હું શું છું…?

૩૬૧. હું શું છું…?
―――――――――――――――――――――――――――
અહમ વિસર્જન,
કહું અથવા તો,
પ્રેમ પ્રદર્શન,
હા બિલકુલ આજ,
એવું જ કંઈક,
જે મારે કહેવું છે તને,
તું જાણે તો છે ને,
સ્વપ્નસુંદરી આ વાત,
કે હું એ નથી તારા માટે,
જેવું મારા મતે,
મારી રીતે હું વિચારું છું,
પણ હા,
સાચું તો એ જ છે કે,
હું એ છું,
કે જે તારું દિલ,
મને માને છે,
અને મને જે સ્વરૂપે સ્વીકારે,
હા બસ,
એ જ છું હું,
પછી આ મારા અહમનું,
મારા દ્વારા જ થતું,
વિસર્જન હોય,
કે ભલે,
તારા માટેનું મારા,
પ્રેમનું પ્રદર્શન…

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૧:૫૮ સવાર, ૨૭ માર્ચ ૨૦૧૭ )
―――――――――――――――――――――――――――
© Poem No. 361
Language – Gujrati
―――――――――――――――――――――――――――

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s