૨૬૩. યાદ… ફરિયાદ…
―――――――――――――――――――――――――――
સાંભળને રાધા વાંસળી પણ સાદ કરે છે,
તારા દૂર હોવાની તને જ ફરિયાદ કરે છે,

વૃંદાવન જેવું છે આ દિલ મારુ કાયમથી,
યાદો તારી તોફાન બની બરબાદ કરે છે,

કેટકેટલો દૂર ચાલ્યો જાઉં છું, તને છોડી,
છતાં દિલના સંવેદનો તને જ યાદ કરે છે,

ભૂલી જઈશ હું તને એવું ગોપીઓ કહે છે,
કેમ સમજુ હોવા છતા, આ વિવાદ કરે છે,

સમાન પ્રેમ રુકમણી અને દ્રૌપદી પ્રત્યે,
તેમ છતાં બંને અંતે તારો જ વાદ કરે છે,

જેના અસ્તિત્વ વગર મારુ કઈ જ નહીં,
એની વાતમાં દુનિયા મને જ બાદ કરે છે,

સાંભળને રાધા વાંસળી પણ સાદ કરે છે,
તારા દૂર હોવાની સુરમયી ફરિયાદ કરે છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૦૯:૧૭ રાત્રી, ૨૭ માર્ચ ૨૦૧૭ )
―――――――――――――――――――――――――――
© Poem No. 363
Language – Gujrati
―――――――――――――――――――――――――――

Advertisements