વેદના શુ છે…??

૩૫૩. વેદના શુ છે…?
――――――――――――――
વેદના શુ છે…?
તું નહીં સમજી શકે એ પળ,
જ્યારે તારી આંખોમાં ઝળહળીયા,
અને મારા હૃદયમાં વકરેલો,
ઝંઝાવાત…
એ પળ,
મને યાદ છે જ્યારે,
તારા રાતુમડા ગાલનો,
ગોળાવો આંસુનાં,
ઓંસબિન્દુઓ વડે ભીનો,
થયો હતો,
એ છેલ્લા પળના મિલનની,
હૈયાફાટ વેદના…
વેદના શુ છે…?
એ તારાથી છુટા પડતા,
મારા આતમ દ્વારા અનુભવાઈ,
પણ તારા હૈયાના,
ઉમળકામાં કદાચ નથી સમજાઈ,
એ પળ,
એ વેદના,
એ આંસુ,
એ ઝંઝાવાતી દિલમાં,
વકરેલું તોફાન,
એ વેદના….
વેદના શુ છે…?
સમજાઈ હતી મને,
તારાથી છુટા પડીને,
જે અનુભવાઈ ને,
એ વેદના…
વેદના શુ છે…?
હવે દુનિયા પૂછે છે…
અને હું ઝાડના પથ્થર જેવા,
થડ પર માથું પછાડી દઉ છું,
આ નહીં પણ હા,
તારાથી જુદા થયો ને…
એ પળ,
એ અહેસાસ,
એ વલોપાત…
બસ એજ હતી વેદના…
સમજાયું છે હવે,
વેદના શુ છે…?

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૦૭:૦૫ સંધ્યા, ૧૯/૦૩/૨૦૧૬ )
――――――――――――――――
© Poem No. 353
Language – Gujrati
――――――――――――――――

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s