૨૬૨. સમજાય તો ઠીક..
―――――――――――――――――――――――――――
પટકાતું ઉછળતું,
તારા ચહેરાનું આ આછેરું આવરણ શેનું,
દિલમાં ઝંઝાવાત અને અનેરો,
દ્રષ્ટિપાત છે આ યાદોનો,
પણ આખર તો મને,
આ શું અંદર થાય છે એ સમજાય તો ઠીક,

જે શબ્દોની જોડાણીઓ મને,
કાનમાં વિશ્વાસી ધુનો છેડતી,
હવે એજ શબ્દોની તૂટક વાસ્તવિકતા,
છલકાઈને સામે આવી રહી છે,
જાણે કે સંબંધોની હવામાં,
લાગેલી અવિશ્વાઁસી શરદી,
અને પ્રેમના નામે તો માત્ર છીંક,

આ શું અંદર થાય છે એ સમજાય તો ઠીક,

પણ આ પાછી યાદો અંદર,
જઇને સોયની જેમ ભોંકાય,
તો એ વેદનાની વ્યથા કેટલી,
ઓહ…
વિચાર માત્રે કમકમી આવી જાય,
આખર કેટલી હદે દિલને તો બીક,

આ શું અંદર થાય છે એ સમજાય તો ઠીક,

વિચારોના કોથળા કેમ ઉપાડુ,
આખરતો ભંગરના ભાવે,
લાગણીઓ સાવ સસ્તામાં,
વેચવાની જ ને,
એમ કર હિંમત કરી ઢગલામાં તો ઝીંક,

આ શું અંદર થાય છે એ સમજાય તો ઠીક,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૦૩:૧૦ બપોર, ૨૭ માર્ચ ૨૦૧૭ )
―――――――――――――――――――――――――――
© Poem No. 362
Language – Gujrati
―――――――――――――――――――――――――――

Advertisements