૩૫૫. યુ આર માય વેલેન્ટાઈન
―――――――――――――――――――――――――――
ઘરે જવું પડશે પર્સ ખાલી થયુ ને વાગ્યા નાઈન,
જલ્દી બોલને જાનું વીલ યુ બી માય વેલેન્ટાઈન,

ક્યારેય તો નથી રાખતી તું મારી જરાય કાળજી,
અને છતાં કરવા નાટકો પૂછે પાછું આર યુ ફાઈન,

ક્યાં સુધી તડપાવ્યા કરી મને આમ દૂર રાખીશ,
માની જા હવે અને આખર ભૂંસી નાખ આ લાઇન,

તારા વગરના જીવનમાં અહીં ઉડી ગયા છે રંગો,
અને આવીને કહે છે પાછું, બેબી ટુડે યુ આર શાઇન,

તારામારાના બંધનો ભૂલવા પડશે હવે આપણે,
હું થઇ ગયો છું બસ તારો, અને તું ઓન્લી માઇન,

રંગ રૂપ તારા એટલા સુંદર પણ નથી રહ્યા હવે,
લાગે છે જાણે આજ પીવાઈ ગઈ જરા વધુ વાઈન,

ઘરે જવું પડશે પર્સ ખાલી થયુ ને વાગ્યા નાઈન,
જલ્દી બોલને જાનું વીલ યુ બી માય વેલેન્ટાઈન,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૦૭:૩૭ સંધ્યા, ૨૨ માર્ચ ૨૦૧૭ )
―――――――――――――――――――――――――――
© Poem No. 355
Language – Gujrati
―――――――――――――――――――――――――――

Advertisements