અને હું… પ્રિયે… (મસ્તી ટાઈમ)

તું ચંદ્ર પર પાણી હોવાની આશ જેવી,
હું અસ્તિત્વ ધરાવતો ચંદ્રનો પાણો પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું લોનની દિલધડક ઓફર આપનારી બેંકની કર્મચારી જેવી,
હું કાળજામાં બળતી તડપ સાથે પાછો ફરતો કલાયન્ટ પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું અમદાવાદી વોટ્સ યોર નેમ પુછનારી ફોરેઈનર મેડમ જેમી,
અને અમે મારુ નોમ સુલતાન કહેનારા ગામડાના દેશી પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું દેદીયાસણ જીઆઇડીસીના આરસીસી રોડ જેવી
અને હું બામોસણા નગરનો ઉબડખાબડ રોડ પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું અમીર લોકોને મળતી સ્પેશ્યલ વીઆઇપી સર્વિશ જેવી,
અને હું ગરીબોને ભોગવવી પડતી મુસીબતોની ટોકરી પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું યુપીના ચૂનાવમાં ખીલેલા કમળ જેવી,
અને હું ભાંગી તૂટી સપાની સાઇકલ પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું યુપીમાં માનભેર દોડતા બીજેપીના વિજયરથ જેવી,
અને હું શરમથી ચાલતો માયાવતીનો ગજરાજ પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું યમુના કાંઠે વાંસળીના સુરની રાહ તાકતી મારી રાધા જેવી,
અને હું ગોકુળમાં માખણ ચોરી ખાતો તારો કાળિયો કાન પ્રિયે,

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું મગજને કામ કરતા અટકાવી દેનારા મુશ્કેલ ઉખાણા જેવી,
અને હું એનો એક વાક્યનો સરળ અને સટીક જવાબ પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું મનમાં ઘડાયેલા સ્ટોરીના અકથિત પ્લોટ જેવી રોમાંચક અને ભવ્ય,
અને હું વાસ્તવિક નોવેલમાં આવી જતો શિસ્તબદ્ધ લયાત્મક ભાવ પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું ઈગનો યુનીવર્સીટીના સિલેબસ જેવી અઘરી બાબત,
અને હું આવેલા ડીગ્રી સર્ટી બાદનો અનહદ આનંદ પ્રિયે..

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
મૂંઝવણ ભરેલા પ્રશ્નો પૂછવાની આદતમાં તો તું સાક્ષાત વેતાલ જેવી,
અને હું દરેક પ્રશ્નોનો શિસ્ત બદ્ધ રીતે જવાબ આપતો વિક્રમાદિત્ય પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું જીવનમાં સાવ આવતા ઓચિંતા ભરપૂર ટેંશન જેવી,
અને હું ભર ટેંશનમાં બમણી ગતિએ આવતી મોઝ પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું રકમ ભરાયેલા કરોડો રૂપિયાના કોરે કોરા ચેક જેવી,
અને હું ખૂણામાં બોલપેન દ્વારા કરાયેલી સહી પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું અનિયમિત રીતે આવેલી ઊંઘને ઉડાળતી કપ ચા જેવી,
અને હું એમા રહીને નશો આપતી એક ચમચી ચા પત્તિ પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું વારે ઘડીએ ગીતો વચ્ચે આવી જતી એડવર્ટાઇઝ જેવી,
અને હું ૩જી સેકન્ડે ખૂણામાં ઝબુકતું સ્કિપ એડનું બટન પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું લાખો કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતી એમએનસી કંપની જેવી,
અને હું એના ફાઉન્ડર દ્વારા મુદ્રિત કરાયેલી પાવર ઓફ એટર્ની પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું ઘૂસણખોરી કરતા પાકિસ્તાની આતંકવાદીઓ જેટલી ચતુર,
અને હું સર્જીકલ સ્ટ્રાઇક દ્વારા ઓચિંતા ઠાર મારતો સિપાહી પ્રિયે..

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું આંધળા વિશ્વાસમાં દોડતી અખિલેશ યાદવની સાઇકલ જેવી,
અને હું મહેનત અને લગન દ્વારા ખીલી ઉઠેલું મોદીનું કમળ પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું નોવેલમાં દર્શાવેલા રોચક પાત્રો જેવી,
અને હું એમને જન્મ આપનારો લેખક પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું સ્માર્ટ અને હોશિયાર સપાના સાથી રાહુલ ગાંધી જેવી,
અને હું જીત હાથમાંથી ખેંચી જનાર ગુજરાતનો મોદી પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું વસંતી વાયરાની લહેર જેવી,
અને હું પાનખરની બહાર પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું હની સીંગના હિપ-હોપ સોંગ જેવી,
અને હું કીર્તિદન ગઢવીનો ડાયરો પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું વીએલસી પ્લેયરમાં સતત ચાલતું રાખતા પ્લે બટન જેવી,
અને હું દરેક દ્રશ્યને માણવા તરત રોકી લેતો પુશ બટન પ્રિયે,

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું નાના મોટા લોકોને મળી જતી ઉત્સાહ વર્ધક ટ્રોફીઓ જેવી,
અને હું માત્ર મહેનતુ અને નસીબદારને મળતો ઓસ્કાર પ્રિયે,

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું ગમે ત્યારે યુટ્યુબ પર વાગતા બકવાસ ગીતો જેવી,
અને હું એમાં પણ કમાણી કરી લેતી એડવર્ટાઇઝ પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું જ્યાં ત્યાં અડકતા જ ચિપચીપી થઇ જતા સસ્તા ગુંદર જેવી,
અને હું ચોટ્યા પછી ફિક્સ થઇ જતી ૫ વાળી ફેવિકવિક પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું ત્રીજા દિવસે ગંધાઈ જતી ક્રીમવાળી લાજવાબ કેક જેવી,
અને હું છ મહિના આરામથી ચાલતી ડાર્ક ચોકલેટ બાર પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું શકીરાની જેમ ગાતી પૉપ સિંગર જેવી,
અને હું ઘરમાં ગાતો બાથરૂમ સિંગર પ્રિયે,

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું સગાઈના દિવસે આંગળીમાં પહેરેલ ડાયમંડ જડિત વીંટી જેવી,
અને હું વેલેન્ટાઈન ડે ના દિવસે પાછું ફેંકાયેલું ગુલાબનું ફૂલ પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું ભ્રષ્ટાચાર સામે ભૂખ હડતાળ પર ઉતરી જતા અન્ના હજારે જેવી,
અને હું મોકો જોઈને મેદાને ઉતરી જતો રાજનેતા કેજરીવાલ પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું નામાંકન મૂવીમાં લીડ કરતી મોડેલ જેવી,
અમે ઓડિશનમાં ધક્કા ખાતા એક્ટર પ્રિયે,

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું મોંઘીદાટ અને સ્ટાઈલિશ લુક વાળી હરલી ડેવીડસન જેવી,
હું ગરીબોને પોસાય એવું મઝબૂત અને ટીકાઉ સ્પ્લેન્ડર પ્રિયે,

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું હિમાલયમાથી નીકળીને વહેતા ગંગાનું નીર જેવી,
અને હું સમુદ્રમાં ખડકાતું છેલ્લું વધેલું ઝરણું પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું ઝડપી ડગલે ભાગીને પણ હારી જતા સસલા જેવી,
હું પાપા પગલી કરીને પણ જીતી જતો કાચબો પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું નવી આવેલી જીવ લલચાવતી રંગીન ગુલાબી બે હજારની નોટ જેવી,
અને હું પ્લાસ્ટિકમાં પટ્ટી વીંટાળીને રાખેલી ન ચાલતી પાંચની નોટ પ્રિયે,

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું ફેસબુકની વધુ લાઈક, ટેગ અને શેર મેળવતી બકવાસ પોસ્ટ જેવી,
હું સાવ એકલી અટુલી પડેલી છતાં વાસ્તવિક દ્રશ્ય દર્શાવતી પોસ્ટ પ્રિયે..

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું એસી સ્લીપર કોચ માટે લાઈનમાં લાગેલ વી.આઇ.પી. જેવી,
અને હું રિક્ષાના ભાડા માટે રકઝક કરતો કંટાળેલ પેસેન્જર પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું ચાર પાંચ બોયફ્રેન્ડ સાથે ફરનારી,
હું સાવ સિંગલ અને એકલાવાયો પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તમેં લેખન ક્ષેત્રના દિગ્ગજ ગુરુ જન વ્યક્તિ,
અને હું પાપા પગલી કરતો વિદ્યાર્થી સરજી…

અર્પણ – પરીક્ષિત જોશી સર
~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું દરેકના મોબાઈલમાં સ્થાયી પડેલા વોટ્સએપ જેવી,
અને હું ક્યાંક ભૂલે ભટકે વપરાતું દેશી ટેલિગ્રામ પ્રિયે,

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું મહેસાણાના નવા ભવ્ય બસ પોર્ટ જેવી,
અને હું નાગલપુરનું જૂનું એસટી સ્ટેન્ડ પ્રિયે..

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું છેલ્લા દિવસ મુવીની સ્ટારકાસ્ટ જાનકી બોડીવાલા જેવી,
અને હું નિખિલનો ઊંધાચત્તા નખરા કરતો મિત્ર લોય પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું ધર્મા પ્રોડક્શનની બહુચર્ચિત બાહુબલી ભાગ-૨ મુવી જેવી,
અને હું ભારતીય શિખાઉ લોકો દ્વારા બનતી શોર્ટ ફિલ્મ પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું પોલો કોહેલીઓ જેવા લેખક દ્વારા લખાયેલી બેસ્ટ સેલર બુક જેવી,
ને હું માતૃભારતી પર પ્રકાશિત થતી અને માંડ વાંચતી ઇ-બુક પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું શાહી પરિવારની રૂઆબદાર રોલ્સ રોયલ જેવી,
હું સામાન્ય પરિવારની ખખડતી મારુતિ 800 પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું આરસપહાણની પથ્થરથી કોતરાયેલી દેવીઓની સુંવાળી મૂર્તિ જેવી,
અને અમે ભેરુના નામે ઓટલે ખાડકાયેલા ઉબડખાબડ પથ્થર પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું ગુજરાતની વિકાસશીલ જનતા જેવી,
અને હું દિલ્લીની પરેશાન પ્રજા પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તું વોડફોનના નેટવર્ક જેવી કાર્યક્ષમ,
હું દમ તોડતું ટેલીનોરનું નેટવર્ક પ્રિયે…

~ સુલતાન સિંહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ફનજોન || મોજમજા

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s