૩૫૬. ખોટી શરૂઆત
―――――――――――――――――――――――――――
આમ વારંવાર મળીને જેવી તેવી તું વાત ન કર,
પ્રેમ જેવું કાંઈ નથી તને તો ખોટી શરૂઆત ન કર,

ફાયદો આમ પણ નથી આજકાલ મળી લઈને,
એટલે કહું છું યાર હવે પછી કોઈ મુલાકાત ન કર,

એક તરફ તારી નાદાન હોવા અંગે રજુઆત છે,
પાછી મને કહે છે કે મારી વાતમાં વકીલાત ન કર,

નથી રહેવું હવે આપણે એકબીજાની સાથે વધુ,
હા, પ્રેમ તને પણ હતો એવી હવે કબૂલાત ન કર,

જ્યારે સમય આવી ગયો છે, હવે જુદા થવાનો,
તો લાગણીઓ દુભાયાની મુજથી વસુલાત ન કર,

જ્ઞાન ન. હોય ભલે તને સંસારે જીવવા મારવાનું,
નથી શીખવાનું જે તારે એને તું આત્મસાત ન કર,

હોયને જો નફરત તને સૂરજના આકરા તાપથી,
બપોરે રહી સૂર્યપ્રકાશ સામે છતાં દ્રષ્ટિપાત ન કર,

જીવનના રીત ભાત વિશેની જો કોઈ જાણ નથી,
તો મહેરબાની કરી, કોઈ વાતમાં ચંચુપાત ન કર,

જીવવું ને મરવું કોઈ એક શક્તિના હાથમાં ભલે,
ઈશ્વર અલ્લા, ઊંચ નિચના નામે નાતજાત ન કર,

એક તરફ તારી છુટા પાડવાની બધી યોજનાઓ,
હવે જીવવા માટે પ્રેમ શબ્દની તું જરૂરિયાત ન કર,

કેમ છોડું, શા માટે રહુ, પ્રેમ છે તો વિશ્વાસ કેમ કરું,
સાવ ભાન વગર સવાલો આમ વાહિયાત ન કર,

જીવવાની ઝંખનાઓને તું લઈને દિલમાં હજાર,
પ્રેમના સંબંધોમાં વિશ્વાસ સાથે આપઘાત ન કર,

આમ વારંવાર મળવાની હવે તું કરામત ન કર,
પ્રેમ જેવું કાંઈ નથી તને તો ખોટી શરૂઆત ન કર,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૧:૨૩ સવારે, ૨૩ માર્ચ ૨૦૧૭ )
―――――――――――――――――――――――――――
© Poem No. 356
Language – Gujrati
―――――――――――――――――――――――――――

Advertisements