમયે,
શીદને તારી પ્રીત ખાતર જગાડવું,
હવે છેવટે તું જ વસી છે મુજ દિલમાં,
તો વારંવાર કાં ખોટું પણ લગાડવું,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૦૮:૨૫ રાત્રી, ૨૯ માર્ચ ૨૦૧૭ )
―――――――――――――――――――――――――――
© Poem No. 352
Language – Gujrati
―――――――――――――――――――――――――――

#પછાડકવિતા #સુલતાન

Advertisements